Select Page

વિસનગર તાલુકાના વિકાસકામોમાં ભાજપના કાર્યકરોની ડખલગીરીથી રોષ

વિસનગર તાલુકાના વિકાસકામોમાં ભાજપના કાર્યકરોની ડખલગીરીથી રોષ
  • ગામમાં જેમને કોઈ ગણતુ નથી તેવા ભાજપના નામે ચાલતા ચાર-પાંચ નાના કાર્યકરો પોતાનુ રાજકીય વર્ચસ્વ બતાવવા ગામડાઓમાં થનાર વિકાસકામોમાં ચંચુપાત કરી રહ્યા છે

વિસનગર તાલુકામાં સરકારની વિવિધ ગ્રાન્ટો અને યોજના હેઠળ તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત દ્વારા જરૂરી વિકાસકામો કરવા માટે આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે ગામમાં જેમને કોઈ ગણતુ નથી તેવા ભાજપના નામે ચાલતા ચાર-પાંચ નાના કાર્યકરો તાલુકામાં પોતાનું રાજકીય વર્ચસ્વ બતાવવા ગામડાઓમાં થનાર વિકાસકામોના ઠરાવોમાં ફેરફાર કરવા સરપંચો અને વહીવટદાર તલાટીઓને ટેલીફોનીક સુચના આપતા તાલુકાની જનતામાં ભારે રોષ ભભુક્યો છે. કેટલાકને તો ફોન કરી વિકાસકામમાં ડખલગીરી કરનાર કાર્યકરોના કોલ રેકોર્ડીંગ વાયરલ કર્યા હોવાનું ચર્ચાય છે.
ભાજપ સરકાર દરેક ગામડાઓમાં અભુતપુર્વ વિકાસકામો કરવા તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતમાં નિયમોનુસાર ગ્રાન્ટ ફાળવે છે. જેમા સરકારની ગાઈડલાઈન પ્રમાણે ૧૦ ટકા જીલ્લા પંચાયત અને ૨૦ ટકા તાલુકા પંચાયતના સદસ્યોને તેમજ ૭૦ ટકા દરેક ગ્રામ પંચાયતોને વિકાસકામો કરવા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. સરકારની વિવિધ ગ્રાન્ટોમાંથી તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતના સદસ્યો પોતાના મત વિસ્તારના ગામોમાં જરૂરી વિકાસકામો કરે છે. જ્યારે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ સભા બોલાવી ગ્રામજનોની માગણી મુજબ ગામમાં વિકાસકામો કરવા ઠરાવ કરવામાં આવે છે. વિસનગર તાલુકામાં સરકારની એ.ટી.વી.ટી., આયોજન, ધારાસભ્ય ફંડ, નાણાંપંચ સહિત અન્ય ગ્રાન્ટોમાંથી તાલુકા સદસ્યો, જીલ્લા સદસ્યો અને ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોની માગણી પ્રમાણે ઠરાવ કરી વિકાસકામો કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. અત્યારે વિકાસકામોમાં વપરાતા મટીરીયલ્સમાં સિમેન્ટ, રેતી, કપચી, ઈટો સહિત અન્ય વસ્તુઓના ભાવ આસમાને છે. મોટાભાગના સરપંચો અને વહીવટદાર તલાટીઓ કોન્ટ્રાક્ટરો પાસે વિકાસકામો કરાવતા હોવાથી તેઓ આર્થિક નુકશાન થવાના ડરથી કેટલાક કામો કરવા તૈયાર થતા નથી. કોન્ટ્રાક્ટરોને પેવર બ્લોક નાખવાના કામમાં થોડો ફાયદો થતો હોવાથી તેઓ પેવરબ્લોક સાથે રોડ, ગટરલાઈન, સંરક્ષણ દિવાલ જેવા અન્ય વિકાસકામો કરવા તૈયાર થાય છે. ત્યારે ગામમાં જેમને કોઈ ગણતુ નથી તેવા ભાજપના નામે ચાલતા તાલુકાના ચાર- પાંચ નાના કાર્યકરો તાલુકામાં પોતાનું રાજકીય વર્ચસ્વ બતાવવા ગામડાઓમાં થનાર વિકાસકામોના ઠરાવોમાં ફેરફાર કરવા કેટલાક સરપંચો અને વહીવટદારો (તલાટીઓ)ને ટેલીફોનીક સુચના આપતા અત્યારે આ મુદ્દો તાલુકાના ગામોમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. વિકાસકામોના આયોજનમાં ફેરફાર કરવાની ટેલીફોનિક સુચના આપનાર ભાજપના કાર્યકરો સામે તાલુકાની જનતામાં ભારે રોષ ઉભો થયો છે. કેટલાકને તો આવનારી ગ્રામ પંચાયતની ચુંટણી ટાણે વાઈરલ કરવા કાર્યકરોના કોલ રેકોર્ડીંગ રાખ્યા છે. જ્યારે કેટલાકે વિકાસકામમાં ડખલગીરી કરી ભાજપ સરકારને બદનામ કરનાર કાર્યકરોનુ રાજકીય પતન કરવા કોલ રેકોર્ડીંગ વાયરલ કર્યા હોવાનું ચર્ચાય છે. ત્યારે તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટે, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અંકિતભાઈ પટેલ તેમજ તાલુકાના સરપંચો અને વહીવટદાર તલાટીશ્રીઓ આ ગંભીર બાબતની ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલને જાણ નહી કરે તો આવનારી ગ્રામ પંચાયતની ચુંટણીમાં તેની વિપરીત અસર થશે અને ભાજપને નુકશાન થશે. ફોન કરી ગામડાઓનો વિકાસ રૂંધવાનું કામ કરનાર ભાજપના ચાર-પાંચ કાર્યકરોને કોઈ નુકશાન થવાનુ નથી. જોકે આ કાર્યકરોએ કેટલાક રાજકીય પ્રભુત્વ ધરાવતા સરપંચોને વિકાસકામોના ઠરાવમાં ફેરફાર કરવાનુ કહેવાની હિંમત કરી નથી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts