Select Page

પ્રાદેશિક પક્ષોના ટેકાથી દેશહિતમા મજબૂત સરકારની રચના જરૂરી આફતને અવસરમાં પલટી નાખવાની નરેન્દ્રભાઈ મોદીની આવડત

પ્રાદેશિક પક્ષોના ટેકાથી દેશહિતમા મજબૂત સરકારની રચના જરૂરી આફતને અવસરમાં પલટી નાખવાની નરેન્દ્રભાઈ મોદીની આવડત

તંત્રી સ્થાનેથી…
સત્તાના મદમા નકારાત્મક રાજકારણ ક્યારેય લાબુ ચાલ્યુ નથી કે જનતાએ સ્વિકાર્યુ નથી. ૧૮ મી લોકસભાની ચુંટણીમાંથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમીતભાઈ શાહ અને વિચારધારાથી અવળા માર્ગ તરફ જઈ રહેલા ભાજપે ઘણુ શીખવાની જરૂર છે. વર્ષ ૨૦૧૪ બાદ ૨૦૧૯ મા દેશની જનતાએ નરેન્દ્રભાઈ મોદી ઉપર એટલા માટે વિશ્વાસ મુક્યો હતો લોકોને વિકાસ જોઈતો હતો, રોજગારી જોઈતી હતી, પરિવારનુ ભરણપોષણ કરી શકે તેવી વ્યવસ્થા જોઈતી હતી. ભાજપ વ્યક્તિગત ચારિત્ર્ય, રાષ્ટ્રીય એક્તા, રાષ્ટ્રીય અખંડતા અને રાષ્ટ્રીય શક્તિના પોતાની મૂળભૂત વિચારધારાને વળગી રહ્યુ હોત તો પેજ પ્રમુખ સુધીના કરોડો કાર્યકર્તાઓની મહેનતથી આ પાર્ટીને કોઈ હરાવી શકે તેમ નહોતુ. બાજપાઈનુ એ કથન અત્યારે યાદ કરવુ જરૂરી છેકે, જુનો એક પણ કાર્યકર્તા તુટવો જોઈએ નહી નવા ભલે દશ તુટી જાય. જુના કાર્યકર્તા પાર્ટીની જીતની ગેરંટી છે જ્યારે નવા કાર્યકર્તા ઉપર વિશ્વાસ કરવો જલ્દબાજી છે. ભારતીય જનતા પાર્ટી એના વફાદાર જુના નેતાઓ અને કાર્યકરોથી અપરાજીત છે. પરંતુ વર્ષ ૨૦૦૧ થી એકધારી જીતના નશામા જુના નેતાઓને હોશિયામા ધકેલ્યા અને કાર્યકરોનુ મહત્વ ભૂલાયુ. કોંગ્રેસના યુ.પી.એ. શાસનના ભ્રષ્ટાચારનો ઢંઢેરો પીટીને વડાપ્રધાન બનેલા નરેન્દ્રભાઈ મોદીને દેશની જનતા એક વિકાસ પુરુષ અને એક યુગ પુરુષ તરીકે જોતી આવી છે. દેશની જનતાના અપેક્ષા મુજબ ૧૦ વર્ષમાં કામ પણ થયુ અને ભારત વિશ્વમાં એક ઝડપથી વિકાસ માપતુ રાષ્ટ્ર તરીકે ઉપસી આવ્યુ. નરેન્દ્રભાઈ મોદીની કાર્યશૈલીજ ૧૮ મી લોકસભામા ભાજપને પૂર્ણ બહુમત અપાવી શકવા સક્ષમ હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એન.ડી.એ. શાસનમાં ચાલેલુ નકારાત્મક રાજકારણે લોકમાનસમાં ખરાબ છાપ ઉભી કરી. ટકોર કરનાર વિરોધીઓ હશે તોજ સાચી દશા અને દિશાની ખબર પડશે. પરંતુ વિપક્ષના સુપડા સાફ કરવાની માનસિકતામા સરમુખત્યારશાહી દેખાઈ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ૧૦૦ કરોડના લીકર કૌભાંડમાં જેલમાં પુર્યા. આ સીવાય વિરોધ કરનાર નેતાઓ પાછળ ઈ.ડી., સી.બી.આઈ., ઈન્કમટેક્ષ જેવી સરકારની એજન્સીઓ પાછળ લગાવી કેટલાકને જેલ ભેગા કર્યા તો કેટલાકને કાબુમાં લીધા. ભ્રષ્ટાચારીઓ અને કૌભાંડીઓને નેસ્તનાબુદ કરવાનીજ નીતિ પ્રમાણે કામ કર્યુ હોત તો દેશની જનતા માટે સ્વિકાર્ય હતુ. પરંતુ સત્તાની લાલશામા મહારાષ્ટ્રમા અજીત પવાર જેવા કે જેમની ઉપર કરોડોના ભ્રષ્ટાચારના કેસ થયા છે તેવા નેતાઓને સાથે બેસાડી ભાજપે વિચારધારાથી જે વિપરીત રાજકારણ ખેલ્યુ તેની પ્રજા માનસમાં ખરાબ છાપ ઉભી થઈ. દેશની પ્રજા હવે શિક્ષિત અને સમજુ બની છે. સોશિયલ મીડિયા થકી દરેક ઘરમા સાચા ખોટાની વાત પહોચી રહી છે. ચુંટણી પ્રચારમા ૧૦ જર્ષના શાસનમાં થયેલા વિકાસ અને ભાવિ યોજનાઓ સીવાયની વાત કરવાની જરૂર નહોતી. ત્યારે ભાજપની અદની નેતાગીરીએ વિરોધપક્ષના નકારાત્મક પ્રચાર સીવાયની કોઈ વાત ન કરતા અયોધ્યા રામ મંદિરના નિર્માણ બાદ પણ જોઈએ એવો લાભ ન મળ્યો કે લોકો જ્ઞાતિવાદમાંથી પણ બહાર આવી શક્યા નહી. નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનતા રોકવા માટે તેમની સામે ચુંટણીમાં વિભાજીત થતા મત એક કરવા વિરોધ પક્ષોએ ઈન્ડીયા ગઠબંધન બનાવ્યુ. જેની શુ અસર થવાની છે તેનાથી નરેન્દ્રભાઈ મોદી અને એન.ડી.એ.ના ચાણક્ય અમીતભાઈ શાહને પ્રથમથીજ ખબર હતી. એટલે આ વખતે ૪૦૦ પારનો નારો લગાવ્યો. આ નારાથી આકર્ષાઈને મતદારોને વિચારતા કરી દીધા અને ઈન્ડીયા ગઠબંધન તરફ જતા અટકાવી દીધા. જેના પરિણામે ભાજપનો રકાસ થતો અટક્યો અને ૨૪૦ સીટ મળી. આમેય આવી આફતોને અવસરમા પલટવાની નરેન્દ્રભાઈ મોદીની આવડત છે. અગાઉ પાટીદાર આંદોલન વખતે ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપ સત્તા ગુમાવે તેમ હતુ. તે વખતે ૧૫૦ પારનુ સુત્ર રમતુ કર્યુ અને ૯૯ સીટથી સત્તા બચાવી. નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી ચુંટણીમાં જંપલાવ્યુ ત્યારથી પુર્ણ બહુમતીમાજ સત્તા ચલાવી છે. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ૨૦૦૨ માં ૧૨૭, ૨૦૦૭ માં ૧૧૭ અને ૨૦૧૨ માં ૧૧૫ સીટની પૂર્ણ બહુમતીમા ગુજરાતનો વિકાસ કર્યો. દેશની રાજનીતિમાં લોકસભામાં ૨૦૧૪ માં ૨૮૨ અને ૨૦૧૯ માં ૩૦૩ ભાજપની સીટની પુર્ણ બહુમતીમા વડાપ્રધાનની સત્તા ભોગવી. નરેન્દ્રભાઈ મોદીની રાજનીતિના ઈતિહાસમાં પ્રથમ વખત ૨૦૨૪ ની લોકસભાની ચુંટણીમાં ૨૭૨ ના પૂર્ણ બહુમતથી ઓછી ૨૪૦ સીટ મળી છે. અગાઉ કોંગ્રેસે સાથી પક્ષોના ટેકાથી સત્તા ટકાવી રાખવાની લાલચમાં ભ્રષ્ટાચારને પોસ્યો હતો. નરેન્દ્રભાઈ મોદીને પ્રથમ વખત ભાજપની પુર્ણ બહુમતી સીવાય મીલી જુલી સરકારનુ સુકાન સંભાળવાનુ છે. નકારાત્મક રાજકારણ કોરાણે મુકી નરેન્દ્રભાઈ મોદીએ અગાઉના ૧૦ વર્ષની જેમજ સ્થિર અને મજબૂત સરકારથી આપેલ વચન પ્રમાણે ભારતને પ્રગતિના પંથે લઈ જઈ વિશ્વમાં ત્રીજા નંબરનુ અર્થતંત્ર બનાવી દેશની જનતાનો ફરીથી એનો એજ વિશ્વાસ સંપાદન કરવા કટિબધ્ધ થવાનુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us