Select Page

સરકારની યોજનામા આરોગ્ય ક્ષેત્રે ચાલતા કૌભાંડમામહેસાણા CDHO ડૉ.મહેશ કાપડીયાની ભૂમિકા શંકાસ્પદ

સરકારની યોજનામા આરોગ્ય ક્ષેત્રે ચાલતા કૌભાંડમામહેસાણા CDHO ડૉ.મહેશ કાપડીયાની ભૂમિકા શંકાસ્પદ

અમદાવાદની મલ્ટીસ્પેશ્યાલીટી ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને તબીબોએ ઝડપી અમીર બનવાની લ્હાયમાં સરકારની પ્રધાનમંત્રી જન આયુષ્યમાન યોજનામા કરોડોનું કૌભાંડ આચરી ગરીબ નિર્દોષ દર્દીઓના જીવ લીધા છે. આ કૌભાંડમાં મોટાભાગના દર્દીઓ મહેસાણા જીલ્લાના હોવાથી જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી (C.D.H.O) ડૉ.મહેશ કાપડીયા સામે શંકાની આંગળી ચિંધાઈ છે. જેમા મહેસાણા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી રાજુભાઈ ચૌધરીએ આ આરોગ્ય અધિકારીને ત્વરીત દૂર કરી તેની સામે એ.સી.બી. તપાસની મુખ્યમંત્રી સમક્ષ લેખિત માંગણી કરતા સમગ્ર જીલ્લાના આરોગ્યતંત્રમા હડકંપ મચી ગયો છે. જીલ્લાના આ મુખ્ય આરોગ્ય અધિકારી ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ થતા દાળમાં કંઈક કાળુ તો છે ?
થોડા દિવસો પહેલા અમદાવાદની મલ્ટીસ્પેશ્યાલીટી ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને તબીબોએ સરકારની પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનામા કરોડોનુ કૌભાંડ કર્યુ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેમા મોટાભાગે મહેસાણા જીલ્લાના દર્દીઓ ભોગ બન્યા હતા. આ કરોડોના કૌભાંડની તપાસની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ફરીથી મહેસાણા જીલ્લામા નસબંધી ઓપરેશન પ્રકરણ બહાર આવતા સમગ્ર આરોગ્યતંત્ર સહિત ભાજપ સરકાર બદનામ થઈ છે. આ કૌભાંડની તપાસનો રેલો, મહેસાણા સુધી પહોચતા અત્યારે મહેસાણા જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.મહેશ કાપડીયાની કામગીરી સામે શંકાની આંગળી ચિંધાઈ રહી છે. આ મુખ્ય આરોગ્ય અધિકારીની લાપરવાહી કે મિલીભગતના કારણે ભાજપ સરકાર બદનામ થતા ભાજપના કાર્યકરોમા ભારે આક્રોશ ઉભો થયો છે. જેમા મહેસાણા જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ચૌધરી રાજુભાઈ બાબુલાલ આ મુખ્ય આરોગ્ય અધિકારી (ઝ્ર.ડ્ઢ.ૐર્.ં) ડૉ.મહેશ કાપડીયા સામે ગંભીર આક્ષેપ કરી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં એવી રજૂઆત કરી છે કે મહેસાણા જીલ્લામા એમ્બ્યુલન્સોની ખરીદી થઈ તેમા આ અધિકારીના ઘરે મોંઘી દાટ કાર આવી હતી. જીલ્લાના આ અધિકારી જીલ્લાની આરોગ્ય વિભાગમાં કામ કરતી એક મોટી મેનપાવર એજન્સી (સમર્થ સર્વિસીસ) મા ભાગીદાર છે. જેના કારણે આ મેનપાવર સપ્લાય કરતી એજન્સીએ અગાઉ તેના આઉટસોર્સ કર્મચારીઓને છ મહિના સુધી પગાર ન ચુકવ્યો હોવા છતા તેને બ્લેકલીસ્ટ કરી નહોતી. વધુમા મહેસાણા જીલ્લામાં પોલીયો રસીકરણમા ર.પ૦ લાખને બદલે ૧ લાખ બાળકોને જ પોલીયોનો ટીંપા પીવડાવ્યા હતા. જેમા આ અધિકારી જવાબદાર છે આ અધિકારી પોતાનુ કામ બતાવવા કર્મચારીઓને ધમકીઓ આપી. ટાર્ગેટો પૂરા કરવાની ખોટી વાતો કરીને સરકારને બદનામ કરી છે. ઓનલાઈન જેમ પોર્ટલ પરથી જે ખરીદી કરવામા આવે છે. તે કામ માટે બેસાડેલ હિમાંશુ ઠાકર ભાગીદારી સાથે કામ કરી રહ્યો છે. આ આરોગ્ય અધિકારીએ નસબંધીના ખોટા ઓપરેશન કરીને ખોટુ રીપોટીંગ કર્યુ છે. જીલ્લાના આ આરોગ્ય અધિકારી મહેસાણા હેડ કવાર્ટરમાં રહેવાને બદલે અમદાવાદથી અપડાઉન કરે છે. અને અમદાવાદ તથા બીજા જીલ્લાની મોટી હોસ્પિટલોમા સેટીંગ કરી લોકોને ગેરમાર્ગે દોર્યો છે. ભાજપના આ આગેવાને આવા ગેરરીતીના ગંભીર આક્ષેપો કરી આરોગ્યલક્ષી સેવાઓમા ભાજપ સરકારને બદનામ કરનાર જીલ્લામા મુખ્ય આરોગ્ય અધિકારી (C.D.H.O) ડૉ.મહેશ કાપડીયાને ત્વરીત દૂર કરી તેની સામે એ.સી.બી તપાસની મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરતા સમગ્ર જીલ્લામા હડકંપ મચી ગયો છે.
અત્રે નોંધપાત્ર બાબત એ છે કે અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલે PMJAY મા કરેલા કરોડોના કૌભાંડમા મોટાભાગના દર્દીઓ મહેસાણા જીલ્લાના છે. બીજી તરફ આ હોસ્પિટલ દ્વારા થતા ફ્રી મેડીકલ કેમ્પો પણ આ જીલ્લામાં જ થયા છે. આ ઉપરાંત મહેસાણા જીલ્લાની કેટલીક મોટી હોસ્પિટલોએ PMJAY દર્દીઓ પાસેથી સારવારના રૂપિયા પડાવ્યા હતા. છતાં આ બાબત ડૉ.મહેશ કાપડીયાના ધ્યાને કેમ ન આવી ? તે પ્રશ્ન લોકોના મનમાં સતાવી રહ્યો છે. જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.મહેશ કાપડીયાએ આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલ અને ભાજપ સરકારને બદનામ કરતા અત્યારે લોકો તેમની સામે કડક પગલા લેવાની માંગ કરી રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts