Select Page

ક્ષત્રિય રાજપૂત સમાજની નારાજગી સમયે ચૌધરી સમાજ ભાજપની પડખે
ભરતસિંહ ડાભીને ખેરાલુ વિધાનસભામાં ૩૯૪૧૩ની લીડ
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
પાટણ લોકસભાની ચુંટણીમાં ભરતસિંહ ડાભીને ભાજપ રીપીટ કરવાનુ નથી તેવી અફવાઓ સામે દેશમાં સૌથી પહેલા જાહેર થયેલા ઉમેદવારોમાં ત્રીજા ક્રમે ભરતસિંહ ડાભીને રીપીટ કરાતા તમામ અટકળોનો અંત આવી ગયો હતો. પાટણ- લોકસભામાં કોંગ્રેસને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને જાહેર કરતા ભરતસિંહ ડાભીની લીડ ગત ર૦૧૯ લોકસભા કરતા પણ બેવડાઈ જશે તેવો માહોલ ઉભો થયો હતો. પરંતુ પૂર્વ કેન્દ્રીય મંત્રી રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરૂધ્ધ કરેલા બફાટને કારણે જીતની બાજી હારમાં પલટાય તેવો માહોલ ઉભો થયો હતો. ક્ષત્રિય રાજપૂત સમાજના સમગ્ર ગુજરાતમા ઠેર ઠેર સંમેલનો શરૂ થતા તેની અસર પાટણ લોકસભા સીટમા પણ જોવા મળી હતી.
ખેરાલુ વિધાનસભાના વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકામા ક્ષત્રિય સમાજના આગેવાનો ભાજપ સાથે હતા તે નિષ્ક્રીય થઈ ગયા હતા. ખેરાલુ વિધાનસભામા ર૦૧૯ લોકસભામા પ૮૯૪પ ની લીડ મળી હતી. જયારે ર૦ર૪ લોકસભામા ૩૯૪૧૩ મતની લીડ મળી છે. જેથી ભરતસિંહ ડાભીની ૧૯પ૩ર મતની લીડ ઘટી ગઈ છે. ર૦૧૯માં ભરતસિંહ ડાભીને પહેલી વખત ભાજપે લોકસભામાં ટીકીટ આપી ત્યારે ખેરાલુ વિધાનસભામા તમામ ઈત્તર સમાજ સાથે ચૌધરી અને ક્ષત્રિય રાજપૂત સમાજ સાથે રહ્યો હતો. આ વખતે ક્ષત્રિય રાજપૂત સમાજ વિરૂધ્ધ રૂપાલાના બફાટના કારણે ક્ષત્રિય રાજપૂત સમાજના માત્ર ૧૦% મત મળ્યા છે. જેથી ભરતસિંહ ડાભીની ૧૯૫૩૨ મતની લીડ કપાઈ છે.
તાલુકો કોંગ્રેસ ભાજપ લીડ
સતલાસણા ૧૯૨૮૭ ૨૪૪૩૫ ૭૧૪૮ (ભા)
ખેરાલુ ૧૯૫૭૭ ૪૪૭૪૬ ૨૫૧૬૯ (ભા)
વડનગર ૭ર૬ર ૧૬૩પ૮ ૯૦૯૬ (ભા)
૪૬૧ર૬ ૮પપ૩૯ ૩૯૪૧૩ (ભા)
ખેરાલુમાં લોકસભાની ચૂંટણી ટાણે અર્બુદા સેવા સમિતીની મિટીંગ મળી ત્યારે દુધસાગર ડેરી ના પૂર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરી દ્વારા પોતાના વક્તવ્યમાં આડકતરી રીતે ભાજપના પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીને સમર્થન જાહેર કરતા ખેરાલુ સહિત પાટણ લોકસભામા આવતી તમામ વિધાનસભાના ચૌધરી સમાજ દ્વારા ભાજપની તરફેણમાં ભારે મતદાન કર્યુ છે. ખેરાલુ વિધાનસભામા જે રીતે ક્ષત્રિય રાજપૂત સમાજના ૧૦% મત ભાજપને મળ્યા છે. તેજ રીતે ચૌધરી સમાજના ૧૦% મત કોંગ્રેસને મળ્યા છે. ચૌધરી સમાજ મક્કમતાથી ભાજપની સાથે રહેવા પાછળ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ખેરાલુ વિધાનસભાના સંયોજક હેમંતભાઈ, ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ પરથીભાઈ ચૌધરીના પ્રયત્નોથી દૂધસાગર ડેરીના પૂર્વે વાઈસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભીખાલાલ ચાચરીયા, નિવૃત ડી.વાય.એસ.પી.એમ.ડી. ચૌધરી, મલેકપુર જિલ્લા સીટ ઈન્ચાર્જ દિનેશભાઈ ચૌધરી (હિરવાણી), દલસંગભાઈ ચૌધરી (મછાવા), કપીલભાઈ ચૌધરી (પાન્છા), કનુભાઈ ચૌધરી (મંડાલી), જેસંગભાઈ ચૌધરી (ચાચરીયા), રામભાઈ ચૌધરી (મંદ્રોપુર), વિનુભાઈ ચૌધરી (પ્રિન્સીપાલ), રાકેશભાઈ ચૌધરી (વિઠોડા), પરથીભાઈ ચૌધરી (વિઠોડા), ભગુભાઈ ચૌધરી (વઘવાડી), કેશુભાઈ ચૌધરી (વઘવાડી), મહેશભાઈ ચૌધરી (ચાડા), કીર્તીભાઈ ચૌધરી (ડાઓલ), નરેશભાઈ ચૌધરી (ડાઓલ), ડાહ્યાભાઈ ચૌધરી (મહિયલ), પ્રહેલાદભાઈ ચૌધરી (ગોરીસણા), કીર્તિભાઈ ચૌધરી (ગઠામણ), મહેશભાઈ ચૌધરી (મલેકપુર), ચિંતનભાઈ ચૌધરી (ઉમરી), નાનજીભાઈ ચૌધરી (મહામંત્રી સતલાસણા તાલુકા ભાજપ), હિતેશભાઈ ચૌધરી (આંકલીયારા), નરસિંહભાઈ ચૌધરી (નવાવાસ રાજપુર) જેવા અનેક આગેવાનોમાં પ્રયત્નોથી ચૌધરી સમાજ ભાજપ સાથે મક્કમતાથી ઉભો રહ્યો હતો.
પાટણ લોકસભા ર૦ર૪ની ચુંટણીમા ખેરાલુ વિધાનસભામા સૌથી ઓછી લીડ સતલાસણા તાલુકામાં મળી છે. ગત ર૦૧૯ ની લીડ કરતા લીડ અડધી થઈ ગઈ છે. વડનગર તાલુકાના રર ગામોમા લીડમાં ઘટાડો થયો છે. જયારે ખેરાલુ તાલુકાએ લીડ જાળવી રાખી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts