Select Page

અમદાવાદથી અંબાજી દર્શન કરવા જતા પરિવાર પીંખાયોકડા બસ સ્ટેન્ડ પાસે અકસ્માતમાં મહિલાનુ મૃત્યુ

અમદાવાદથી અંબાજી દર્શન કરવા જતા પરિવાર પીંખાયોકડા બસ સ્ટેન્ડ પાસે અકસ્માતમાં મહિલાનુ મૃત્યુ

મુળ પાટણના વતની અને વર્ષોથી અમદાવાદ રહેતા પરિવારના સભ્યો કારમાં અંબાજી દર્શન કરવા જતા હતા. ત્યારે કડા બસ સ્ટેન્ડ સામેથી આવતી સ્વીફ્ટ કારના ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિતના તમામ લોકોને ઈજા થઈ હતી. જેમાં મહિલાનુ મૃત્યુ થતા આ પરિવાર ઉપર આભ તુટી પડ્યુ હતુ.
અમદાવાદ સાબરમતી જવાહરચોક ત્રિમૂર્તિ એપાર્ટમેન્ટમાં રહેતા ત્રિલોકભાઈ વિષ્ણુપ્રસાદ ચતુરસિંહ બ્રહ્મભટ્ટ તેમના પત્ની વર્ષાબેન બ્રહ્મભટ્ટ અને પુત્ર લવકુમાર બ્રહ્મભટ્ટ પોતાની જી.જે.૦૧ આર.એસ.૨૬૧૯ નંબરની હોન્ડાસીટી કારમાં બેસીને અમદાવાદથી અંબાજી દર્શન કરવા નિકળ્યા હતા. કાર ડ્રાઈવર અમરતજી ઠાકોર ચલાવતા હતા. જેઓ વિસનગર તાલુકાના કડા બસ સ્ટેન્ડ આગળથી પસાર થતા હતા ત્યારે વિસનગર તરફથી ફુલ સ્પીડમાં આવતી જી.જે.૧૨ સી.જી.૩૪૧૧ નંબરની સ્વીફ્ટ કારે હોન્ડા સીટી કારની ખાલી સાઈડમાં વચ્ચો વચ્ચ ટક્કર મારી હતી. કારથી ટક્કરથી હોન્ડાસીટી કારનો દરવાજો ખુલી જતા અંદર બેઠેલા વર્ષાબેન બ્રહ્મભટ્ટ કારની બહાર ફંગોળાતા માથામાં ગંભીર ઈજા થઈ હતી. કારમાં બેઠેલા તમામને ઈજા થતા ત્રિલોકભાઈ બ્રહ્મભટ્ટ તથા ડ્રાઈવરને નૂતન જનરલ હોસ્પિટલમાં, લવકુમાર બ્રહ્મભટ્ટને વડનગર હોસ્પિટલમાં તથા વર્ષાબેન બ્રહ્મભટ્ટને વિસનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સિવિલ હોસ્પિટલના ર્ડાક્ટરે વર્ષાબેન બ્રહ્મભટ્ટનુ મૃત્યુ થયુ હોવાનુ જણાવ્યુ હતુ. જ્યારે ત્રિલોકભાઈ તથા તેમના પુત્ર લવને વધુ સારવાર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયા હતા. મૃતક મહિલાના જેઠ અવિનાશભાઈ બ્રહ્મભટ્ટની ફરિયાદ આધારે પોલીસે ટક્કર મારનાર સ્વીફ્ટ કાર ચાલક વિરુધ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us