Select Page

ભારે રસાકસી ભરી પાટણ લોકસભામાં જીત મેળવ્યા પછીખેરાલુ ધારાસભ્ય કાર્યાલયમાં ભરતસિંહ ડાભીને મળવા લોકો ઉમટ્યા

ભારે રસાકસી ભરી પાટણ લોકસભામાં જીત મેળવ્યા પછીખેરાલુ ધારાસભ્ય કાર્યાલયમાં ભરતસિંહ ડાભીને મળવા લોકો ઉમટ્યા

પાટણ લોકસભાની મતગણત્રીના દિવસે સવારથી જ લોકો ટીવી સામે ગોઠવાઈ ગયા હતા. ભરતસિંહ ડાભી અને ચંદનજી ઠાકોર વચ્ચે ૧૪ રાઉન્ડ સુધી ભારે રસાકસી રહેતા કોંગ્રેસના કાર્યકરોએ ખેરાલુમાં ફટાકડા અને ગુલાલ લાવી દીધુ હતુ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ભારે નિરાશા જોવા મળતી હતી. ૧પ મા રાઉન્ડમાં ભરતસિંહ ડાભીને લીડ મળતા ભાજપી કાર્યકરોમા જોમ જુસ્સો જોવા મળતો હતો. જે લોકો મતગણત્રીમા ગયા નહોતા પરંતુ પાટણ મતગત્રણી બહાર હતા તેવા આગેવાનો પણ કોઈનો ફોન રિસીવ કરતા નહોતા ૧પમા રાઉન્ડમા લીડ મળ્યા પછી તમામ આગેવાનોએ ફોન રીસીવ કર્યા હતા. ૧પમા રાઉન્ડ પછી સતત લીડ વધતા છેલ્લા રાઉન્ડ પહેલા ખેરાલુ શહેર યુવા મોરચાની ટીમે ફટાકડા ફોડવાનુ શરુ કર્યુ હતુ. કોંગ્રેસના આગેવાનો ખેરાલુમાં એક સ્થળે ભેગા થયા હતા. ત્યાંથી ભરતસિંહ ડાભી જીત નજીક પહોચતા તમામ કોંગ્રેસી આગેવાનો ઘર ભેગા થયા હતા. બીજા દિવસે પ-૬-ર૦ર૪ ના રોજ બપોરે ૪-૦૦ કલાકે ખેરાલુ ધારાસભ્ય કાર્યાલયે ભરતસિંહ ડાભી આવવાના છે તેવી જાણ થતા ખેરાલુ વિધાનસભાના ગામેગામથી આગેવાનો ભરતસિંહ ડાભીનુ અભિવાદન કરવા પહોચ્યા હતા. જેમા મુસ્લીમ સમાજના આગેવાનોની હાજરી સુચક જોવા મળતી હતી.
ખેરાલુ ધારાસભ્ય કાર્યાલય ખાતેના હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો. કાળઝાળ ગરમીમા પંખા ચાલુ હોવા છતા લોકો ગરમી અને બફારાથી અકળાયા હતા. ભાજપના આગેવાનો અંદરો અંદર ચર્ચા કરતા હતા કે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી હોલમાં બે-ત્રણ એ.સી.નંખાવેતો સારુ ભરતસિંહ ડાભીના સ્વાગતમા ફુલોના હાર લઈને આવેલા લોકોને હાર ન પહેરાવવા સ્પષ્ટ સુચના આપી હતી. અભિવાદન કરવા પહોચેલા આગેવાન અને કાર્યકરોને સંબોધન કરતા ખેરાલુ વિધાનસભાના સંયોજક હેમન્તભાઈ શુકલએ તમામ કાર્યકરોનો સતત પરિશ્રમ કરી લીડ અપાવવા બદલ આભાર માન્યો હતો. તેમજ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભીખાલાલ ચાચરીયા, દુધસાગર ડેરીના પૂર્વ વાઈસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી, ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ પરથીભાઈ ચૌધરી, સતલાસણા તાલુકા ભાજપ પ્રમુખ વિનુસિંહ ચૌહાણ, ખેરાલુ શહેર ભાજપ પ્રમુખ વી.ડી.દેસાઈ, પૂર્વ તા.ભાજપ પ્રમુખ માનસિંહભાઈ ચૌધરી, રામજીભાઈ ચૌધરી સહીત આગેવાનાએ સ્વાગત કર્યુ હતુ. દર વખતની જેમ પાટણ લોકસભામા સૌથી વધુ લીડ ખેરાલુ વિધાનસભાએ આપી છે. ખેરાલુ વિધાનસભાના રપપ બુથમાંથી ૧૯૮ બુથ ઉપર લીડ મળી છે. સતલાસણાના પ૬ બુથ ખેરાલુના ૧૩ બુથ, ખેરાલુ તાલુકાના ૮પ બુથ અને વડનગર તાલુકાના ૩૮ બુથમા લીડ મળી છે. એમ ૩૯૪૧૩ મતની લીડ મળી છે. પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરે જણાવ્યુ હતુ કે આપણા માર્ગદર્શક અને અજેય તરીકે બીરૂદ પ્રાપ્ત કર્યુ છે. તેવા ભરતસિંહ ડાભીનુ સ્વાગત કરુ છુ. પાટણ લોકસભા જીતાડવામા ખેરાલુ વિધાનસભાનો સિંહ ફાળો છે. અનેક તકલીફોમાં લીડ મેળવી છે. વધુને વધુનો વિકાસ કરવા ખેરાલુમા ત્રિપલ એન્જીનનો લાભ મળશે. જે બાકી છે તે વિકાસ કામો થવાના છે.
ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે સૌને આવકારુ છુ બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાનુ પ્રતિનિધિત્વ કરતી પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભી ખેરાલુના છે તેનુ ગૌરવ છે. ભરતસિંહ જીત્યા પછી સૌથી વધુ લાભ ખેરાલુ વિધાનસભાને મળવાનો છે. દર ગુરુવારે ધારાસભ્ય અને સાંસદ કાર્યાલયે હાજર રહેશે. પાંચ વર્ષમાં આ વિસ્તારમાં કાંઈક નવુ કરવાનુ છે. લીડ છોડો જો જીતા વો સિકંદર, પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યુ હતુ કે આ વિસ્તામાં સતત પાંચમી વખત ભાજપે ટીકીટ આપી તે આપણા માટે ગૌરવની વાત છે. અગાઉ બે લાખની લીડ હતી એ ઓછી કેમ થઈ ? લીડ ઘટવાનુ કારણ ક્ષત્રિય સમાજ વિરૂધ્ધનુ સ્ટેટમેન્ટ સમાજની અસ્મીતા જાળવવા છેક સુધી પકડાઈ રહ્યુ.ત્રણ જીલ્લાની સીટમાં આ મુદ્દો ચાલ્યો ને બીજુ ઓછુ મતદાનના કારણે લીડ ઘટી છે. ગત વખતની જેમ લીડમા પ્રથમ ખેરાલુ અને બીજામા રાધનપુરે જાળવી રાખ્યુ છે. લોકસભામા આવતી સાત વિધાનસભા સીટોમાંથી ચાર સીટો હાર્યા હતા છતા આપણે જીત્યા છીએ કેન્દ્રના મોવડી મંડળે ભારતના પ્રથમ ૧ર૦ ઉમેદવારોમા ત્રીજા નંબરે પાટણ લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા હતા. જેથી ૬ર દિવસનો સમય મળ્યો. લોકોમા ઉત્સાહ હતોે તેમા ઓટ આવી છતા જીત્યા છીએ. કોઈ મતદાર કોઈ ગામ પહેલી ચુંટણીમા મત ન આપે તો બીજીમા મત આપશે. બીજી ચુંટણીમાં મત ન આપે તો ત્રીજીમા મત આપશે ત્રીજી ચુંટણીમા મત ન આપે તો ચોથીમા મત આપશે અને ચોથી ચુંટણીમા મત ન આપે તો પાંચમીમા આપશે તેવી વેરઝેર વગરની પધ્ધતિથી ચાલવાથી પાંચમી ચુંટણીમા સતલાસણા તાલુકાના તાલેગઢ ચાર વખત મત ન આપ્યા આ વખતે ખુબ જ મત આપ્યા છે. ચુંટણી લડવી એટલે

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us