Select Page

વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી કાંસા N.A. આદિનાથ-પુનમ ડુપ્લેક્ષમાં નર્કાગાર સ્થિતિ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર

વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી કાંસા N.A. આદિનાથ-પુનમ ડુપ્લેક્ષમાં નર્કાગાર સ્થિતિ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર

વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી
કાંસા N.A. આદિનાથ-પુનમ ડુપ્લેક્ષમાં નર્કાગાર સ્થિતિ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરના કાંસા એન.એ.વિસ્તારના ગુરૂકુળ રોડ ઉપર આવેલ આદિનાથ, ઈશ્વરકૃપા સહિત આજુબાજુની સોસાયટીઓમાં ભરાતા વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહી હોવાથી ઠેર-ઠેર ગંદકી જોવા મળે છે. ત્યારે વડાપ્રધાનના “સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત”ના સંકલ્પને સાકાર કરવા ગાંધી જયંતિના દિવસે ખૂણેખાંચરે કચરો વિણતા રાજકીય આગેવાનો સ્વચ્છતાનું નાટક બંધ કરી આ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવાની કામગીરી કરે તો સાચા અર્થમાં વડાપ્રધાનનું સ્વચ્છતા અભિયાન સાર્થક થશે. હાથમાં ઝાડુ પકડીને કે ખાલી કચરો વિણતા ફોટા પડાવવાથી નહી.
વિસનગરના કાંસા એન.એ. ગુરૂકુળ રોડ ઉપરની સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કર્યા વગર આડેધડ બાંધકામ કરવામાં આવતા આજે સામાન્ય વરસાદમાં પણ રોડ ઉપર પાણી ભરાઈ રહે છે. જેમાં ગત અઠવાડીયે આવેલા ધોધમાર વરસાદમાં ગુરૂકુળ રોડ ઉપર આવેલ આદિનાથ સોસાયટી, ઈશ્વરકૃપા સોસાયટી, પુનમ ડુપ્લેક્ષ સહિત આજુબાજુની સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. આ વિસ્તારમાં ગટરલાઈન ચોકઅપ થતા ગટરનું ગંદુ પાણી ઉભરાઈને રોડ ઉપર ફેલાયું હતું. કેટલાક નિચાણવાળા ઘરોની અંદર પાણી ફૂટતા ઘરમાંથી પાણી બહાર કાઢવા મોટર મુકવી પડી હતી. ગટરના ઉભરાતા ગંદા પાણીથી આજુબાજુના ૧૦૦ જેટલા મકાનોના રહીશોને ભારે દુર્ગંધ મારતા રોગચાળો ફેલાવવાનો ડર સતાવી રહ્યો છે. આ સોસાયટીઓના રહીશોને વરસાદી પાણીનો નિકાલ કરવા ચાર-પાંચ દિવસ હેરાન પરેશાન થવુ પડે છે. જેમાં આદિનાથ સોસાયટીના મોટાભાગના રહીશો શ્રમજીવી વર્ગના હોવાથી ગ્રામ પંચાયતના સરપંચ કે ધારાસભ્ય તેમની રજુઆતને ગણકારતા નથી. જેના કારણે આ સોસાયટીના રહીશોને ચોમાસાના વરસાદમાં પોતાના ઘરમાં રહેવું દુષ્કર બની ગયું છે. ત્યારે ભાજપના શાસનમાં સર્વાંગી વિકાસ થયો હોવાના જાહેરમાં બણગાં ફૂંકતા રાજકીય આગેવાનો આ શ્રમજીવી પરિવારના રહીશોની વેદના ક્યારે ધ્યાને લેશે તેવો લોકો પ્રશ્ન કરી રહ્યા છે. આ સોસાયટીઓના રહીશોમાં એવો રોષ હતો કે ચુંટણી આવે ત્યારે સરપંચ અને ધારાસભ્ય અમારા મતો મેળવવા માટે ઠાલા વચનો આપે છે. અમારો માત્ર મતો મેળવવા ઉપયોગ કરવામાં આવે છે. ચુંટણી પત્યા પછી અમારી સોસાયટીમાં કોઈ રાજકીય આગેવાન ફરકતા નથી. ત્યારે વિસનગરના રાજકીય આગેવાનો આંતરિક દ્વેષભાવ બાજુમાં રાખીને આ સોસાયટીઓમાં ભરાતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવા કાર્યવાહી કરે તેવી રહીશોની માગણી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts