Select Page

વિસનગર એસ.કે.યુનિવસર્ટીમાં પદવીદાન સમારોહ તથા નૂતન આર્યુવેદિક કોલેજના નવિન ભવનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયોભારત સમગ્ર વિશ્વ માટે ઉમ્મીદોનુ કિરણ બન્યુ છે-મંત્રી ઋષિભાઈ પટેલ

વિસનગર સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં સોમવારના રોજ વિદ્યાર્થીઓનો છઠ્ઠો પદવીદાન સમારોહ અને નુતન આર્યુવેદિક કોલેજ એન્ડ રીસર્ચ સેન્ટરના નવિન ભવનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખભાઈ માંડવીયા, રાજ્યના આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલ, સાંસદ શારદાબેન પટેલ, એસ.કે.યુનિવસર્ટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, જીલ્લા કલેકટર એમ. નાગરાજન, યુનિવર્સિટીના પ્રોવેસ્ટ ડૉ.પી.એમ.ઉદાણી, રજીસ્ટ્રાર ડૉ.પરિમલ ત્રિવેદી, સહીત શહેરના આગેવાનો, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા વિવિધ ફેકલ્ટીના પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમા યુનિવર્સિટીના વિવિધ વિઘા શાખાના ૧૭ર૦ પદવી ધારક વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પદવી તેમજ ૩૬ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવવામા આવી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યુ હતુ કે આજે પોતાનુ બાળક સારૂ શિક્ષણ મેળવે અને તેનુ ઉજ્જવળ ભવિષ્ય બને તેવુ દરેક માતા-પિતાનુ સપનુ હોય છે. પરંતુ કોઈપણ બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા અને માર્ગદર્શન જરૂરી છે. જેમા બાળકના સંસ્કારનુ સિંચન પહેલા પરિવાર અને સમાજમાંથી થાય છે. ત્યારબાદ ગુરુજનો શાળા-કોલેજોમા બાળકના સંસ્કારનુ સિંચન કરે છે. વિસનગર સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના હજ્જારો વિદ્યાર્થીઓએ સારૂ શિક્ષણ મેળવી પોતાની કારર્કિદી બનાવી છે. સાંકળચંદ કાકાના પથ ઉપર જઈને દરેક વિદ્યાર્થીઓએ પોતાના જીવનમા પ્રગતી કરવી જોઈએ. દરેક વ્યક્તિ પુરૂષાર્થ અને સ્કીલના આધારે જ જીવનમા પ્રગતિ કરી શકે છે. તેમા સુખી-સંપન્ન હોવુ જરૂરી નથી. શિક્ષણએ શક્તિશાળી શસ્ત્ર છે. જેના ઉપયોગથી તમે ભારતને વિશ્વગુરુ બનાવવામા મદદરૂપ બની શકશો. તેમ જણાવી વિદ્યાર્થીઓને સામર્થવાન બની જીવનમા સફળતાના શિખરો સર કરવાની પ્રેરણા આપી હતી. જ્યારે આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતુ કે ગુજરાતની માટીના સંતાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી ગુજરાત ઉમ્મીદોનુ કિરણ બન્યુ છે. આજે ભારત દેશે દરેક ક્ષેત્રે વિશ્વમા નામના મેળવી છે. જેમા કોરોના કાળમા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખભાઈ માંડવીયાની વેકસીનની સેવાઓએ સમગ્ર વિશ્વમા ઈતિહાસ રચ્યો છે. પહેલા આપણા દેશમાં શસ્ત્ર હતુ પણ શાસ્ત્ર નહોતુ, ત્યારે આજે ર૧મી સદીમા શસ્ત્ર અને શાસ્ત્ર બન્ને ધારણ કરવાનુ છે. શિક્ષણ એ સરકારી નોકરી મેળવવાનુ સાધન નહી પણ દેશની સંસ્કૃતિ અને ધરોહરને સાચવી શકે તેવી નવી શિક્ષણનિતિ જરૂરી છે. ત્યારે વિદ્યાર્થીઓ તેમની નિષ્ઠા અને પુરૂષાર્થથી ભારતનુ નામ વિશ્વમા રોશન કરે. વિશ્વમાં કોઈપણ ક્ષેત્રમાં સ્થાન મેળવવા માટે શિક્ષણની સાથે સ્કીલ ડેવલપ જરૂરી છે. ત્યારે વિદ્યાર્થીઓએ માર્કશીટની સાથે સ્કીલ ડેવલપ કરવી જોઈએ. આજના ટેકનોલોજીના યુગમા જ્ઞાન અને મૂલ્યની મર્યાદામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. તેમ જણાવી પદવી મેળવનાર વિદ્યાર્થીઓને પુરૂષાર્થ કરી વિવિધ સ્પર્ધાઓમા અગ્રેસર રહેવા આહૃવાન કર્યુ હતુ. જયારે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે સ્વ. સાંકળચંદ કાકાના પ્રયત્નોથી વર્ષ- ૧૯૪ર થી નુતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સમગ્ર ઉત્તર ગુજરાતમા શિક્ષણનુ ધામ બન્યુ છે. જેમા અસંખ્ય વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવી પોતાનુ ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યુ છે.
સાંકળચંદ પટેલ યુનિવર્સિટીએ આજે સાત વર્ષના સમયગાળામા રિસર્ચ, સ્ટાર્ટઅપ, અને એકેડેમિક ડેવલોપમેન્ટ થકી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સિધ્ધિઓ હાંસલ કરી આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે સ્થાન મેળવ્યુ છે. આ યુનિવર્સિટીના વિકાસ માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ખુબ જ સહયોગ આપ્યો છે. આ સાથે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે પણ મેડીકલ કોલેજની મંજૂરીમા સહયોગ આપ્યો હતો. જયારે આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલે આ યુનિવર્સિટીના વિકાસમા જયારે પણ જરૂર પડી છે ત્યારે મદદ કરી છે. ત્યારે આ યુનિવર્સિટી વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ઠ ભવિષ્ય માટે હંમેશા અવિરતપણે મદદરૂપ બનશે. કોરોના કાળમા મેડીકલ કોલેજના કારણે કોરોનાના દર્દીઓને લાભ મળ્યો હતો. કોરોના મા નૂતન જનરલ હોસ્પિટલ લોકો માટે આશિર્વાદરૂપ બની હતી. જેમા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે સતત સહયોગ આપ્યો હતો. તેમ જણાવી પદવી મેળવનાર વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. આ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ડીપ્લોમા, અને પોસ્ટ ડીપ્લોમાના ૧૮૭, સ્નાતક કક્ષાના- ૮પર, અનુસ્નાતક કક્ષાના- પપર, પી.જી.ડીપ્લોમા કક્ષાના- ૧૦૩ તથા પી.એચ.ડી. કક્ષાના- ર૬ સહીત વિવિધ વિદ્યાશાખાઓના ૧૭ર૦ વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્ર એનાયત કરવામા આવ્યા હતા. જયારે ૩૬વિદ્યાર્થીઓને પદવી અને સુવર્ણચંદ્રક એનાયત કરી પ્રોત્સાહીત કરવામા આવ્યા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts