રાજ્યના કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના મત વિસ્તાર વિસનગરમાં ટેન્ડરીંગના વિવાદમાં તાલુકાના ૮૩ કામ અટવાયા
વિસનગર તાલુકા પંચાયતમાં ધારાસભ્ય ફંડમાંથી તાલુકાના ગામોમાં વિકાસકામો કરવા ઘણા સમયથી વહીવટીતંત્રની મંજુરી મળી છે. પરંતુ ટેન્ડરીંગ કરવાના વિવાદમાં નાણાંકીય વર્ષ પુર્ણ થવા આવ્યુ છતાં ધારાસભ્યની રૂા.૧.૨૦ કરોડની ગ્રાન્ટમાં થનાર ૮૩ કામો ખોરંભે પડ્યા છે. ત્યારે રાજ્યના કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ વિસનગર તાલુકાના ગામોના વિકાસ માટે ટેન્ડરીંગ પધ્ધતિના વિવાદનો ઝડપી ઉકેલ લાવે તેવી આગેવાનોની લાગણી છે.
અત્યારે વિકાસશાખાના બે-ત્રણ કાયમી કર્મચારી તો સિક્યુરીટીની નોકરી કરતા હોય તેમ દિવસ દરમિયાન તાલુકા પંચાયતમાં કોણ આવે છે અને
જાય છે તેની પોતાને મદદરૂપ થતા સદસ્યોને માહિતી પહોંચાડે છે
વિસનગર તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપનુ શાસન છે. પરંતુ ભાજપના બહારના બે-ત્રણ કાર્યકરોની ડખલગીરીના કારણે અત્યારે તાલુકામાં વિકાસ કરતા વિવાદ વધુ છે. ભાજપના સદસ્યોમાં અંદરો અંદર વિખવાદ ચાલતો હોવાથી વિકાસશાખામાં વર્ષોથી ચિપકેલા એક સ્થાનિક કાયમી કર્મચારી પોતાની બદલી ન થાય તે માટે સદસ્યોમાં આઘીપાછી કરે છે. જેના કારણે ભાજપના સદસ્યોમાં આંતરિક વિખવાદ વધતો જાય છે. અત્યારે વિકાસશાખાના બે-ત્રણ કર્મચારી તો જાણે સિક્યુરીટીની નોકરી કરતા હોય તેમ દિવસ દરમિયાન તાલુકા પંચાયતમાં કોણ આવે છે અને કેટલા વાગે જાય છે. તેનું ધ્યાન રાખી પોતાને મદદરૂપ થતા સદસ્યોને ઘરે બેઠા જાણ કરે છે. તાલુકા પંચાયતના વિકાસશાખાના બે-ત્રણ કાયમી કર્મચારીઓની ચાપલુસી અને રાજકીય ડખલગીરીના કારણે વિસનગરમાં કોઈ ટી.ડી.ઓ. લાંબો સમય ટકતા નથી. અત્યારે ધારાસભ્યની રૂા.૧.૨૦ કરોડ ગ્રાન્ટમાંથી તાલુકાના ગામોમાં વિકાસકામો કરવા ઘણા સમયથી વહીવટી તંત્રની મંજુરી મળી છે. પરંતુ ટેન્ડરીંગના વિવાદમાં નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ પુર્ણ થવા આવ્યુ છતાં ધારાસભ્યની ગ્રાન્ટમાં હજુ સુધી કોઈ કામો થયા નથી. અત્યારે ધારાસભ્યની ગ્રાન્ટમાં થનાર ૮૩ કામો ખોરંભે પડ્યા છે. ભાજપના સદસ્યો અને પુર્વ સરપંચોમાં એવી ચર્ચા છે કે, ટી.ડીઓ.સુચીબેન પટેલે ધારાસભ્યની