Select Page

ગટર ઉભરાતા મોં ઉપર રૂમાલ રાખી શીતળા માતાના દર્શન કર્યાપાલિકાની ઉદાસીનતાથી સાતમ આઠમના મેળામાં હાલાકી

ગટર ઉભરાતા મોં ઉપર રૂમાલ રાખી શીતળા માતાના દર્શન કર્યાપાલિકાની ઉદાસીનતાથી સાતમ આઠમના મેળામાં હાલાકી

વર્ષમા એક જ વખત આવતા સાતમ આઠમના મેળામા આ વર્ષે વિસનગર પાલિકા કોઈ આગવી તૈયારીઓ નહી કરતા લોકોમા હાલાકીનો સામનો કરવો પડયો હતો. ગુંદીખાડમા ગટર ઉભરાતા દુર્ગંધથી મો ઉપર રૂમાલ રાખીને લોકોને શિતળા માતાના દર્શન કરવા મજબુર થવુ પડયુ હતુ. જયારે પુર્વ કોર્પોરેટરના પતિ મુસ્તાકભાઈ સિંધીની રજૂઆતછતા વડનગરી દરવાજા વિસ્તારમાં ખાડા નહી પુરાતા મેળામા લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો.
વિસનગરમાં શ્રાવણ માસના મેળામા દર વર્ષે લોકોને અસુવિધા ન થાય તે માટે પાલિકા દ્વારા પૂર્વ તૈયારીઓ કરવામા આવે છે. જેમા સાતમ આઠમના મેળાના વિસ્તારમા સફાઈ ખાડા પુરવા વિગેરે કામગીરી કરવામા આવે છે. પરંતુ આ વર્ષે મેળાની પૂર્વ તૈયારીમા પાલિકાની ઉદાસીનતાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ગુંદીખાડમા શિતળા સાતમના મેળામા લોકો પાલિકાની ઉદાસીનતાનો સામનો કરવો પડ્યો હતો. જોઈતાગલાના માઢ આગળ છેલ્લા ઘણા સમયથી અઠવાડીયામા એક બે વખત ગટર ઉભરાય છે. જેમા જેટીંગથી સફાઈ કરતા પાણી ઉતરી જાય છે અને ફરીથી ઉભરાય છે. કાયમી કોઈ નીકાલ કરવામા આવતો નથી. આ પરિસ્થિતિમા સાતમ મેળાના આગળના દિવસે પૂર્વ તૈયારી રૂપે ગટરની સફાઈ કરવી જરૂરી હતી. પરંતુ આ વોર્ડના ભાજપના સભ્યો ઉઘતા રહેતા સાતમના દિવસે જ ગટર ઉભરાઈ હતી. ગટરના પાણીની એટલી દુર્ગંધ હતી કે લોકોને નાક ઉપર રૂમાલ રાખીને શિતળા માતાના મંદિરમા દર્શન કરવા જવુ પડતુ હતુ. મેળામા આવેલ લોકોને ગટરના ગંદા પાણીમાંથી ચાલીને નીકળવુ પડતુ હતુ. ગટર ઉભરાતા ચાલુ મેળા દરમ્યાન પાલિકાને જેટીંગ મશીનથી સફાઈ કરવી પડી હતી.મેળામા આવનાર લોકોનો રોષ હતો કે વારંવાર ગટર ઉભરાય છે તો આગોતરૂ કંઈ આયોજન કર્યુ નહી. આ વોર્ડના ભાજપના સભ્યો અને પાલિકા તંત્ર કેમ ઉઘતુ રહ્યુ ધર્મના નામે મત માંગવામા આવે છે તો ધાર્મિક કાર્યક્રમોમા કેમ નિષ્ક્રીયતા દેખાય છે.
આવી જ હાલત આઠમના મેળા દરમ્યાન વડનગરી દરવાજા વિસ્તારમાં પણ જોવા મળી હતી. વડનગરી દરવાજા ગેટ પાસે પાણીની લાઈન લીકેજથી ખાડો પડયો હતો. આઠમના છબીલા હનુમાનજી મેળામા ખાડાના કારણે તકલીફ પડે નહી તે માટે પાલીકાના પૂર્વે સભ્ય નૂરજહાબેન સીંધીના પતિ મુસ્તાકભાઈ સીંધીની વારંવાર રજૂઆત બાદ રીપેરીંગ માટે ખોદવામા આવેલો ખાડો પુરવામા આવ્યો હતો. ગેટથી પોલીસ ચોકી વચ્ચે પણ ખાડા હતા જે પુરવા માટે જાણ કરવા છતા કોઈ કાર્યવાહી કરવામા આવી નહોતી. આ વિસ્તાર વોર્ડનં બેમા આવે છે ત્યારે વોર્ડમાં ચુંટાયેલા કોંગ્રેસના કોપોરેટરો દ્વારા પણ મેળાને લગતી તૈયારી બાબતે કોઈ રજૂઆત કરવામા આવી નહોતી. નોંધપાત્ર બાબત છે કે નૂરજાહાબેન સીંધી ગત ટર્મમાં જયારે કોર્પોરેટર હતા તે પાંચ વર્ષ મહિલા કોર્પોરેટરના પતિ મુસ્તાકભાઈ સિંધી દ્વારા દર વર્ષે આઠમના મેળામા વડનગરી દરવાજાથી છબીલા હનુમાન મંદિર સુધી સફાઈ તથા અન્ય વ્યવસ્થા આગોતરી તૈયારી રૂપે કરવામા આવતી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us