Select Page

તમે તો કિલર વેપારી કહેવાઓ-ફૂડ ઓફીસરે ઉધડો લીધોઈશ્વરકૃપા અને ખોડીયાર બેકરીમાં ૪૦૦ કિલો અખાદ્યનો નાશ

તમે તો કિલર વેપારી કહેવાઓ-ફૂડ ઓફીસરે ઉધડો લીધોઈશ્વરકૃપા અને ખોડીયાર બેકરીમાં ૪૦૦ કિલો અખાદ્યનો નાશ

લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાર કરતા ખાદ્ય વસ્તુઓ વેચતા વેપારીઓ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સે લીધેલા સેમ્પલનો રીપોર્ટ નહી આવતા તેમજ દંડનીય કે ફોજદારી કાર્યવાહી નહી કરતા ખાદ્ય વસ્તુઓ વેચતા વેપારીઓ સુધરવાનુ નામ લેતા નથી. ફૂડ ઓફીસર દ્વારા શહેરની જાણીતી બે બેકરીમાં ઓચીંતી તપાસ કરી હતી. જેમા પાઉં, ટોસ જેવી બેકરી આઈટમોમાં મિલાવટ કરતા કેમિકલની એક્ષ્પાયર ડેટની બોટલો મળી આવી હતી. આ ચેકીંગમાં પાઉં, ટોસ અને કાચા મટેરીયલનો લગભગ ૪૦૦ કિલો જથ્થાનો નાશ કરાયો હતો. ગાય ખાય તો બીમાર પડે તેથી થાય ખાય નહી તેવી રીતે નાશ કરવા તાકીદ કરી હતી. ત્યારે વિશ્વાસ રાખનાર ગ્રાહકોના સ્વાસ્થ્યની ચીંતા કર્યા વગર બેકરીના આ વેપારીઓ અખાદ્ય વસ્તુઓનુ વેચાણ કરતા રંગેહાથ ઝડપાયા હતા.

એક માસ પહેલા ચેકીંગ કરીને ગયેલા ફૂડ ઈન્સ્પેક્ટરો બેકરીની રોશની અને ઝગમગાટથી અંજાયા રખડતા કૂતરા પણ બેસવાનુ પસંદ ન કરે તેવા મેલા અને દુર્ગંધ મારતા ગોદડા પાઉ પર ઢાંક્યા હતા

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના જીલ્લાના ડેજીગ્નેટેડ ઓફીસર વિજયભાઈ ચૌધરી સ્ટ્રીટ રાઈટ વેજીટેબલ માર્કેટના ઈન્સ્પેક્શન માટે વિસનગર માર્કેટયાર્ડમાં આવ્યા હતા. જ્યા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ પણ હાજર હતા. એમ.એન.કોલેજ રોડ ઉપર મ્યુનિસિપલ માર્કેટમાં આવેલ ઈશ્વરકૃપા બેકરી અને ખોડીયાર બેકરીના વેપારી વાસી અને ઉબ વળેલા પાઉં આપે છે તેમજ વજન, મેન્યુફેક્ચર ડેટ કે એક્ષ્પાયર ડેટ લખતા નથી તેવી થયેલી ફરિયાદ આધારે ફૂડ ઓફીસરે ગ્રાહક સુરક્ષાના પ્રમુખ તથા સભ્યોને સાથે રાખી બન્ને બેકરીમાં ઓચીંતુ ચેકીંગ હાથ ધર્યુ હતુ. બન્ને બેકરીની રોડ ઉપર આવેલ દુકાનોમાં તો ચોખ્ખાઈ, લાઈટનો ઝગમગાટ અને બેકરી આઈટમોની વ્યવસ્થિત ગોઠવણ જોવા મળી હતી.
પરંતુ ફૂડ ઈન્સ્પેક્ટર બન્ને બેકરીનુ જ્યા પ્રોડક્શન થાય છે તે વખારમાં જતા ચોકી ઉઠ્યા હતા. ઈશ્વરકૃપા બેકરીની વખાર તેની પાછળ માર્કેટમાં આવેલી છે. જ્યારે ખોડીયાર બેકરીની વખાર આશાપુરી સોસાયટીના રહેણાક વિસ્તારમાં આવેલી છે. બન્ને બેકરીની વખારમાં ચેકીંગ કરતા વાસી ઉબ વળેલા પાઉં મળી આવ્યા હતા. પાઉં ઉપર વળેલી ઉબ સાફ કરીને વેચતા હશે. પાઉં શેકવા ટ્રેમાં મુકવામાં આવેલા મેદાના લોયા પણ ખુબજ ગંદી હાલતમાં અને હલકી ગુણવત્તાના હતા. બેકરીમાં ખરાબ ટોસ પણ જોવા મળ્યા હતા. બેકરી આઈટમોમાં નાખવામાં આવતા કેમિકલની બોટલો એક્ષ્પાયર ડેટની હતી. ખરાબ થયેલી સોજીના કોથળા પણ મળી આવ્યા હતા. પાઉં ઉપર કૂતરા પણ બેસવાનુ પસંદ ન કરે તેટલા ખરાબ અને દુર્ગંધ મારતા ગોદડા ઢાંક્યા હતા. પાઉં શેકવાની પ્લેટો ઉપર ચીકાસ, ગંદકી અને કાર્બન જામેલો હતો. જેમાં એસ.એસ.ની પ્લેટો રાખવા ફૂડ ઓફીસરે સુચન કર્યુ હતુ.
ખાદ્ય વસ્તુઓ બનતી હોય ત્યા પ્યોર હાઈજેનિક હોવુ જોઈએ. ત્યારે ગંદકી, દુર્ગંધ જોઈ અનહાઈજેનિક રીતે ખાદ્યવસ્તુઓ બનાવતા હોવાનુ જોઈ ફૂડ ઓફીસરે બન્ને વેપારીઓનો ઉધડો લઈ સંભળાવી દીધુ હતુ કે તમે તો કિલર વેપારી કહેવાઓ. તમામ અખાદ્ય વાસી પાઉં, ટોસ, મેદાના લોયા, કેક ઉપર નાખવાના જામ મળીને કુલ ૪૦૦ કિલો અખાદ્ય વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો. ગાય ખાય તો બીમાર પડે તેવી વસ્તુઓ આ બેકરીમાં ગ્રાહકોને આપવામાં આવતી હતી. ગાય ખાય નહી તેવી રીતે અખાદ્ય વસ્તુઓનો નાશ કરવા ફૂડ ઓફીસરે સુચન કર્યુ હતુ. બેકરીના વેપારીઓએ જ્યા સુધી વખાર હાઈજેનિક કંડીશનમાં ન આવે ત્યાં સુધી પ્રોડક્શન નહી કરવા બાહેધરી આપી હતી. નોધપાત્ર બાબત છેકે એક માસ પહેલાજ ફૂડ ઈન્સ્પેક્ટર બેકરીનુ ચેકીંગ કરીને ગયા હતા જેમનો પણ ફૂડ ઓફીસરે ઉધડો લીધો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us