Select Page

વિસનગરમાં ડાયવર્ઝન રૂટોથી ઉદભવેલ ટ્રાફીકની સમસ્યાઓના નિરાકરણ માટે બેઠક યોજાઈ

વિસનગરમાં ડાયવર્ઝન રૂટોથી ઉદભવેલ ટ્રાફીકની સમસ્યાઓના નિરાકરણ માટે બેઠક યોજાઈ

જિલ્લા કલેકટર એમ.નાગરાજનના અધ્યક્ષસ્થાને

  • મીટીંગમાં શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ ગળીયાએ આદર્શ પાસેની ઝુપડપટ્ટીના નિરાશ્રીતોના પુનવર્સન માટે રજુઆત કરી

વિસનગર શહેરમાં આઈ.ટી. આઈ.ની બાજુમાં આવેલ રેલ્વે ફાટક ઓવરબ્રીજની કામગીરી માટે અધિક જિલ્લા મેજસ્ટ્રેટશ્રીએ જાહેરનામા દ્વારા તા.૦૯/૧૧/૨૦૨૪થી વાહનોને ડાયવર્ઝન આપેલ છે. જેની અમલવારી બાબતે તથા વિસનગર શહેરમાં આ ડાયવર્ઝન રૂટોના કારણે ઉદભવેલ ટ્રાફીકની સમસ્યાઓના નિરાકરણ બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની સૂચના અનુસાર જિલ્લા કલેકટર એમ નાગરાજનના અધ્યક્ષસ્થાને વિસનગર પ્રાંત કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરે રેલવે ઓવર બ્રિજની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી લોકોને અને વાહનચાલકોને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તે પ્રકારનું આયોજન કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ બહારથી આવનાર ભારે વાહનો માટે રુટ ડાયવર્ઝન અંગે યોગ્ય જાણકારી મળી રહે તે પ્રકારની કામગીરી કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં જાહેરનામાનો ચુસ્તપણે અમલ, સાઇનેઝીસ / લોકજાગૃતિ /વૈકલ્પિક રસ્તાઓ બાબતે યોગ્ય પ્રસિધ્ધિ, હાઇટ બેરિયર લગાડવાની કામગીરી તથા તેના સ્થળ નકકી કરવા બાબત, વૈકલ્પિક રસ્તાઓની મરામત / સમારકામ તેમજ ટ્રાફિક નિયમન અંતર્ગત જનરલ ટ્રાફિક રૂટ નક્કી કરવા, યુટીલીટી રૂટ નક્કી કરવા, વાહનોના રૂટ ખાસ કિસ્સામાં ઁટ્ઠજજ ઇસ્યુ કરવાના થાય તે યુટીલીટીવાળા ટ્રેક પર જાય તથા હેવી વ્હીકલ રૂટ, ટ્રાફિક પોઈન્ટ, મેન્ડેટરી ટ્રાફીક પોઇન્ટ નક્કી કરવા, પોલીસની સતત હાજરી રહે તેની તકેદારી, મુવેબલ એન્ક્રોચમેન્ટ દુર કરવા નિયમિત ડ્રાઇવ અને સરપ્રાઇઝ ડ્રાઇવ સહિતના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં વિસનગર પ્રાંત અધિકારીશ્રી દેવાંગ રાઠોડ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એમ.ચૌહાણ, જી.યુ.ડીસી., માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયત, યુ.જી.વી.સી એલ., નગરપાલિકા સહિત સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીશ્રીઓ, શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ ગળીયા, તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, માર્કેટયાર્ડ વેપારી મંડળના પ્રમુખ જગદીશભાઈ પટેલ, માર્કેટના ડીરેક્ટરભાઈ રાજીવભાઈ પટેલ, જન પ્રતિનિધિ તરીકે પટેલ ભરતભાઈ એકાઉન્ટન્ટ વિગેરેએ હાજરી આપી હતી. આ મીટીંગમાં આદર્શ પાસેથી હટાવેલી ઝુપડપટ્ટીનો કોઈ મુદ્દો હતો નહી, તેમ છતા શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ ગળીયાએ દબાણમાં કાચા મકાનો ઘુમાવેલ ગરીબોના પુનર્વસન માટે કલેક્ટરને રજુઆત કરી હતી. જેમાં પ્રાન્ત ઓફીસર તથા મામલતદારે સુંશી રોડ ઉપરની વસાહતમાં પ્લોટ ફાળવી આપવા બાહેધરી આપી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts