Select Page

શુભ શુક્ર રેસીડેન્સીના બીલ્ડરને શબક આપતો જીલ્લા ગ્રાહક કમિશનનો હુકમ પઝેશન આપવુ અથવા ૧૬% વ્યાજ સાથે લોન પરત કરવી

શુભ શુક્ર રેસીડેન્સીના બીલ્ડરને શબક આપતો જીલ્લા ગ્રાહક કમિશનનો હુકમ પઝેશન આપવુ અથવા ૧૬% વ્યાજ સાથે લોન પરત કરવી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં સુંશી રોડ ઉપર આવેલ શુભ શુક્ર રેસીડન્સીના બીલ્ડરે શહેરના અનેક મધ્યમ વર્ગના લોકો સાથે છેતરપીંડી કરી છે. હોમલોન આપતી ફાયનાન્સ કંપનીઓ સાથે મેળાપીપણુ કરીને લોનો મંજુર કરાવી લોનની રકમ બીલ્ડરની કંપનીમા તો જમા થઈ છે પરંતુ ફ્લેટના પઝેશન આપ્યા નથી. લોન મેળવનાર છેલ્લા ચાર-પાંચ વર્ષથી હપ્તા ભરી રહ્યા છે અને કેટલાકને હપ્તા ભરવાની નોટીસો પણ મળી રહી છે પણ બીલ્ડર ફ્લેટના પઝેશન આપવાનુ વિચારતો નથી. બીલ્ડરની ચુંગાલમા ફસાયેલા ફ્લેટનુ બુકીંગ કરાવનાર એક ગ્રાહકે વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષાના માર્ગદર્શનમાં જીલ્લા ગ્રાહક કમિશનમાં ફરિયાદ કરી હતી. જેમાં જીલ્લા ગ્રાહક કમિશનનાં પ્રમુખ એમ.એચ.ચૌધરીએ શુભ શુક્ર રેસીડન્સીની સ્કીમ બનાવનાર શુક્રા રીયાલીટી લીમીટેડને શબક આપતો ચુકાદો આપ્યો છે.
અમદાવાદ બોડકદેવ એસ.જી. હાઈવે રોડ, પંચધારા કોમ્પલેક્ષ ત્રીજો માળ, ગ્રાન્ડ ભગવતી હોટલની બાજુમાં શુક્રા રીયાલીટી લીમીટેડ દ્વારા વિસનગરમાં સુંશી રોડ ઉપર શુભ શુક્ર રેસીડન્સી ફ્લેટની સ્કીમ મુકવામાં આવી હતી. જેમાં સસ્તા દરના ફ્લેટની સ્કીમ હોવાથી જરૂરીયાતમંદ ઘણા લોકોએ ઘરનુ ઘર માટે સ્વપ્ન સેવ્યુ હતુ. રાહતદરના ફ્લેટમા પોશ વિસ્તારના ફ્લેટ જેવી ફેસીલીટી આપવામાં આવશે તેવુ બીલ્ડરે ચિત્ર ઉભુ કરતા શ્રમજીવી વર્ગના લોકોએ બુકીંગ કરાવ્યુ હતુ. પરંતુ ઘરના ઘરનુ સ્વપ્ન જોનાર લોકો એ વાતથી અજાણ હતા કે રાહતદરના ફ્લેટ આપવાની વાત કરનાર બીલ્ડરની દાનત ખરાબ છે. કાંસા ગણપતિ પરામા રહેતા દેવરામ ભીખારામ સુથારે રૂા.૮,૮૮,૦૦૦ મા ફ્લેટનુ બુકીંગ કરાવ્યુ હતુ. જેમાં રૂા.૮૭૭૭૭ ડાઉન પેમેન્ટ ભર્યુ હતુ. ટાટા કેપીટલ હાઉસીંગ ફાયનાન્સ લી.માંથી રૂા.૪,૪૫,૮૪૧ ની લોન લીધી હતી. જેમાં ૩૫૦૦૦ ફાઈલ ચાર્જના આપ્યા હતા અને બાકીની રકમ દ્ગઈહ્લ્‌ દ્વારા બીલ્ડરની કંપનીને ચુકવી આપ્યા હતા. ફેબ્રુઆરી ૧૮ મા લોનની તથા અન્ય રકમ બીલ્ડરને ચુકવ્યા બાદ એક વર્ષમાં ફ્લેટનુ પઝેશન આપવા જણાવ્યુ હતુ. પરંતુ પઝેશન મળ્યુ નહોતુ.
ફ્લેટની પુરી રકમ ચુકવી આપવા છતા પઝેશન નહી આપતા બીલ્ડરની કંપનીમા વારંવાર સંપર્ક કરતા કોરોના આવતા મકાનનુ પઝેશન આપવામાં સમય લાગશે તેમ કહી ઉડાઉ જવાબ આપ્યા હતા. ફ્લેટનુ બુકીંગ કરાવનાર દેવરામ સુથાર એક તરફ રૂા.૩૫૮૫ નો હપ્તો ભરતા હતા અને બીજી બાજુ રૂા.૩૦૦૦ મકાનનુ ભાડુ ચુકવતા હતા. ફ્લેટની પુરેપુરી કિંમત ચુકવવા છતા છેલ્લા છ વર્ષથી પઝેશન મળતુ નહોતુ. આ બાબતે દેવરામ સુથારે વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળમાં અરજી આપી હતી. ગ્રાહક સુરક્ષાના માર્ગદર્શનમાં જીલ્લા ગ્રાહક તકરાર કમિશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. જીલ્લા ગ્રાહક કમિશને ૭ મહિનામાજ ચુકાદો આપી ફરિયાદીની ફરિયાદ અંશતઃ મંજુર કરવામાં આવી છે.
આ કેસમા જીલ્લા ગ્રાહક કમિશને દાખલા રૂપ ચુકાદો આપ્યો છેકે, ફરિયાદીને કેસની હુકમની તારીખથી ૬૦ દિવસમાં બીલ્ડરે પઝેશન આપવુ. પઝેશન આપી શકે નહીનો ૬૦ દિવસ પુર્ણ થયા બાદ કેસ દાખલ થયો તે તારીખ એટલે કે તા.૧-૧૧-૨૦૨૩ થી રકમ વસુલ થાય તે તારીખ સુધી રૂા.૪,૪૨,૧૫૯/- ૯ ટકા વ્યાજ સાથે તેમજ જે તારીખે લોન આપવામાં આવી તે તા.૨૦-૨-૨૦૧૮ થી રકમ વસુલ થાય ત્યા સુધી લોનની રકમ રૂા.૪,૪૫,૮૪૧/- ૧૬ ટકા વ્યાજ સહીત ચુકવી આપવી. આ ઉપરાંત્ત માનસિક ત્રાસ હાડમારીના રૂા.૨૫૦૦૦/- તથા અરજી ખર્ચના રૂા.૧૦,૦૦૦ ચુકવી આપવા હુકમ કર્યો છે. હુકમ તારીખ એટલે કે ૩૧-૫-૨૦૨૪ થી ૩૦ દિવસમાં કંપનીએ તેના બેન્ક એકાઉન્ટમાંથી દ્ગઈહ્લ્‌ થી ચુકવી આપવા હુકમમાં જણાવ્યુ છે. ફરિયાદીને ફ્લેટની કુલ રકમમા પોતાના પાસેથી આપેલી રકમ ૯ ટકા વ્યાજ સાથે તથા લોનની રકમ ૧૬ ટકા વ્યાજ સાથે મળતા બીલ્ડરના હાથે છેતરાયેલા ફ્લેટ બુકીંગ કરનાર અન્ય ગ્રાહકોમાં પણ ન્યાય મળવાની આશા બંધાઈ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts