Select Page

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનુ દુકાનોનુ ભાડુ ઘટાડવા સુચન

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનુ દુકાનોનુ ભાડુ ઘટાડવા સુચન

ચીફ ઓફીસરને ટકોર કરી વર્ષો પહેલા વેપારીઓએ વાવ્યુ છે તેનુ ફળ મળ્યુ છે

  • શહેર મધ્યેથી પસાર થતા વહેળા ઉપર કમલપથ બનાવવા મહત્વની ચર્ચા થઈ

વર્ષો પહેલા વેપારીઓએ વાવ્યુ છે તેનુ ફળ મળ્યુ છે તેવી કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે ચીફ ઓફીસર પાર્થ ત્રીવેદીને ટકોર કરી વેપારીઓના હિતમાં ભાડા વધારાનો દર ઘટાડવા સુચન કર્યુ હતુ. કેબીનેટ મંત્રીની ઉપસ્થિતિમાં શહેરનો વિકાસ અને પાલિકાના પ્રશ્નોની ચર્ચા થતી હતી. દરમ્યાન ઉપસ્થિત એક વેપારી દ્વારા રજુઆત કરવામાં આવતા શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ ગળીયા દ્વારા ભાડા વધારાની જાણકારી આપવામાં આવી હતી. મોઘવારીમાં વેપારીઓને રાહત આપતી કેબીનેટ મંત્રીની સુચનાથી વધારેલા ભાડામાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવશે.
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની ઉપસ્થિતિમાં ધારાસભ્ય કાર્યાલયમાં પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, ચીફ ઓફીસર પાર્થ ત્રીવેદી તથા શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ ગળીયા સાથે પાલિકાના વિકાસ કાર્યો તથા પ્રશ્નો બાબતે ચર્ચા ચાલતી હતી. આ દરમ્યાન પાલિકાની દુકાન ધરાવતા એક વેપારી ચર્ચા દરમ્યાન ઉપસ્થિત હોઈ પાલિકા દ્વારા કરવામાં આવેલ ભાડા વધારાની મંત્રી ઋષિભાઈ પટેલને રજુઆત કરી હતી. જે રજુઆતના પગલે કેબીનેટ મંત્રીએ ભાડા વધારાથી પાલિકાની કેટલી આવક વધવાની અને શુ ફરક પડવાનો તેવો ચીફ ઓફીસરને પ્રશ્ન કર્યો હતો. શહેર પ્રમુખ મનીષભાઈ ગળીયા અને પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલે પણ વેપારીઓના હિતમાં હુંકારો કર્યો હતો. જે રોડ ઉપર વર્ષો પહેલા કોઈ જતુ નહોતુ ત્યારનુ વેપારીઓએ વાવ્યુ છે તેના ફળ હવે મળ્યા છે તેવી કેબીનેટ મંત્રીએ ચીફ ઓફીસરને ટકોર કરી વધારેલ ભાડામાં ઘટાડો કરી વેપારીઓના હિતમાં નિર્ણય કરવા સુચન કર્યુ હતુ. શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ ગળીયાએ પણ વેપારીઓના હિતમાં ચર્ચા કરી હતી.
પાલિકાના વિકાસ કાર્યોની આ મીટીંગ વિસનગરમાં જી.યુ.ડી.સી.નો ફેઝ ટુ પ્રોજેક્ટ થઈ રહ્યો છે. ત્યારે દરેક સોસાયટીને આવરી લેવા માટે નિર્ણય કરાયો હતો. શહેર મધ્યેથી ગટરના ગંદા પાણીનો વહેળો પસાર થઈ રહ્યો છે. તેની ઉપર કમલપથ બનાવી ટ્રાફીક સમસ્યા હળવી કરવા સાથે શહેરને ગંદકીમાંથી મુક્ત કરવા માટેની મહત્વની ચર્ચા થઈ હતી. ઈમ્પેક્ટ ફીની મુદત દરમ્યાન દબાણના કોર્ટ કેસ ચાલતા હોય તો વિધાનસભાના ઓર્ડીનન્સ મુજબ કોઈ કાર્યવાહી નહી કરવા તેમજ ઈમ્પેક્ટ ફીની ફાઈલ મંજુર થાય અને ઈમ્પેક્ટ ફી ભરાય તો કોર્ટ કેસનો નિકાલ કરવા માટેની ચર્ચા થઈ હતી. આ ઉપરાંત્ત ધરોઈ કોલોની રોડ વિકાસ, ગૌરવપથ રોડનો વિકાસ વિગેરે વિકાસના કામ ઝડપી બનાવવા કેબીનેટ મંત્રી દ્વારા સુચના આપવામાં આવી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us