Select Page

ઉમતા અપનાઘર આશ્રમ રખડતા ભટકતા માનસિક અસ્વસ્થ માટે મંદિર આશ્રમની સેવા સારવારથી ર૯૮ પ્રભુજીનુ પરિવાર સાથે મિલન

ઉમતા અપનાઘર આશ્રમ રખડતા ભટકતા માનસિક અસ્વસ્થ માટે મંદિર આશ્રમની સેવા સારવારથી ર૯૮ પ્રભુજીનુ પરિવાર સાથે મિલન

વિસનગર તાલુકાના ઉમતા ગામમા આવેલ અપનાઘર આશ્રમ ફક્ત વિસનગર પંથક પુરુતુ નહી પણ સમગ્ર જીલ્લામા રખડતા ભટકતા માનસિક અસ્વસ્થ લોકો માટે મંદિર છે. રાજસ્થાનના એક માનસિક બીમાર હાથે પગે ફ્રેકચર થયેલ વ્યક્તિને મહેસાણા પોલીસે આશ્રમને સોંપ્યો હતો. આશ્રમ દ્વારા નુતન જનરલ હોસ્પિટલમા સારવાર કરાવ્યા બાદ માનસિક સ્થિરતા કેળવતા આ વ્યક્તિએ પોેતે રાજસ્થાનના હોવાનુ જણાવ્યુ હતુ. આશ્રમના સંચાલકે રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી પરિવારની શોધખોળ કરતા આ માનસિક અસ્વસ્થ વ્યક્તિનુ પરિવાર સાથે મિલન થયુ હતુ. અપના ઘર આશ્રમ દ્વારા અત્યાર સુધીમા ર૯૮ પ્રભુજીઓનુ પરિવાર સાથે મિલન કરાવ્યુ હોવાનુ સંચાલકે જણાવ્યુ હતુ.
વિસનગર તાલુકાના ઉમતા ગામમાં આવેલ અપનાઘર આશ્રમમાં રખડતા ભટકતા માનસિક બીમાર લોકોનુ એડમિશન કરી સેવા સારવાર આપવામા આવે છે. મહેસાણા જિલ્લામા કોઈ પણ સ્થળે જો કોઈ માનસિક અસ્વસ્થ વ્યક્તિ રખડતો ભટકતો જોવા મળે તો આશ્રમનો સંપર્ક કરવાથી આશ્રમના વાહનમા લાવવામા આવે છે. અપનાઘર આશ્રમમા લાવી સ્નાન કરાવી સ્વચ્છ કપડા પહેરાવી માનસિક બીમારની સારવાર કરવામા આવે છે. સારવાર મળતા જ માનસિક સ્વસ્થ થાય છે અને કયાથી આવ્યા તેની જાણ કરતા જ આશ્રમ દ્વારા તપાસ કરી પરિવાર સાથે મિલન કરાવવામા આવે છે.
અપનાઘર આશ્રમમા માનસિક બીમાર વ્યક્તિને પ્રભુજીના ઉપનામથી બોલાવવામા આવે છે. આવા જ એક પ્રભુજી હાથે અને પગે ફ્રેકચર થયેલી હાલતમા મહેસાણા પોલીસને પાલજ ગામથી મળ્યા હતા. પ્રભુજીના શરીરે ઢોર માર માર્યોના નિશાન હતા. મહેસાણા એ ડિવિઝન પોલીસે આ પ્રભુજીને અપનાઘર આશ્રમમા સોપ્યા હતા. આશ્રમ દ્વારા પ્રભુજીને નુતન જનરલ હોસ્પિટલમા સારવાર માટે દાખલ કરાતા હાથે પગે ફ્રેકચર હોવાનુ જણાવ્યુ હતુ. નુતન હોસ્પીટલમા ફ્રેકચર ઓપરેશન કરી સારવાર આપ્યા બાદ પ્રભુજીને આશ્રમમા લઈ જવાયા હતા. ભુખ્યા પ્રભુજીને ભોજન અને સારવાર મળતા જ થોડા માનસિક સ્વસ્થ થતા પોતાનુ નામ શંભુજી શંકરભાઈ ભીલ અને રાજસ્થાનના આમેઠ જિલ્લાના ફતેપુરીયા ગામના હોવાનુ જણાવ્યુ હતુ. આશ્રમના કર્મચારીઓએ ગુગલ માધ્યમથી આમેઠ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. આમેઠ પોલીસે તપાસ કરી પ્રભુજીના પરિવારની ભાળ મેળવી હતી. પ્રભુજીના માતા, પિતા ઉમતા અપના ઘર આશ્રમમા આવી પુત્રને જોઈને ભાવ વિભોર બન્યા હતા. આ પરિવારે આશ્રમના સંચાલક તથા કર્મચારીઓનો આભાર માન્યો હતો. નોંધપાત્ર બાબત છે કે વિસનગર શહેર અને તાલુકાના ઘણા લોકો સ્વજનની પુણ્યતિથિએ કે પરિવારમા કોઈના જન્મદિને અપનાઘર આશ્રમમા પ્રભુજીને મિષ્ટાન સાથે ભોજન કરાવે છે. તિથિ ભોજન માટે ઉમતા અપનાઘર આશ્રમનો મો.નં.૯૩ર૭૯ ૮૬૬૮૬ ઉપર સંપર્ક કરી શકાય છે.
અપના ઘર આશ્રમના સંચાલક ગાંડાભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે આશ્રમમા અત્યાર સુધી કુલ ૯૪૦ પ્રભુજીના એડમિશન કરવામા આવ્યા છે. આશ્રમની સેવા અને સારવારથી ર૯૮ પ્રભુજીઓનુ પરિવાર સાથે મિલન થયુ છે. આશ્રમમા અત્યારે પ૪ પ્રભુજીઓને સેવા અને સારવાર અપાય છે. સંખ્યા વધી જાય તો રાજસ્થાનના ભરતપુર ખાતે આવેલા આશ્રમના મુખ્યાલયમા પ્રભુજીઓને ટ્રાન્સફર કરવામા આવે છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts