વિસનગરમાં આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલનો જન્મદિન સેવાકાર્યોથી ઉજવાયો
વિસનગર ધારાસભ્ય તેમજ રાજ્યના આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલના જન્મદિને તા.૩૦-૧૦ના રોજ વિસનગર એ.પી.એમ.સી. અને મહેસાણા જીલ્લા વહીવટીતંત્ર દ્વારા વિસનગર એ.પી.એમ.સી. ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ, મેગા મેડીકલ કેમ્પ તેમજ વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલ તથા તેમના ધર્મપત્નિ મિનાબેન પટેલ, મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ, જીલ્લા કલેક્ટર એમ.નાગરાજન, ડી.ડી.ઓ. ડા.હસરત જૈસ્મીન, દુધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, જીલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, વિસનગર એ.પી.એમ.સી.ના ચેરમેન પ્રિતેેશભાઈ પટેલ, વાઈસ ચેરમેન હરેશભાઈ ચૌધરી, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિંદજી ઠાકોર, અમદાવાદ સિવિલના સુપ્રિટેન્ડેન્ટ ડા.રાકેશ જોષી, જીલ્લા આરોગ્ય અધિકારી ડા.મહેશભાઈ કાપડીયા, વિસનગર તાલુકા હેલ્થ ઓફીસર ડા.આર.ડી.પટેલ, શહેેર ભાજપ પ્રમુખ મનિષભાઈ ગળીયા, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ૬૯૮ રક્તદાતાઓએ રક્તદાન કર્યુ હતુ. જ્યારે ૫૫૭૬ લાભાર્થીઓએ આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લીધો હતો.
રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓની ભીડ અને લાંબી લાઈનો જોઈ સાંજ સુધીમાં ૧૦૦૦ ઉપરાંત રક્તની બોટલ એકઠી થશે તેવી કાર્યકરોની ધારણા હતી. પરંતુ સમયના અભાવે આશરે ૪૦૦ રક્તદાતાઓ રક્તદાન કર્યા વગર પરત ફર્યા હતા
આ કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, સ્વસ્થ સમાજના નિર્માણ માટે લોકભાગીદારી જરૂરી છે. લોક ભાગીદારીથી સ્વસ્થ સમાજનું નિર્માણ શક્ય છે. ત્યારે સ્વસ્થ સમાજના નિર્માણ માટે સમાજના આગેવાનો અને વિવિધ સેવાભાવી સંસ્થાઓએ સહયોગ આપવો પડશે. જેમાં અત્યારે બાળકોમાં કુપોષણ દુર કરવા સૌ સાથે મળીને પ્રયત્નો કરવા પડશે. વધુમાં તેમને જણાવ્યુ હતુ કે, મારા જન્મદિન પ્રસંગે પ્રજાએ આપેલ સ્નેહ, પ્રેમ અને આશિર્વાદનો કાયમ માટે હું આભારી રહીશ. આજે પ્રજાના સાથ સહકારથી હું જનકલ્યાણના કાર્યો કરી શકુ છું. આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલનું રક્તતુલાથી અભિવાદન કરવામાં આવ્યુ હતુ. આ સાથે આરોગ્યમંત્રીના હસ્તે વિસનગર માર્કેટયાર્ડના કોટન શેડ સહિત અન્ય વિકાસકામોનું લોકાર્પણ કરી મંત્રી ઋષિભાઈ પટેલના જન્મદિનની દબદબાભેર ઉત્સાહપુર્વક ઉજવણી કરવામાં આવી હતી.
જે રક્તદાતાઓની ભેટ બાકી હોય તેમને તા.૨૦-૧૧-૨૦૨૪ ને બુધવારથી વિસનગર એ.પી.એમ.સી.ની ઓફિસમાંથી મેળવી લેવી
આ પ્રસંગે આરોગ્યમંત્રીશ્રી ઋષિભાઈ પટેલની ઉપસ્થિતિમાં સીએસઆર હેઠળ ઈકબાલ કડીવાલા અને મિત્ર વર્તુળના સહયોગથી ૧૦૬૪ ગંગા સ્વરૂપ બહેનોને સાડી વિતરણ, 12 gm થી વધુ હિમોગ્લોબિન ધરાવતી ૧૬૪ કિશોરીઓને ડ્રેસ, ૬૪ દિવ્યાંગ લાભાર્થીને ટ્રાઇસિકલ, ૬૪ પ્રજ્ઞાચક્ષુ લાભાર્થીને ડિજીટલ વોક સ્ટ્રીક, ૧૧૬૪ સગર્ભા માતાઓને પૌષ્ટિક લાડુ વિતરણ અને ૧૦૬૪ કિશોરીઓને એચ.પી.વી રસીકરણ કરવામાં આવ્યુ હતુ. જય પ્રિન્ટ પેક લી. રાજપુર તાલુકાઃ-કડીના સહયોગથી કડી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી આરોગ્ય કેન્દ્ર અને તાલુકા આરોગ્ય કચેરીને કુલઃ-૧૧ (128GB {u{he/8GB RAM) સાથે અદ્યતન ટેબ્લેટ વિતરણ,Futaba Industrial Gujrat http://Pvt.Ltd.કંપનીના સહયોગથી આરોગ્ય સંબંધી જરૂરિયાત મુજબ બહુચરાજી તાલુકાને રૂ.૫,૨૬,૦૦૦ ના અધ્યતન મેડિકલ સાધન સામગ્રી વિતરણ કરવામાં આવ્યા હતા. સેરા સેનેટરી વેર લીમીટેડ,કડી કંપનીના સહયોગથી ૧૦(દસ)બેબી વોર્મર,૫(પાંચ) ઈ.સી.જી. મશીન, ૪(ચાર) કોમ્પ્યુટર સેટ તથા ૧૦. તાલુકા હેલ્થ વિઝીટર ને (128 GB {u{he /8 GB RAM) સાથે અધ્યતન ટેબ્લેટ વિતરણ , પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લી.,વડોદરાના સહયોગથી રૂ.૧,૦૫,૭૬,૭૪૬ ના ખર્ચે મહેસાણા તાલુકાના પ્રા.આ.કે.બામોસણાને રૂ.૬૧,૮૨,૩૦૫ અને પ્રા.આ.કે.જગુદણને રૂ.૪૩,૯૪,૪૪૧ ને કુલઃ-૧૫૫ અધ્યતન મેડિકલ સાધન સામગ્રી વિતરણ , ઇન્ડિયન રેડ કોર્સ સોસાયટી, ગુજરાત સ્ટેટ બ્રાન્ચ ના સહયોગથી વિસનગર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી આરોગ્ય કેન્દ્ર અને તાલુકા આરોગ્ય કચેરીને કુલઃ- ૧૧ (128 GB {u{he/8GB RAM)સાથે અદ્યતન ટેબ્લેટ વિતરણ APMC વિસનગરના સહયોગથી સમારોહના પ્રીતિ ભોજન, સ્ટેજ,મંડપ-ડેકોરેશન,રક્તદાતાઓને ટ્રોલી બેગ, ૧૬૪કિશોરીઓને HPV-Cervical Cencer Vaccine દાતાશ્રી નું સન્માન કરવામાં આવ્યુ હતુ.. પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લી.,વડોદરાના સહયોગથી રૂ.૧,૦૫,૭૬,૭૪૬ ના ખર્ચે મહેસાણા તાલુકાના પ્રા.આ.કે.બામોસણાને રૂ.૬૧,૮૨,૩૦૫ અને પ્રા.આ.કે. જગુદણને રૂ.૪૩,૯૪,૪૪૧ ને કુલઃ-૧૫૫ અધ્યતન મેડિકલ સાધન સામગ્રી વિતરણ વગેરે જેવાં સેવા સહાય ના કાર્યો કરવામાં આવ્યા હતા.
રક્તદાન કરનાર
૬૯૮ રક્તદાતાઓને આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલ અને રાજુભાઈ પટેલ (આર.કે.જ્વેલ્સ) તરફથી ૧૦ ગ્રામ ચાંદીનો સિક્કો તેમજ વિસનગર એ.પી.એમ.સી. તરફથી એક ટ્રોલી બેગ ભેટ આપવામાં આવી હતી
અત્રે નોંધપાત્ર બાબત છે કે, આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સવારે રક્તદાતાઓની ભીડ અને લાંબી લાઈનો જોઈ આજ સુધીમાં ૧૦૦૦ ઉપરાંત રક્તની બોટલ એકઠી થશે તેવી કાર્યકરોની ધારણા હતી. પરંતુ સમયના અભાવે આશરે ૪૦૦ જેટલા રક્તદાતાઓ રક્તદાન કર્યા વગર પરત જતા આ કેમ્પમાં રક્તની ૬૯૮ બોટલ એકઠી થઈ હતી. આ કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલની ભારે લોકચાહના જોવા મળી હતી.