Select Page

જીલ્લા કલેકટર એમ.નાગરાજનના આદેશથી વિસનગર સીટી સર્વે કચેરીમાં વચોટીયાઓને પ્રવેશબંધી

જીલ્લા કલેકટર એમ.નાગરાજનના આદેશથી વિસનગર સીટી સર્વે કચેરીમાં વચોટીયાઓને પ્રવેશબંધી

મહેસાણા જીલ્લા કલેકટરના આદેશથી જીલ્લાની મહેસુલ વિભાગની કચેરીઓમા રોજે રોજ ફરતા અનઅધિકૃત વ્યક્તિઓ (એજન્ટો) માટે પ્રવેશબંધીના બોર્ડ લગાવવામાં આવ્યા છે. જેમા વિસનગર તાલુકા સેવા સદનમાં આવેલ સીટી સર્વે કચેરીમા એજન્ટ અને દલાલોએ કચેરીમા પ્રવેશ કરવો નહી. અન્યથા આવા અનઅધિકૃત ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે તેવુ બોર્ડ લગાવવામા આવતા અરજદારો આ કચેરીના અધિકારીની પ્રશંસા કરી રહ્યા છે.
અત્યારે મામલતદાર એફ.ડી.ચૌધરી અને પ્રાન્ત અધિકારી દેવાંગભાઈ રાઠોડના કડક વલણથી તાલુકા સેવા સદનમાંથી વચોટીયા ગાયબ
અગાઉ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક જાહેર કાર્યક્રમમા મહેસુલ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો હોવાનુ નિવેદન આપ્યુ હતુ. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીના આ નિવેદનને લોકોએ સમર્થન આપી તેમની નિખાલસતાની ભારોભાર પ્રશંસા કરી હતી. સરકાર સરકારી કચેરીઓમા ચાલતા ભ્રષ્ટાચારને નાબુદ કરવાની માત્ર વાતો કરે છે. અત્યારે સરકારી કચેરીઓમા ભ્રષ્ટાચારએ શિષ્ટાચાર બની ગયો છે. જેથી સરકારી કચેરીઓમા કદી ભ્રષ્ટાચાર નાબુદ થવાનો નથી. આજે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારનુ દુષણ એટલી હદે ઘુસી ગયુ છે કે પ્રામાણિક અધિકારી કે કર્મચારીને નોકરીમા હેરાનગતી થાય છે. સરકારી કચેરીઓમા આજે પ્રામાણિક કર્મચારીઓ કરતા ભ્રષ્ટાચારી કર્મચારીઓનો દબદબો છે. ભ્રષ્ટ કર્મચારીઓને રાજકીય પીઠબળ મળતુ હોવાથી તેમને ટેબલ નીચેની આવક લેવામા કોઈનો ડર હોતો નથી. બે મહિના પહેલા મહેસાણા કલેકટર એમ.નાગરાજનની સુચનાથી જીલ્લાની મહેસુલી કચેરીઓમા અન અધિકૃત વ્યકિતઓ (એજન્ટો) માટે પ્રવેશબંધીના બોર્ડ લગાવવામા આવ્યા હતા. જેમા વિસનગર તાલુકા સેવા સદનમાં બીજા માળે આવેલ સીટી સર્વે કચેરીમા અનઅધિકૃત એજન્ટ અને દલાલોએ કચેરીમા પ્રવેશ કરવો નહી. અન્યથા આવા અનઅધિકૃત ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે. આ કચેરીમા થતી કામગીરી માટે અરજદારશ્રીએ રૂબરૂ હાજર રહેવુ તેવુ બોર્ડ લગાવવામા આવતા અરજદારો આ કચેરીના અધિકારીની પ્રશંસા કરી રહ્યા છે. જો કે અત્યારે મામલતદાર એફ.ડી.ચૌધરી અને પ્રાન્ત અધિકારી દેવાંગભાઈ રાઠોડના કડક વલણથી તાલુકા સેવા સદનમાંથી વચોટીયા ગાયબ થઈ ગયા છે. અગાઉ મામલતદાર આર.એમ.દંતાણી અને પ્રાન્ત અધિકારી વી.જી.રોરના સમયમા તાલુકા સેવા સદનમા બિલાડીના ટોપની જેમ વચોટીયા ફુટી નિકળ્યા હતા. આ સમયે એક નાયબ મામલતદાર રૂા.ર૦૦૦ની લાંચ લેતા એ.સી.બી.ના છટકામા ફસાયા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts