Select Page

ખોટા વિકાસ કામ થશે પરંતુ જાનહાની અટકાવવા ખર્ચ નહી થાય ૪૬ વર્ષ જુના માર્કેટ રીપેરીંગની રજૂઆત અધ્ધરતાલ

ખોટા વિકાસ કામ થશે પરંતુ જાનહાની અટકાવવા ખર્ચ નહી થાય ૪૬ વર્ષ જુના માર્કેટ રીપેરીંગની રજૂઆત અધ્ધરતાલ

વિસનગર પાલિકા હસ્તકના મોટાભાગના માર્કેટોની હાલત જર્જરીત થઈ ગઈ છે. વેપારીઓ દ્વારા માર્કેટ રીપેરીંગ માટે વારંવાર રજૂઆતો કરાઈ છે. પરંતુ ખોટા વિકાસ કામ થાય છે. અને જાનહાની અટકાવવા પાલિકા દ્વારા ખર્ચ કરવામાઆવતો નથી ત્રણ દરવાજા પાસેના વાંચનાલય વાળા માર્કેટના રીપેરીંગ માટે વેપારીઓ દ્વારા પાલિકામા રજૂઆત કરવામા આવી છે. પરંતુ ભાગ અને વેરા ઉઘરાવવામા પાવરધુ પાલિકા રીપેરીંગની રજૂઆતોને ગણકારતી નથી.
વિસનગરમા ત્રણ દરવાજા ટાવર પાસેના કોમર્શિયલ સેન્ટર પાલિકા દ્વારા ૧૯૭પ મા બનાવવામા આવ્યા હતા. જેને ઉત્તર અને દક્ષિણ વિભાગ કોમર્શિયલ માર્કેટ તરીકે ઓળખવામા આવે છે. સુભાષ ઈલેક્ટ્રીક અને આવકાર વસ્ત્રાલયવાળા ઉત્તર વિભાગ કોમર્શિયલ માર્કેટની હાલત અત્યારે ખૂબજ ખરાબ બની છે.રીપેરીંગ અને મરામતના અભાવે છતના પોપડા તુટીને પડે છે. જેમા પાલિકા વાંચનાલયવાળા અંદરના ભાગની હાલત તો એટલી ખરાબ થઈ છે કે માર્કેટના છત નીચે વેપારીઓ ઉભા રહેવાનુ અને વાહન મુકવાનુ ટાળે છે. એક વખત નહી પરંતુ અનેક વખત સીલીંગ તુટીને પડી છે. જેમા નીચે પાર્ક કરેલા વાહનોને પણ નુકશાન થયુ છે. ૪૬ વર્ષ જુનુ આ માર્કેટ રીપેરીંગ કરવામા નહી આવતા આ માર્કેટના રપ જેટલા વેપારીઓ દ્વારા પાલિકા પ્રમુખ ચીફ ઓફીસર, મકાન ભાડા ચેરમેન, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન, બાંધકામ કમિટિ ચેરમેન, ટાઉન પ્લાનીંગ કમિટિ ચેરમેન, વિગેરેને રજૂઆત કરવામાઆવી છે. પરંતુ આ અધિકારીકે પદાધિકારીઓમાંથી કોઈએ વેપારીઓની રજૂઆત પ્રત્યે ધ્યાન આપ્યુ નથી. માર્કેટના વેપારીઓ દ્વારા રજૂઆતનો પત્ર પાલિકામા ઈન્વર્ડ કરાવ્યા બાદ એક જનરલ પણ મળી ત્યારે વેપારીઓની રજૂઆતો ધ્યાને લઈને માર્કેટ રીપેરીંગનો ઠરાવ કરવાની પણ તસ્દી લેવામા આવી નથી.
મકાન ભાડા ચેરમેન પાલિકા માર્કેટની સમસ્યાઓના નિકાલમા નિષ્ક્રીય
પાલિકાના મકાન ભાડા ચેરમેન કૈલાશબેન કડીયાના પતિ ગૌતમભાઈ કડીયા તેમના વોર્ડના પ્રશ્નો માટે જેટલી જાગૃતિ દાખવે છે તેટલુ માર્કેટના વેપારીઓની સમસ્યા બાબતે ધ્યાન આપતા નથી. મકાન ભાડા ચેરમેન માર્કેટની સમસ્યાઓના નિકાલમા નિષ્ફળ ગયા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts