ખેરાલુ પાલિકામા સભ્યપતિઓનો રાજકીય અડ્ડો બંધ કરાવવા કોંગ્રેસની રજૂઆત
ખેરાલુ પાલિકામા પ્રમુખની ચેમ્બરમા ભાજપના સભ્યોની મિટીંગ ચાલતી હતી તે દરમ્યાન કોંગ્રેસના સભ્ય ચૌધરી છગનભાઈ રામજીભાઈ આવી ચડતા ભાજપના સભ્યપતિઅ ે એવુ કહેલ કે તમે બહાર જાઓ અમારે ચર્ચા કરવી છે. તેમ કહી પ્રમુખની ચેમ્બરમાંથી સારી ભાષામા કહીએ તો બહાર કાઢતા કોંગ્રેસના સભ્યો ઉશ્કેરાયા હતા. મહેસાણા કલેકટરશ્રી પ્રાંત ઓફીસર ખેરાલુ, શહેરી વિકાસ વિભાગના સચિવ, ગુજરાત હાઈકોર્ટ, વિજીલન્સ કમિશ્નર, ચિફ ઓફીસર તેમજ પ્રચાર સાપ્તાહિકને સંબોધી પત્ર લખ્યો છે. જેમા પ્રમુખ, ઉપપ્રમુખ મહિલા હોવા છતા તેમના પતિઓ વહીવટ કરવાનો આક્ષેપ કર્યા છે. જેમા કોંગ્રેસના સભ્ય, છગનભાઈ રામજીભાઈ ચૌધરી, કેશુભાઈ હેમરાજભાઈ ચૌધરી, ઉમરફારૂક પીરુમીંયા સિંધી, ડિમ્પલબેન અશ્વિનભાઈ દેસાઈ, પાર્વતીબેન જનકભાઈ દેસાઈ તથા વિજયભાઈ ધનજીભાઈ દેસાઈએ સહીયો કરી સભ્ય પતિઓની દાદાગીરી સામે અવાજ ઉઠાવ્યો છે.
અરજીની વિગત જોઈએ તો ખેરાલુ પાલિકામા સભ્ય પતિઓ દ્વારા વહિવટ થાય છે. પાલિકા પ્રમુખની ઓફીસમા સભ્ય પતિઓ વહીવટ કરે છે. સત્તાધારી મહિલા પ્રમુખ ઉપપ્રમુખ પાલિકામા જોવા મળતા નથી. શિક્ષણ સમિતિના ચેરમેન મહિલા છે છતા સભ્ય પતિ વહીવટ કરે છે. ખેરાલુ પાલિકામા સવારથી સાંજ સુધી પ્રમુખ/ ઉપપ્રમુખની ચેમ્બરમા રાજકીય ચર્ચા ચાલે છે.વિકાસ કામો કે જાહેર હિતની વાતો થતી નથી પરંતુ પાલિકાની પ્રમુખ/ઉપપ્રમુખની ચેમ્બરને રાજકીય અડ્ડો બનાવી દીધો છે. ર૧-૬-ર૦રપના રોજ ચૌધરી છગનભાઈ રામજીભાઈ બપોરે ૧૧-૩૦ કલાકે પ્રમુખની ચેમ્બરમા ગયા હતા. તે સમયે ઉપપ્રમુખની ખુરશી ઉપર ઉપપ્રમુખના પતિ વિક્રમભાઈ બેઠા હતા તેમજ પાલિકા સભ્ય એક્તાકુમારીના પતિ રિક્વેશભાઈ અને સભ્ય ચંદ્રિકાબેનના પતિ રસીકભાઈ હાજર હતા ત્યારે દેસાઈ રિકવેશભાઈએ કહેલ કે તમે બહાર જાઓ અમારે ચર્ચા કરવી છે. તેમ કહી પ્રમુખની ચેમ્બરમાંથી બહાર કાઢયા હતા. સભ્ય પતિઓને કાયદાકીય રીતે કોઈ અધિકાર ન હોવા છતા ચાલુ સભ્યને પ્રમુખની ચેમ્બરમાંથી બહાર કાઢી મુક્યા હતા. ખેરાલુ પાલિકામા વર્તમાન સભ્યો કે પ્રમુખો ઉપપ્રમુખ કે જે તે જવાબદાર વ્યક્તિ પ્રમુખની ચેમ્બરમા બેસી શકે તેવો કાયદો છે. છતા ખેરાલુ નગરપાલિકામા સભ્ય પતિઓએ પ્રમુખની ચેમ્બરને રાજકીય અડ્ડો બનાવી દીધો છે. તેની ઉપર પ્રતિબંધ મુકવા તેમજ કામ પુરતા પ્રમુખની ચેમ્બરમા બેસે અને સભ્ય પતિઓ સવારથી સાંજ સુધી પાલિકામા બેસી રહે છે તે દૂર કરવા હુકમ કરવા વિનંતી કરી છે.
પાલિકામા સી.સી.ટીવી કેમેરા ચેક કરવામા આવે તો સ્પષ્ટ ખ્યાલ આવે તેમજ સભ્ય પતિઓની દાદાગીરી દૂર કરવા વિનંતી કરી છે. ખેરાલુ પાલિકા સહિત રાજ્યની અસંખ્ય પાલિકાઓમા મહિલા હોદ્દેદારો છે પરંતુ મહિલાઓમા જાગૃતિ ન હોવાથી પુરુષ પ્રધાન દેશમા પુરુષોજ વહીવટ કરતા આવ્યા છે. પ્રમુખ કે ઉપપ્રમુખ મહિલા હોય ત્યારે પુરુષો વહીવટ કરે છે તે જગ જાહેર હોય છે. સૌ જાણે છે ખુબ જ ઓછી મહિલાઓ પોતાના હોદ્દાનુ સંચાલન કરી શકે છે. તો પણ સનાતન સત્ય છે. સરકાર જાગૃત બની કાયદો બનાવી ફરજીયાત અમલ કરાવડાવે તો જ સમગ્ર રાજ્યમા મહિલાઓ હોદ્દાની રૂએ કામ કરી શકશે. મહિલાઓ પાસે હોદ્દાઓના અમલ કરાવવા માટે બહેન દિકરીઓમા ૧૦૦% શિક્ષણની અમલવારી કરાવવી પડશે તો જ પુરુષ પ્રધાન દેશમા મહિલાઓ હોદ્દાની રૂએ શાસન કરી શકશે.
મહિલાઓનો હોદ્દા પુરષ ભોગવે તો ભારતીય બંધારણ ના ૭૩મા અને ૭૪ મા સુધારા હેઠળ જોગવાઈ છે. ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ અને ગુજરાત નગર પાલિકા અધિનિયમ ૧૯૬૩ મા મહિલાઓ માટે અનામતની જોગવાઈઓ છે જો કોઈ પુરુષ ચુંટાયેલી મહિલાના રાજકીય હોદ્દા પર અનઅધિકૃત બેસે તો જન પ્રતિનિધિત્વ ૧૯પ૧, કલમ ૧રપ A કલમ ૧ર૩ (ભ્રષ્ટ આચરણ), કલમ ૧૭૧D ગેરલાયકાત, ભારતીય દંડ સહિતા, સત્તાનો દૂર ઉપયોગ, આ બાબતે કલેકટરશ્રી કે પ્રાંત અધિકારીને ગુનો દાખલ કરવા સત્તા અપાઈ છે. તેવુ કોંગ્રેસ સમર્પિત એક વકીલે નામ ન આપવાની શર્તે જણાવ્યુ છે.