Select Page

ખેરાલુ ધારાસભ્યની સુચનાથી રૂા.૩.૪૬ કરોડના વિકાસ કામોનો શહેરને લાભ મળ્યો

ખેરાલુ ધારાસભ્યની સુચનાથી રૂા.૩.૪૬ કરોડના વિકાસ કામોનો શહેરને લાભ મળ્યો
  • ખેરાલુ પાલિકાના ઈતિહાસમાં બીજી વાર મોટી ગ્રાન્ટનો લાભ ખેરાલુ શહેરને મળ્યો
  • જ્ઞાતિ વાદને બાજુ ઉપર મુકી સમગ્ર શહેરને ફાયદો થાય તેવો ધારાસભ્યનો નિર્ણય

ખેરાલુ પાલિકામા સભ્યોનુ સાશન નથી પરંતુ ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી દ્વારા શહેર ભાજપ સંગઠનના પ્રમુખ વી.ડી.દેસાઈ, મહામંત્રી ચેતનજી ઠાકોર, તથા રાજુભાઈ સથવારાની ટીમ તથા પાલિકા પૂર્વે પ્રમુખ હેમન્તભાઈ શુકલ, પાલિકા પૂર્વે સભ્ય જેઠાભાઈ પ્રજાપતિને ખેરાલુ પાલિકાનો વહીવટ કરવાની જવાબદારી સોંપી છે. ત્યારે ધારાસભ્યની સુચનાથી અગાઉ બે કરોડનુ ટેન્ડર તેમજ હવે ૩,૪૬ કરોડનુ ટેન્ડર ના તમામ વિકાસ કામો ખેરાલુ શહેર માટે મંજૂર કરાયા છે. જેનુ ટેન્ડર ખુલી જતા ખેરાલુ શહેરના લોકોની લગભગ તમામ તકલીફો દૂર થઈ જશે.
ખેરાલુ શહેરમા કોઈ વિકાસ કામ થતુ હોય ત્યારે વિવાદો અને વિરોધ તો થવાના જ પરંતુ દેસાઈવાડા ડેરીથી માનકુવા થઈ શિત કેન્દ્ર જતા રોડમાં અનેક વિવાદ અને વિરોધ વચ્ચે આર.સી.સી.રોડ બન્યો છે. પણ આ રોડ સારો બન્યો છે તેવુ તો કહેવુ જ પડે જો તમામ રોડ આવા સારા બને તેવુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને તેમની સંગઠન ટીમે ધ્યાન રાખવુ પડશે. ખેરાલુ પાલિકા દ્વારા બે ટેન્ડર બહાર પાડયા હતા. જેમા એક ટેન્ડર પબ્લીક ટોઈલેટ બે નંગ રૂા.૩૦ લાખનુ હતુ. તેમજ બીજુ ટેન્ડર રૂા. ૩.૧૬ કરોડના વિકાસ કામોનુ ટેન્ડર હતુ. જેમા તમામ ર૦ કામોમા બે કામો શિક્ષણને લગતા હોવાથી સિમ વિસ્તારના છે તેમજ બાકીના ૧૮ કામો ખેરાલુ શહેરના લોકોની તકલીફ દૂર કરતા છે. અગાઉ પાલિકામા સભ્યોનુ સાશન હતુ ત્યારે પણ આજ રીતે કરોડોની ગ્રાન્ટ આવતી હતી. તે સમયે ૧પ થી ર૦ ટકા ગ્રાન્ટ ખેરાલુ શહેરમાં વપરાતી હતી જયારે બાકીની ગ્રાન્ટ સિમ વિસ્તારના વોટ વધારવા જ્ઞાતિવાદ સમિકરણોમા વપરાઈ જતી હતી જેના કારણે ખેરાલુ શહેરના લોકો વિકાસ કામથી વંચિત રહેતા હતા. ધારાસભ્યની સુચનાથી અગાઉ બે કરોડનુ ટેન્ડર આવ્યુ તેમા પણ ખેરાલુ શહેરને સંપૂર્ણ લાભ મળ્યો તેમજ હવે ૩,૪૬,કરોડના કામમા પણ ખેરાલુ શહેરને લાભ મળ્યો છે. ખેરાલુ પાલિકાના ઈતિહાસમા વિકાસ કામોનો લાભ ખેરાલુને મળવાનો બીજો બનાવ પણ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીને કારણે શક્ય બન્યો છે.
ખેરાલુ પાલિકામા ૩૦ લાખનુ ટેન્ડર પબ્લીક ટોઈલેટ બનાવવા બહાર પડયુ જેમા ખેરાલુ અંબાજી હાઈવે પર સાંઈબાબ મંદિર ખાતે તેમજ મ્યુનિસિપલ હાઈસ્કુલમાં પબ્લિક ટોઈલેટ બનાવાશે. બીજુ ટેન્ડર રૂા.૩,૧૬,ર૮, ૩૦પ /- મંજૂર થયુ છે. જેમા ર૦ કામો છે. જેમા (૧) સુરભી કોમ્પ્યુટરથી પુલ તરફ આર.સી.સી.રોડ રૂા.૧૯,૮૩,૯૧૪/- (ર) નદીના પુલથી બાલાપીર તરફ આર.સી.સી.રોડ રૂા.૧૯,૮૩,૯૧૪/- (૩) અંધારીયા પરામાં સી.સી.રોડ રૂા. ૧૯,૯૮,૭૦૩/- (૪) અંધારીયા પરાથી પ્રાથમિક સ્કુલ સુધી રૂા. ૧૯,૯૮,૭૦૩/- (પ) ખોખરવાડાથી મઢી તરફ સી.સી.રોડ, રૂા.૧૭,૭૭,૦૪ર/- (૬) ખોખરવાડા સંઘથી ખાડીયા તરફ ડામર રોડ રૂા.૧૯,૯૦,૮૧૮/- (૭) મેઈન રોડથી વિનુભાઈ ચૌધરીના ઘર તરફ ડામર રોડ રૂા. ૧૬,૪૮,પ૬૭/- (૮) વિનુભાઈ ચૌધરીના ઘરથી તંબોડીયા પરા સુધી ડામર રોડ રૂા.૧૬,૪૮,પ૬૭/- (૯) મેઈન ડેરીથી ડૉ.મન્જીતભાઈના ઘર તરફ ડામર રોડની રૂા.૧૯,૦૧,૧૦૬/- (૧૦) ડૉ. મન્જીતભાઈના ઘરથી ઠાકોરવાસ તરફ ડામર રોડ રૂા.૧૯,૦૧,૧૦૬ (૧૧) ઠાકોરવાસથી જી.ઈ.બી સુધી ડામર રોડ, રૂા.૧પ, ર૩, ૦૭૧/- (૧ર) મેઈન રોડથી પોલીસ આવાસ સુધી સી.સી.રોડ રૂા.૪,ર૭,૧પર/- (૧૩) જીઈબી વોટર વર્કસમા શેડ તથા સી.સી.રોડ રૂા.૧૯,૩૭,૩૧૭/- (૧૪) બારોટવાસથી બાલાપીર તરફ આર.સી.સી.રોડ રૂા.૧૭,૭૩,૬૬૯/- (૧પ) મેઈન રોડથી સધીમાતા મંદિર હનુમાન મંદિર પાસે પેવર બ્લોક રૂા.૪,૯પ,૪૪૬/- (૧૬) રબારીવાસથી હાટડીયા તરફ આર.સી.સી.રોડ રૂા.૧૯,૯૮, પ૦૮/- (૧૭) હાટડીયા બસ સ્ટેશનથી પ્રજાપતિવાસ તરફ આર.સી.સી.રોડ રૂા.૧૯,૯૮,પ૦૮/- (૧૮) રણાના ઢાળથી બારોટવાસ તરફ આર.સી.સી.રોડ રૂા.૧૯,૯૮,પ૦૮/- (૧૯) રુકનશાપીરની દરગાહ પાસે બોક્ષ કલ્વર્ટ રૂા. ર, ૯પ,૭૭૬/- (ર૦) વૃદાંવન ચેકડેમની બાજુમાં માટી પુરાણ રૂા. ૩,૪૭,૯૧૦/- આમ કુલ રૂા.૩,૧૬, ર૮,૩૦પ/- ના ર૦ વિકાસ કામોનુ ટેન્ડર ખુલી ગયુ છે. જેનો વર્ક ઓર્ડર ટુંક સમયમા આપવામા આવશે. હવે આ વિકાસ કામો ખેરાલુ નગરપાલિકાની ચુંટણી આવે તે પૂર્વે યુધ્ધના ધોરણે પૂર્ણ કરવામા આવશે. અને છેલ્લે ખેરાલુ શહેરના લોકોએ પાલિકાની સંપૂર્ણ ગ્રાન્ટ ખેરાલુ શહેરમા વાપરવા બદલ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને તેમની સંગઠન ટીમને અભિનંદન પાઠવવા જોઈએ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us