Select Page

અમદાવાદના ખ્યાતનામ આર્થોસ્કોપીસ્ટ ડૉ.જય પટેલ અને ઓર્થોપેડિક ટીમ દ્વારા PMJAY યોજના હેઠળ નૂતન હૉસ્પિટલમાં લીગામેન્ટ અને ગાદીનું જટીલ ઑપરેશન કરાયુ

નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વિસનગર દ્વારા સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણના અંગત માર્ગદર્શન થકી અદ્યતન આરોગ્યલક્ષી સેવા વિકસાવી છે. જે અંતર્ગત નૂતન હોસ્પિટલમાં અનુભવી સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ દ્વારા દર્દીઓના રોગનું સચોટ નિદાન અને શ્રેષ્ઠ સારવાર થાય છે. હોસ્પિટલમાં સરકારી PMJAY યોજના હેઠળ ઓપરેશન વિનામૂલ્યે થાય છે. તાજેતરમાં ૩૦ વર્ષના લાભુભાઈ લગભગ એક વર્ષ પહેલાં પડી જતા ઢીચણમાં લીગામેન્ટ અને ગાદીને ગંભીર ઈજા થઈ હતી. દર્દીને લચક, બેલેન્સ ન રહેવું, પગ વળવો નહિ,ચાલવામાં ખૂબ જ તકલીફ સાથે અત્યંત દુઃખાવો પગનું સંતુલન ગુમાવતા ચાલતા પડી જતા હતા અને રોજિંદી પ્રવૃત્તિઓમાં મુશ્કેલી પડતી હતી. દર્દીએ ઘણા નિષ્ણાંત ઓર્થોપેડિક ડૉક્ટરને બતાવતા તેમણે ઓપરેશનનું સૂચન કરેલ. જેનો અંદાજિત ૧.૫ દોઢ લાખ જેટલો ખર્ચ જણાવેલ.નબળી આર્થિક પરિસ્થિતિને કારણે તેઓ ૬ મહિના સુધી સૂચવેલ જરૂરી ઓપરેશન કરાવી શક્યા ન હતા. નૂતન જનરલ હોસ્પિટલના કેમ્પમાં ઉપલબ્ધ સેવા વિશે માહિતી મેળવ્યા પછી દર્દીએ નૂતન હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં અમદાવાદના ખ્યાતનામ આર્થોસ્કોપિસ્ટ સર્જન ડૉ.જય પટેલની મુલાકાત લીધી. ડૉ.જય પટેલે જરૂરી સઘન તપાસ અને રિપોર્ટ કરાવી દૂરબીનથી ઑપરેશન કરવાની સલાહ આપી. લાભુભાઈનું જમણાં ઘૂંટણનું ACL રીકન્સ્ટ્રકશન અને મેનીસેક્ટોમી(લીગામેન્ટ અને ગાદીનું દૂરબીન દ્વારા થતું ઓપરેશન)આર્થ્રોસ્કોપિક જોખમી ઓપરેશન સફળતાપૂર્વક કરેલ. આ ઓપરેશન અત્યંત જોખમી છે અને જૂજ સર્જન જ કરી શકે છે. સામાન્ય રીતે ૨૫ થી વધારે ટાંકાનું ઓપરેશન માત્ર ચારથી પાંચ ટાંકામાં જ પૂર્ણ કરેલ. તેથી ચેપની શક્યતા નહિવત્‌ રહે છે. દર્દી બીજાજ દિવસથી અગાઉ ચાલવામાં પડતી તકલીફમાંથી સ્વસ્થ થતાં રજા આપવામાં આવેલ છે.
દર્દીઓ અને તેમના સંબંધીઓએ આ જટિલ ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડનાર ડોકટરો, હોસ્પિટલ સ્ટાફ, સંસ્થાના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. ખાનગી ક્ષેત્રે ઓપરેશનનો ખર્ચ અંદાજે દોઢ લાખ થી પણ વધારે હોય છે જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મફતમાં કરવામાં આવેલ તે બદલ સરકારશ્રીનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us