Select Page

વિસનગરમાં હજ્જારો ભક્તોના જયઘોષ સાથે ભગવાન જગન્નાથજીની નગરચર્યા

વિસનગરમાં હજ્જારો ભક્તોના જયઘોષ સાથે ભગવાન જગન્નાથજીની નગરચર્યા

કાંસા શ્રી અંબિકા સંસ્થાન ટ્રસ્ટે મોસાળાના મુખ્ય મનોરથીનો લાભ લીધો

  • વિસનગર ધારાસભ્ય તેમજ રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલે ભગવાન જગન્નાથજીની આરતી ઉતારી રથનું પ્રસ્થાન કરાવ્યુ હતુ
  • કાંસાના ભાજપ અગ્રણી જશુભાઈ પટેલના નેજા હેઠળ હરિહરલાલજીના પ્રાગટ્ય સ્થળ અંબાજી માતાના મંદિરથી મોસાળા મનોરથ સ્થળ વિસનગર ઉમિયા માતા મંદિર સુધી વાજતે ગાજતે વિશાળ શોભાયાત્રા નિકળી હતી

“હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી”, “મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે” ના ગગનભેદી જયઘોષ સાથે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી તથા ભાઈ બાલભદ્ર વિસનગરમાં નગરચર્યાએ નિકળતા ભક્તોમાં અનેરો ઉન્માદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. બેન્ડવાજા અને ડી.જે.ના તાલે નિકળેલી ૭ કી.મી.ની રથયાત્રાનુ ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. રથયાત્રા દરમિયાન આખા રૂટ ઉપર સેવાભાવી સંસ્થાઓ તથા દાતાઓએ રથયાત્રિકો માટે ઠંડા પીણા, શરબત, નાસ્તા, છાશ સહિત અન્ય સેવાકેમ્પો કર્યા હતા. વિસનગરમાં નિકળતી રથયાત્રા યાદગાર અને લોક ઉત્સવ બની રહે તે માટે હરિહર સેવા મંડળ દ્વારા તન, મન, ધનથી છેલ્લા ત્રણ માસથી પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
વિસનગરમાં અષાઢી બીજના રોજ રવિવાર હરિહર સેવા મંડળથી વર્ષ પરંપરાગત શહેરમાં ૪૪ મી રથયાત્રા નિકળી હતી. આ રથયાત્રા માટે હરિહર સેવા મંડળ તથા સ્વયંસેવક ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. સવારે ૧૦-૦૦ કલાકે હરિહર સેવા મંડળમાં આરતીનો ચડાવો શરૂ થતા શહેરના એક વૈષ્ણવ ભક્તે રૂા.૫૧,૦૦૦ ચડાવો બોલી ભગવાન જગન્નાથજીની આરતીનો લાભ લીધો હતો. જ્યારે રૂા.૧૫,૦૦૦ ચડાવો બોલી જીતેન્દ્રકુમાર બાબુલાલ પટેલે રથયાત્રાનો પ્રથમ રથ ખેચનાર યજમાનનો લાભ લીધો હતો. વિસનગર ધારાસભ્ય તેમજ રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલે ભગવાન જગન્નાથજીની આરતી ઉતાર્યા બાદ શહેરની પરિક્રમા માટે રથનું પ્રસ્થાન કરાવ્યુ હતુ. વિસનગર એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ પટેલ (ગળીયા), શહેરના વેપારી અગ્રણી રાજુભાઈ પટેલ (આર.કે.), પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ, તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મુકેશભાઈ ચૌધરી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ચૌધરી, સુમિત્રાબેન પટેલ, વર્ષાબેન પટેલ, રણછોડભાઈ દેસાઈ (આર.ડી.), સામાજીક કાર્યકર કમલેશભાઈ જીવાભાઈ પટેલ, જે.કે.ચૌધરી, મહેન્દ્રભાઈ પટેલ (કમાણા), કિર્તીભાઈ પટેલ (કલાનિકેતન), હસમુખભાઈ પટેલ (જનસંઘ), ભરતભાઈ પટેલ(એકાઉન્ટન્ટ), શહેર તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, તાલુકા પંચાયત, નગરપાલિકા, તાલુકા ખરીદ વેચાણ સંઘ તથા એપીએમસીમાં ચુંટાયેલા સભ્યો અને હરિહર સેવા મંડળના ટ્રસ્ટીઓની હાજરીમાં બેન્ડવાજા અને ડી.જે.ના તાલે “જય રણછોડ માખણ ચોર” “હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી”ના ગગનભેદી જયઘોષ સાથે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ તથા બહેન સુભદ્રા શહેરમાં નગરચર્યા કરવા નિકળ્યા હતા. આ રથયાત્રામાં ૩૦ ટ્રેક્ટર, ૧૦ ઉંટલારી, ૧૦ શણગારેલી બગીઓ તથા ૩૦ ભજન મંડળીઓ જોડાઈ હતી. આ સાત કી.મી.ની નિકળેલી રથયાત્રાના રૂટ ઉપર સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓએ ઠંડાપીણા, શરબત, નાસ્તો, છાશ સહિત ૩૫ થી વધુ સેવાકેમ્પો ઉભા કર્યા હતા. રથયાત્રા દરમિયાન ભગવાન શિવનું તાંડવ નૃત્ય તથા રાજસ્થાની અને આદીવાસી નૃત્યોએ લોકોમાં આકર્ષણ જમાવ્યુ હતુ. શહેરના માર્ગો ઉપર દર્શન આપવા નિકળેલા ભગવાન જથન્નાથજી, બહેન સુભદ્રાજી તથા ભાઈ બાલભદ્રજીનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. જેમાં ગુલઝાર પાન હાઉસ અને લાલ દરવાજા વિસ્તારમાં મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા ભગવાનને ફુલહાર પહેરાવી રથયાત્રાનું સ્વાગત કરી ભાઈચારાનો સંદેશો પાઠવ્યો હતો. આશરે ૧૨-૩૦ કલાકે ભગવાનનો રથ પટણી દરવાજા ઉમિયા માતાજીના મંદિરમાં પહોચતા ત્યાં મોસાળા મનોરથ મહોત્સવમાં રથયાત્રાનો બે કલાકનો વિરામ હતો. જ્યાં ભગવાનને રથમાંથી ઉતારી નવા વસ્ત્રો, આભૂષણ પહેરાવી શણગાર કરવામાં આવ્યો હતો. આ વર્ષે કાંસા ગામના ભાજપ અગ્રણી જશુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રી અંબિકા સંસ્થાન ટ્રસ્ટ કાંસા એ મોસાળાના મુખ્ય મનોરથી તરીકે લાભ લીધો હતો. જેના કારણે કાંસાના ગ્રામજનોમાં પણ ઉત્સાહનો માહોલ હતો. કાંસાના ગ્રામજનો સવારે ૯-૦૦ કલાકે હરિહરલાલજીના પ્રાગટ્ય સ્થળ અંબાજી મંદિરથી ડી.જે.સાઉન્ડ, બગીઓ, ઉંટલારીઓ સાથે મોટી સંખ્યામાં વાજતે ગાજતે નિકળી ૧૧-૦૦ કલાકે મોસાળા મનોરથ સ્થળ ઉમિયા માતાજી મંદિર આવી પહોચ્યા હતા. મોસાળાના મુખ્ય મનોરથી શ્રી અંબિકા સંસ્થાન ટ્રસ્ટ કાંસાના પ્રમુખ જશુભાઈ પટેલ તથા સહાયક મનોરથી સભ્યો દ્વારા ભગવાન જગન્નાથજીની આરતી કરીને છપ્પનભોગ પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. જ્યાં ૭૦૦૦ થી ૭૫૦૦ રથયાત્રિકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. મોસાળા મહોત્સવના મુખ્ય કન્વીનર ભરતભાઈ પટેલ(એકાઉન્ટન્ટ), મનિષભાઈ પટેલ (ગળીયા), હર્ષલભાઈ, બાબુભાઈ બેન્કર, મહેશભાઈ પટેલ(ઓમકાર), જનકભાઈ પંચાલ, સંજયભાઈ પટેલ સહિત કમિટીના સભ્યોએ આ મહોત્સવને યાદગાર બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. રથયાત્રા દરમિયાન અલગ અલગ સ્થળે ડી.જે.સાઉન્ડ સાથે રાખવામાં આવેલ લાઈવ પ્રોગ્રામો આગળ રથયાત્રિકો અને ભક્તો મન મૂકીને નાચ્યા હતા. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી તથા ભાઈ બાલભદ્ર શહેરની નગરચર્યા કરી આશરે ૫-૩૦ કલાકે નિજમંદિરમાં પરત ફર્યા હતા. આ રથયાત્રાની સુરક્ષા માટે ડી.વાય.એસ.પી. દિનેશસિંહ ચૌહાણ, મહેસાણા એલ.સી.બી. પી.આઈ. એસ.એસ.નિનામા તથા વિસનગર શહેર પી.આઈ. એ.એન. ગઢવી સહિત પોલીસ કાફલો રથયાત્રાના માર્ગો ઉપર ખડેપગે હાજર રહ્યો હતો. આ સાથે પોલીસે ડ્રોન કેમેરાથી સતત બાજનજર રાખી હતી. આ મહોત્સવમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે પ્રદેશ ભાજપ સહ પ્રવક્તા જયરાજસિંહ પરમાર(કાંસા), લાલભાઈ પટેલ(પટેલ જ્વેલર્સ), અનિલભાઈ પટેલ(હેપ્પી), શામળભાઈ દેસાઈ, રમેશભાઈ પટેલ(લાયન્સ), પાલિકાના પૂર્વ પ્રમુખ રૂપલભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ પટેલ(ગાંધી), સહિત આગેવાનો હાજર રહ્યા હતા.

વિસનગર રથયાત્રા રૂટના સેવાકેમ્પો

શ્રી જબરેશ્વર મહાદેવ સથવારા પરિવાર કાળકા માતાનુ પરૂ - શરબત અને ઠંડુ પાણી, પ્રકાશભાઈ સથવારા પરિવાર - છાસ, પ્રજાપતિ ભાઈઓ દિપક ચાર રસ્તા - ઠંડુ પાણી, ગંજી મિત્ર મંડળ ગંજી - શરબત, શ્રી રામજી મંદિર કન્યા શાળા - ઠંડુ પાણી, દરબાર રોડ મિત્ર મંડળ - છાસ, સાંકડી શેરીના નાકે મિત્ર મંડળ - શરબત અને ઠંડુ પાણી, એક ટાવર મિત્ર મંડળ ટાવર બજાર - છાસ, સ્પાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટાવર બજાર - બિસ્કીટ, શ્રી વિસનગર ગુજરાતી સોની સમાજ ચોક્સી બજાર - શરબત, મંડીબજાર સ્વાગત - નગર પાલિકા ચિફ ઓફીસર, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, શામળભાઈ દેસાઈ, આર.ડી.દેસાઈ, કિરીટભાઈ પરમાર, વિજયભાઈ પરમાર, રંજનબેન પરમાર, પિતામ્બરભાઈ સીંધી, હિરેનભાઈ પટેલ વિગેરે કોર્પોરેટરો દ્વારા સ્વાગત, ગુલઝાર પાસે મુસ્લીમ સમાજ દ્વારા સ્વાગત - મુસ્તાકભાઈ બહેલીમ, ફારૂકભાઈ બહેલીમ, તોફીકભાઈ મનસુરી, ઈર્શાદભાઈ વકીલ, યુસુફભાઈ જીલાની, મુસ્તાકભાઈ સીંધી, બાબાભાઈ સૈયદ, કાળુભાઈ ગુલઝાર વગેરે આગેવાનો દ્વારા સ્વાગત, ગોસાવાડ મિત્ર મંડળ લાલ દરવાજા - છાસ, લાલ દરવાજા મુસ્લીમ સમાજ દ્વારા સ્વાગત, લાલ દરવાજા - લાલાભાઈ રબારી પૂર્વ ન.પા.પ્રમુખ, રબારી સમાજ દ્વારા સ્વાગત, રામજી મંદિર ઝાંપલીપોળ યુનુસભાઈ નાગોરી પરિવાર દ્વારા જીરા બોટલ અને ઠંડા પાણીની બોટલ, શ્રી મહાકાલી ધાર્મિક મંડળ પટણી દરવાજા - ઠંડુ પાણી, સંત શ્રી સવૈયાનાથ ટ્રસ્ટ પટણી દરવાજા - ઠંડુ પાણી, ઉમિયા માતાના મંદિર પાસે - પાર્ટી ગીત, મારવાડી વાસની સામે મિત્ર મંડળ દ્વારા ઠંડુ પાણી, ટાઉન હૉલ સામે મિત્ર મંડળ દ્વારા - ઠંડુ પાણી, જીતેન્દ્ર સ્ટીલ જ્યોતિ હોસ્પિટલ સામે - છાસ, રોટરી-રોટરેક્ટ ક્લબ-ભાગ્યલક્ષ્મી એન્ટરપ્રાઈઝ દ્વારા - છાસ, જી.ડી.હાઈસ્કુલ પાસે ઠાકોર ક્ષત્રિય સેનાના સેવા કેમ્પ - પાર્ટી, શક્તી માર્કેટ સ્ટેશન રોડ - શરબત અને ઠંડુ પાણી, હડકેશ્વરી સેવા કેમ્પ સ્ટેશન રોડ - પાર્ટી ડી.જે. - છાસ અને ઠંડુ પાણી, ભારત વિકાસ પરિષદ સી.એન. કોલેજ પાસે - શરબત, બજરંગ ચોક સર્કલ પાસે - ઠંડુ પાણી, વિસનગર શહેર રીક્ષા ડ્રાયવર વેલ્ફેર એસો. ત્રણ દરવાજા પાસે - ઠંડુ પાણી, ગોવિંદચકલા યુવા મિત્ર મંડળ - કેન્ડી, ગુંદીખાડ સલાટવાડા મિત્ર મંડળ - શરબત, ગુરૂશ્રી ઉમેદપુરી ધાર્મિક પ્રગતિ મંડળ - ડી.જે.સાઉન્ડ અને શરબત, ઠંડુ પાણી ધંતુરીયા પોળ આગળ સુખડીયા પરિવાર દ્વારા ફુલોથી સ્વાગત, માય ન્યુ ઈન્ડીયા ટ્રસ્ટ દ્વારા સ્વાગત તેમજ અનેક ઠેકાણે રથાત્રાના રૂટ ઉપર રથનું સ્વાગત કરાયુ હતુ તેમજ નામી અનામી લોકોએ રથયાત્રાનુ સ્વાગત કર્યુ હતુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts