Select Page

બ્લેક સ્ટોન ક્વોરી ઉદ્યોગની સાચી હડતાળને સમર્થન છતા ખેરાલુ-સતલાસણામાં ટ્રાન્સપોર્ટ બંધ થતા કરોડોનુ નુકશાન

બ્લેક સ્ટોન ક્વોરી ઉદ્યોગની સાચી હડતાળને સમર્થન છતા ખેરાલુ-સતલાસણામાં ટ્રાન્સપોર્ટ બંધ થતા કરોડોનુ નુકશાન

ગુજરાત રાજ્યના બ્લેક સ્ટોન ક્વોરી ઈન્ડસ્ટ્રીઝ એસોશિએશનના પ્રમુખ હિતેન્દ્રભાઈ એસ.ઉપાધ્યાયની વિંનંતીને માન રાખી ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ તથા તાલુકાઓના પ્રમુખોએ બ્લેક સ્ટોન ક્વોરીઓ બંધ કરી દીધી છે. તેવુ મહેસાણા જિલ્લા બ્લેક સ્ટોન ક્વોરી એસોસિશિયેશનના પ્રમુખ પ્રવિણભાઈ ચૌધરી જણાવે છે. જેના કારણે ખેરાલુ સતલાસણા તાલુકાની હજારો ટ્રકોના પૈડા થંભી જતા ટ્રાન્સપોર્ટરોને રોજનુ કરોડો રૂપિયાનુ નુકશાન થઈ રહ્યુ છે. મોટી ટ્રકો અને આઈવા ચલાવતા હજારો ડ્રાઈવર કંડકટરો બેસી રહ્યા છે. છતા ટ્રાન્સપોર્ટરોને પગાર ચુકવવો પડે છે. બ્લેક સ્ટોન ક્વોરી એસોશિયેશનને કોઈ નુકશાન નથી. પરંતુ સરકાર અને ક્વોરી એસોશિયેશનની લડાઈમાં બિચારા ટ્રાન્સપોર્ટરો પિસાઈ રહ્યા છે. સરકારે યુધ્ધના ધોરણે નવા એન્વવાયરમેન્ટ સર્ટીફીકેટના તાયફા બંધ કરી જુની પધ્ધતિ પ્રમાણે કાર્યવાહી શરૂ કરાવવી જોઈએ.
ગુજરાત બ્લેક સ્ટોન ક્વોરી ઈન્ડસ્ટ્રીઝ એસોશિયેશન દ્વારા ૧-૧૦-ર૦ર૪ ના રોજ રાજ્યના તમામ ક્વોરી માલિકોને પત્ર લખી વિનંતી કરી હતી કે તમામ ક્વોરીનુ ઉત્પાદન અને વેચાણ બંધ રાખવુ. લીઝ કે ક્રશર પ્લાન્ટ વિસ્તારમા માટીકામ પણ કરવુ નહી. જો ડામર પ્લાન્ટ કે આર.એમ.સી. પ્લાન્ટ હોય તો તે પણ બંધ રાખવા. ગુજરાતમા એન્વાયરમેન્ટ કલીયરન્સની બાબતે ૬૦ ટકા ક્વોરી સરકારે બંધ કરી છે. વાયોલન્સમા ર૦ ટકા બંધ કરવા માંગે છે. જ્યાં સુધી કોઈપણ કારણસર છન(લીઝ કોડ) અપાયા નથી તેમના ટેકામા ૧૦૦ ટકા બંધ કરવાની ફરજ પડી છે. ગૌણ ખનીજમા એન્વાયરમેન્ટ કલીયરન્સ નહોવુ જોઈએેે. તેવી માંગણી છે. લેખીતમા ૧૭-પ-રર મુદ્દા આપેલ છે. તેનો કાયમી ઉકેલ લેખિતમા આપવો. રોયલ્ટીની વિસંગતતા દૂર કરી ખનીજ કિંમત રૂા.પ૦/- કરવી દ્વારકાધિશના સોંગધ લીધા છે. સફળતા મળે ત્યારે માં અંબાજીના દર્શન કરી મળીશુ તેમ જણાવ્યુ છે.
કન્સ્ટ્રકશન ઉદ્યોગ સંપૂર્ણ ઠપ્પ થતા કોન્ટ્રાકટરો અને બિલ્ડરોના દિવાળી ટાર્ગેટ કેવી રીતે પુરા કરશે
બ્લેક સ્ટોન ક્વોરી એસોશિયેશનની હડતાળને કારણે ખેરાલુ સતલાસણા તાલુકાની હજારો આઈવા ટ્રકોના પૈડા અટકી ગયા છે. જેમા હજારો લોકો બેકાર બન્યા છે. દિવાળી તાકડે હડતાળ પડતા ગુજરાત રાજ્યમાં લાખો લોકોની દિવાળી બગડશે. બ્લેક સ્ટોન ક્વોરી ઉદ્યોગની હડતાળને કારણે બિલ્ડરોના અબજો રૂપિયાના પ્રોજેક્ટોનુ કંસ્ટ્રકશન કામ અટકી ગયુ છે. ટુરીઝમ, કલ્ચરલ એક્ટીવીટી અને ફોરેસ્ટ તથા એન્વાયર મેન્ટ કલાઈમેન્ટ ચેન્જ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા યુધ્ધના ધોરણે હડતાળનુ સમાધાન કરવા પ્રયત્ન કરવો જોઈએ નહી તો ગુજરાતમા લાખો ટ્રાન્સપોર્ટરો તથા તેમના કર્મચારીઓની દિવાળી બગડશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us