ખેરાલુ શહેર સહીત તાલુકામાં રૂા.૧૭.૦૪ કરોડના ૧૪ રોડ નવા બનશે
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા નિયમાનુસાર ફાળવાયેલી ગ્રાન્ટમાંથી રૂા.૧પ,૦૮,પ૦,૦૦૦/- ના વડનગર ખેરાલુ અને સતલાસણા તાલુકાના ૧૦ રોડ તેમજ ખેરાલુ શહેરને ખાડા નગરના બિરુદમાંથી દૂર કરવા રૂા.૧,૯પ,૮૯૦૦૦/- ના ચાર રોડ બનાવવા વર્ક ઓર્ડર આપી દેવાયા છે. ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સમક્ષ ખેરાલુ પાલિકાની બે કરોડની ગ્રાન્ટમાંથી સંગઠન તથા પૂર્વ સભ્યોએ પોતાના વિસ્તારો માટે ગ્રાન્ટ માંગી હતી. પરંતુ કોઈનુ પણ સાંભળ્યા વગર ખેરાલુ શહેરના લોકોની જરૂરીયાત મુજબ ચાર રોડનુ ટેન્ડર પાડી વર્ક ઓર્ડર આપી દેવામા આવ્યો છે. જેનુ કામ લોકસભાની ચુંટણી હોવા છતા ચોમાસા પહેલા પૂર્ણ કરવાની સુચના પણ ધારાસભ્યએ આપી હોવાની પાલિકા સુત્રો પાસેથી જાણવા મળે છે. ખેરાલુ શહેરમા અગાઉ પાલિકા સભ્યો શહેરના ભોગે ગ્રાન્ટો વેડકી દેતા હતા ત્યારે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ મુખ્ય રસ્તાઓના કામો મૂકીને શહેરની જનતાને ખુશ કરી દીધી છે.
વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકામાં નવા બનતા રસ્તા જોઈએ તો (૧) સુવરીયા- બળાદ રોડ, લંબાઈ ૩.પ કિ.મી. રૂા. ૧૦પ લાખ (ર) સમોજા, અંબાવાડા, મલારપુરા, ચોટીયા, અરઠી, ડભોડા રોડ ૭ કી.મી રૂા. ર૧૦ લાખ (૩) લિમડી સિપોર રોડ ર.૬ કી.મી. રૂા.૭૮ લાખ (૪) સમોજા- સિપોર રોડ ૧.૯પ કી.મી. રૂા.પ૮.પ૦ લાખ (પ) સાગથળા પટેલ કંપા ટુ ચાડા રોડ ૪.૧૧ કી.મી રૂા. ૧ર૩.પ૦ લાખ (૬) રાજપુર (વડ) શાહપુર(વડ) થી ઊંઢાઈ રોડ ર.૩ કી.મી. રૂા.૬૯ લાખ (૭) લુણવા- ગણવાડા રોડ ૩.૬પ કી.મી. રૂા.૧૦૯.પ૦ લાખ, (૮) બળાદ, ફતેહપૂરા, કોદરામરોડ ર. કી.મી રૂા.ર૬૦ લાખ (૯) થાંગણા એપ્રોચ રોડ ૪.ર.કીમી. રૂા. ર૮પ લાખ (૧૦) વાવડી જંકશન એપ્રોચ રોડ ૩.૧૦ કીમી રૂા.ર૧૦ લાખ આમ ખેરાલુ વિધાનસભાના ૧૦ રોડ ૩૪.૪૧ કીમીના રૂા.૧પ,૦૮,પ૦,૦૦૦/- ના નવા બનશે તેમજ ખેરાલુ શહેરના ચાર રોડ વર્ષોથી ખરાબ હાલતમાં હતા જેનાથી ખેરાલુ શહેરનુ નામ ખાડા નગર બન્યુ છે. તેવા (૧) દેસાઈવાડા ડેરીથી શિત કેન્દ્ર સુધી સી.સી.રોડનુ કામ રૂા.૭૯.૮૩ લાખ (ર) લિમ્બચમાતા મંદિરથી ખોખરવાડા સંઘ સુધી સી.સી.રોડ રૂા. ૩૮.૩૭ લાખ (૩) હાટડીયાથી પ્રજાપતિવાસ થઈ રણાના ઢાળ સુધીનો સી.સી.રોડ રૂા. ૩૮.૩ર લાખ (૪) સિધ્ધપુર તરફના મેઈન રોડથી મહેશભાઈના ઘર તરફ હરાઈ નેળીયામા રોડનુ કામ રૂા.૩૯.૩૭ લાખ, આમ કુલ રૂા. ૧,૯પ,૮૯૦૦૦/- ના રોડ બનશે. આ ઉપરાંત રણાના ઢાળથી બાલાપીર સુધીનો રોડ ખુબજ ખરાબ છે. પરંતુ આ રોડ અધુરો રાખતા વિસ્તારોમાં વિરોધના સુર પણ ઉઠયા છે જે હોય તે પણ ઈતિહાસમાં પહેલીવાર ખેરાલુ શહેર માટે રૂા.૧,પ૬,પર,૦૦૦/- સીધી ગ્રાન્ટ ફાળવી હોય તેવુ બન્યુ છે. જેનો શ્રેય ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીને આપવો પડે આગામી લોકસભા પછી નવી આવનાર ગ્રાન્ટમાં રણાના ઢાળથી બાલાપીર થઈ રૂપેણનદીના કોઝવે માટે ગ્રાન્ટ ફાળવાય તે જરૂરી કહેવાશે. લોકસભાની ચુંટણીઓના રિઝલ્ટ આવ્યા પછી ચોમાસુ શરુ થઈ ગયુ હશે એટલે નવા રોડ તો દિવાળી પછી બનશે અને ત્યાં સુધીમા નગરપાલિકાની ચુંટણીઓ આવી ગઈ હશે તો હાલ જે સારા રોડ બનવાની ગેરંટી મળે છે તે પાલિકાની ચુંટણી પછી ભ્રષ્ટાચારના કારણે કેવો બનશે તે તો રામ જાણે ? સતલાસણા તાલુકામાં એકપણ રોડ ન ફાળવતા વિરોધ શરૂ થયો છે