Select Page

વિસનગર કોર્ટના વકીલોની હાલાકી સામે તંત્ર બેધ્યાન

વિસનગર કોર્ટના વકીલોની હાલાકી સામે તંત્ર બેધ્યાન

શેડ નીચે પંખા માટે વીજ કનેકશન નથી – બે બીલ્ડીગ વચ્ચે બ્રીજ બનતો નથી

સિનિયર સિટીઝન્સ વકીલો એક કોર્ટમાંથી બીજા કોર્ટના બીલ્ડીંગમાં ચડ ઉતરમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે

વિસનગર કોર્ટ સંકુલમાં બેસતા વકીલોની હાલત દયનિય બની છે. સુવિધાઓ વધારવા અને આપવામાં તંત્ર બેધ્યાન રહેતા વકીલોની હાલત કફોડી બની છે. વકીલોના શેડમાં પંખાની વ્યવસ્થા માટે અલગ વીજ કનેકશન નથી. વળી બે બીલ્ડીંગ વચ્ચે લોખંડ નો બ્રીજ નહી હોવાથી ચડ ઉતરમાં સિનિયર સિટીઝન્સ વકીલો મુશ્કેલી અનુભવી રહ્યા છે. કોર્ટ સંકુલ બનાવવામાં આવ્યુ છે. પરંતુ સમય પ્રમાણે ફેરફાર કરવામા નહી આવતા વકીલો સહીત અસીલો પણ હાલાકી ભોગવી રહ્યા છે.
વિસનગર કોર્ટ સંકુલમાં સુવિધાઓ આપવામાં નહી આવતા કે વધારવામાં નહી આવતા વકીલો લાચારી અનુભવી રહ્યા છે. કોર્ટ રૂમમાં ભલભલાના કપડા ઉતારી દેનાર વકીલોના કપડા અત્યારે પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. વકીલોને બેસવા માટે શેડ બનાવ્યો છે. પરંતુ પંખા માટેના કોઈ વ્યવસ્થા કરવામા આવી નથી. અત્યારના બળબળતા ઉનાળામાં લોખંડના પતરા નીચેના શેડમાં બેસવાની વકીલોની સહન શક્તિ ધન્યવાદને પાત્ર છે. ઘરમાં અને ઓફીસમાં એસી ધરાવતા વકીલોને કોર્ટ સંકુલમાં શેડ નીચેના ટેબલ ઉપર પંખો પણ નસીબ નથી. અલગ મીટર આપવામાં આવે તો તેમાંથી વકીલ કનેકશન લઈને પંખાની વ્યવસ્થા કરી શકે. જે બીલ આવે તેમાંથી કનેકશન લેનાર સરખા ભાગે વહેંચી બીલના નાણા ભરી શકે તેમ છે. પરંતુ વકીલોની મુશ્કેલી તથા આપવીતી સમજનાર કોઈ નથી. મહેસાણા કોર્ટ બીલ્ડીંગના નીચેના ભાગે વકીલોને બેસવાની તથા પંખાની વ્યવસ્થા કરવામા આવી છે. ત્યારે વિસનગરના વકીલો સાથે ઓરમાયુ વર્તન કેમ ? શેડમાં પંખા લગાવવા માટે અલગ મીટરની વ્યવસ્થા માટે વિચારવું જોઈએ.
વિસનગર કોર્ટના બન્ને બીલ્ડીંગ વચ્ચે લોખંડનો બ્રીજ બનાવવા માટે અગાઉ વિચારણા કરાઈ હતી. વકીલો સરળતાથી એક બીલ્ડીંગમાંથી બીજા બીલ્ડીંગમાં જઈ શકે તે માટેનું આયોજન કરવામા આવ્યુ હતુ. ત્યારે ઘણા સમયથી લોખંડનો બ્રીજ પણ બનાવવામાં આવતો નથી. કોર્ટમાં ૬૦ વર્ષ ઉપરની ઉંમર ધરાવતા ઘણા સિનિયર સિટિઝન્સ વકીલો પ્રેક્ટીસ કરે છે. ત્યારે બે બીલ્ડીંગ વચ્ચે લોખંડનો બ્રીજ નહી હોવાથી મુદતે એક બીલ્ડીંગમાંથી બીજા બીલ્ડીંગમાં ઉતરવા તથા ચડવામાં વકીલો મુશ્કેલી અનુભવી રહ્યા છે. કોર્ટમાં ઉંમર લાયક અસીલોની પણ અવર જવર રહે છે. ત્યારે વૃધ્ધ અસીલોની સુવિધા માટે પણ વિચાર કરવો જરૂરી છે. કોર્ટના બન્ને બીલ્ડીંગમાં લીફ્ટની વ્યવસ્થા કરવામા આવે તે પણ જરૂરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us