Select Page

વલસાડ-વડનગર અને ઉજ્જૈન-ગાંધીનગરની ખેરાલુ સુધી ટ્રેન લંબાવવા રેલ્વે મંત્રીને સાંસદ ભરતસિંહ ડાભીની રજૂઆત

વલસાડ-વડનગર અને ઉજ્જૈન-ગાંધીનગરની ખેરાલુ સુધી ટ્રેન લંબાવવા રેલ્વે મંત્રીને સાંસદ ભરતસિંહ ડાભીની રજૂઆત

તારંગા અમદાવાદ રેલ્વે વર્ષો પહેલા મીટર ગેજમાં ચાલતી હતી. કેન્દ્ર સરકાર દ્વારા આ રેલ્વે બંધ કરી પાટા ઉખાડી નાંખવાની તૈયારી શરૂ કરી હતી ત્યારે વિસનગર, વડનગર, ખેરાલુ અને સતલાસણાના આગેવાનો દ્વારા આંદોલનો કર્યા હતા. રેલ્વે ચાલુ કરાવવા ભારે લડત આપી હતી. મહેસાણા ખાતે ચાર તાલુકાના આગેવાનો દ્વારા ધરણા પણ કર્યા હતા. મહેસાણાના તત્કાલીન કોંગ્રેસના કલ્પવૃક્ષ સમાન પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલે પારણા કરાવી તારંગા- અમદાવાદ રેલ્વે ચાલુ કરાવવા ર૦૦૬-૭મા બાંહેધરી આપી હતી. ત્યારબાદ કેન્દ્રમા કોંગ્રેસનુ સાશન હતુ. પરંતુ મહેસાણા સાંસદ ભાજપના જયશ્રીબેન પટેલ જીત્યા હતા. જેના કારણે રેલ્વે શરૂ કરવાની વાત દબાઈ જતા ફરીથી રેલ્વે ચાલુ કરાવવા આંદોલન શરુ કર્યુ હતુ. ત્યારે ખેરાલુના તત્કાલીન ધારાસભ્ય અને હાલના સાંસદ ભરતસિંહ ડાભીએ ટેકો આપ્યો હતો. કોંગ્રેસના ભરતસિંહ સોલંકી દ્વારા કેન્દ્રમા રજૂઆત કરતા કેન્દ્ર સરકારે તારંગા-મહેસાણા રેલ્વે ટ્રેકને બ્રોડગ્રેજમા રૂપાંતરીત કરવા સૈધ્ધાંતિક મંજૂરી આપી હતી. ત્યારબાદ ર૦૧૪માં નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી તે પછી પણ કોઈ કાર્યવાહી ન થતા ફરીથી આંદોલનો શરૂ થયા. છેવટે નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નો થી ટુંક સમયમાં તારંગા- મહેસાણા રૂટને આબુરોડ-અંબાજી લંબાવવા ર૭૦૦ કરોડની બજેટમાં જોગવાઈ કરાઈ. જેમા ભારતના તમામ પ્રસિધ્ધ યાત્રાધામોને રેલ્વે સાથે જોડવા નિર્ણય લેવાયો હતો. જેનો લાભ ખેરાલુ સતલાસણા અને દાંતા તાલુકાને મળ્યો છે. હાલ દિવસમાં એક ટાઈમ વરેઠા ગાંધીનગર ટ્રેન આવે છે. જે ટ્રેન પણ શનિવાર અને રવિવારે બંધ થઈ જાય છે. આ બાબતે ખેરાલુ રેલ્વે અને રોડ પેસેન્જર એસોશિએશનના પ્રમુખ દિનેશભાઈ રાણા અને ખેરાલુ શહેર ભાજપ મહામંત્રી રાજુભાઈ સથવારા દ્વારા વલસાડ-વડનગર અને ઉજ્જૈન-ગાંધીનગર ટ્રેનને ખેરાલુ-વરેઠા સુધી લંબાવવા લોકસભાની ચુંટણી પહેલા માંગણી કરી હતી.
પાટણ લોકસભાની ચુંટણીમા જીત મેળવ્યા પછી પાટણ સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને સંબોધી ૧-૭-ર૪ ના રોજ પત્ર લખી બે ટ્રેનોને ખેરાલુ સુધી લંબાવવા માંગણી કરી હતી. પત્રમાં જણાવ્યુ છે કે પશ્વિમ રેલ્વે દ્વારા છેલ્લા બે વર્ષથી ખેરાલુ-વરેઠા રેલ્વે સ્ટેશન પર તમામ ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવામા આવ્યુ છે. જો કે હજુ સુધી આ સ્ટેશનને જોડતી કોઈ ટ્રેન સેવા શરૂ કરવામા આવી નથી. ઉજ્જૈનથી આવતી ટ્રેન સવારે ૭-૦૦ વાગ્યે ગાંધીનગર પહોચે છે. અને સાંજે લગભગ છ વાગ્યે ઉજ્જૈન જવા રવાના થયા છે. ગાંધીનગર ખાતે લગભગ ૧૦ કલાક પડી રહે છે. આ ટ્રેન ખેરાલુ સુધી લંબાવી શકાશે. તેવી જ રીતે વડનગર પહોચતી વલસાડ એક્સપ્રેસ ટ્રેન પણ ખેરાલુ સુધી લંબાવી શકાય તેમ છે. આ બન્ને ટ્રેનોના વિસ્તરણથી વિસ્તારના લોકોને ઘણો ફાયદો થશે. વિસ્તારના લોકોની માંગણી પર ધ્યાન આપી બન્ને ટ્રેનો ખેરાલુ સુધી લંબાવવાની મંજૂરી આપવા પાટણ-સાંસદ ભરતસિંહ ડાભીએ વિનંતી કરી છે.
ટ્રેનો ચાલુ થાય તો વિસનગરમાં ટ્રાફિકની સમસ્યા શરુ થશે
જો આ બન્ને ટ્રેનો શરૂ થશે તો દિવસમાં છ વખત વિસનગરના ફાટકો બંધ રહેશે. જેના કારણે કારણે ટ્રાફિકની સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરશે. વિસનગરમાં આઈ.ટી.આઈ.ફાટકનો ઓવરબ્રિજ ઝડપથી બનાવવા કાર્યવાહી કરવી જોઈએ. તેમજ વિસનગરમા સાર્વજનિક સ્મશાન પાસેના અંડરપાસ ઉપર પણ ઓવર બ્રિજ બનાવવામા આવે તો ગંજ બજાર અને એમ.એન.કોલેજ રોડની ટ્રાફિક સમસ્યા થી છુટકારો મળે વિસનગર ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી આ બાબતે વિચારશે ખરા ?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts