Select Page

કાંસામાં આતંકવાદ સામેની લડાઈમાં ગ્રામજનોનુ સમર્થન

કાંસામાં આતંકવાદ સામેની લડાઈમાં ગ્રામજનોનુ સમર્થન

કાશ્મીરના પહેલગામના મૃતકોના શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં દેશભરમાંથી ફરવા ગયેલા ૨૮ નિર્દોષ પર્યટકો ઉપર આતંકવાદીઓએ અંધાધૂંન ગોળીબાર કરી નિર્મમ હત્યા કરતા સમગ્ર દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.સમગ્ર દેશના લોકોમાં આતંકવાદીઓ અને તેને પોષણ કરતા પાકિસ્તાન ઉપર ભારે આક્રોશ ભભૂક્યો છે. જેમાં વિસનગર તાલુકાના કાંસા ગામમાં શનિવારે રાત્રે ૯.૦૦ વાગે સરદાર ચોકમાં પહેલગામના હુમલાના વિરોધમાં આંતકવાદીઓ અને પાકિસ્તાન સામે આક્રોશ વ્યક્ત કરી મૃતકોને શ્રધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામના અગ્રણી જશુભાઈ પટેલે રાષ્ટ્રના હિતમાં આંતકવાદનો સફાયો કરવા કેન્દ્ર સરકારના તમામ આકરા નિર્ણયોને સમર્થન આપવા ગામજનોને અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં ગામના અગ્રણી જશુભાઈ પટેલે આક્રોશ સાથે જણાવ્યું હતું કે અત્યારે ગુજરાતના દરેક મોટા શહેરોમાં ઘણા બાંગ્લાદેશીઓ વર્ષોથી રહે છે.જેમને આપણે ભાઈચારાથી સાચવીએ છીએ.અગાઉની આપણી સરકારોએ મુસ્લિમ કટ્ટરપંથીઓને છાવર્યા છે.જેના કારણે આજે આપણા દેશના નિર્દોષ નાગરિકો ઉપર આંતકવાદી હુમલાઓ થઈ રહ્યા છે.ત્યારે હવે આપણે તમામ હિન્દુ લોકોએ સનાતન ધર્મને અપનાવી દેશને સુરક્ષિત કરવાનો છે. આપણી આગામી પેઢીને સુરક્ષિત કરવા સરકારના દરેક આકરા નિર્ણયોમાં આપણે સમર્થન આપવાનું છે.પહેલગામના આંતકવાદીઓએ આપણા દેશના નિર્દોષ પર્યટકોને તેમના નામ અને ધર્મ પૂછીને ગોળીબાર કરી નિર્મમ હત્યા કરી છે.ત્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશના જાંબાઝ સૈનિકો આંતકવાદીઓ અને તેને પોષતા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાના છે.ત્યારે આપણે દેશની સુરક્ષા અને સલામતી માટે સરકારના તમામ આકરા નિર્ણયોમાં સમર્થન આપવાનું છે.ત્યારે ગ્રામજનોએ આંતકવાદ સામેની લડાઈમાં કેન્દ્ર સરકારના તમામ નિર્ણયોમાં પોતાનું સમર્થન આપવાનો સંકલ્પ લીધો છે.આ કાર્યક્રમમાં ગ્રામજનોએ બે મિનિટનું મૌન પાડી, કેન્ડલની જ્યોત સાથે પુષ્પ અર્પણ કરી પહેલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.આ કાર્યક્રમમાં શહેર પી.આઈ.એ.એન.ગઢવી, નૂતન હાઈસ્કૂલના આચાર્ય જે.કે.પટેલ, ઇન્ચાર્જ સરપંચ અશોકભાઈ પટેલ, સહિત ગામના ભાઈ બહેનો અને બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.