Select Page

ખેરાલુ ઠાકોર સમાજ ભવન સમિતિ સામે કારણ વગરનો હોબાળો-પ્રમુખ દશરથજી ઠાકોર

ખેરાલુ ઠાકોર સમાજ ભવન સમિતિ સામે કારણ વગરનો હોબાળો-પ્રમુખ દશરથજી ઠાકોર

ખેરાલુ શહેરમાં સાંઈબાબા મંદિર સામે હાઈવે ઉપર ઠાકોર સમાજ ભવન બની રહ્યુ છે. જેમાં સમિતિના કારોબારી સભ્યો ઉપર કારણ વગરના આક્ષેપો કરીને ભવનનિર્માણમાં અડચણો ઉભી કરનારા લોકોને પ્રમુખ દશરથજી ઠાકોર તથા મંત્રી પ્રહેલાદજી ઠાકોરે ખાસ વિવાદો ઉભા ન કરવા વિનંતી કરી છે.
ખેરાલુ ઠાકોર સમાજ ભવન સમિતિના પ્રમુખ દશરથજી ઠાકોરે જણાવ્યુ છે કે, ઘણા સમયથી સુશ્રુપ્ત અવસ્થામાં રહેલ ભવન નિર્માણ કામ હવે તેજ ગતિથી આગળ વધશે અને સમાજ માટે એક સુંદર સરસ વ્યવસ્થીત ભવન ઉભુ થવા જઈ રહ્યુ છે. ભવનનુ કામ અગાઉ પુર્ણ થઈ ગયુ હોત પરંતુ સારા કામમાં ૧૦૦ વિધ્નોઆવે તે રીતે વિઘ્નો ઈરાદા પુર્વક ઉભા કરવામાં આવ્યા. ભવની સમિતિમા વિવાદો ઉભા કરકવા પ્રયત્નો થાય છે. ભવનની જગ્યા વેચાણ લઈ લીધી છે. ખરીદી થઈ ગઈ છે. ભવનનુ નામ ૭/૧૨માં આવી ગયુ છે. પરંતુ વિઘ્ન સંતોષી માણસોને ખાત્રી કરવી નથી અને પૈસા ખાઈ ગયા છે. તેવા આક્ષેપો કરી રહ્યા છે. આ વિઘ્ન સંતોષી લોકોને યેનકેન પ્રકારે ભવન સમિતિનો વહિવટ પડાવી લેવો છે. સમાજના જાગૃત દાતાઓના સહકારથી સમાજન ભવનની જમીન મળી છે. આગળ પણ સમાજના દાતાઓના સહકારથી ભવન નિર્માણનું કામ ટુંક સમયમાં ચાલુ થશે. સમાજ ભવનનો દસ્તાવેજ સંસ્થાના નામે કરવા માટે ઉછીના રૂપિયા આપનારા દાતાઓના સહકારથી દસ્તાવેજ થઈ ગયો છે. જે દાતાઓએ દાન આપ્યુ છે તેને હિસાબ જોવાનો અધિકાર છે. જેથી સમાજ ભવનની જમીન ઉપર વિવાદ થયા પછી ૭ વખત હિસાબ વંચાણે લીધો છે છતાં હિસાબ આપતા નથી તેવી સમાજમાં વાતો ફેલાવામાં આવે છે. સમાજ ભવનના નિર્માણમાં રૂકાવટ કરશો નહી કામ આગળ વધવા દો.
ખેરાલુ ઠાકોર સમાજ ભવન સમિતિના મંત્રી પ્રહેલાદજી ઠાકોર જણાવે છે. કે ઠાકોર સમાજને ખેરાલુમાં બેસવાનું સ્થાન ન હોતુ. ૧ વિઘો જમીન સમાજના નામે કરી છે. કોરોના કાળમાં જમીન રાખી તેમાં ૨૫% પેમેન્ટ થયુ હતુ. એક વર્ષની મુદ્‌તમાં પેમેન્ટ પુર્ણ કરવાનું હતુ જો નાણાં ચુકતે ન થાય તો ૨૫% પેમેન્ટ પરત ન મળે તેવો કરાર હતો. કોરોના કાળમાં પણ દિવસ રાત પ્રમુખ-મંત્રી અને કારોબારી ટીમે દાન તેમજ ઉછીની રકમ લાવી જમીન સમાજના નામે કરી છે. વિઘ્ન સંતોષી લોકો ખોટા આક્ષેપો કરી બદનામ કરે છે. હંમેશા સત્યનોજ વિજય થાય છે. જમીન ભવન નિર્માણ સમિતિની માલિકીની નથી. ભવન સમાજ માટે બની રહ્યુ છે. પ્રમુખ-મંત્રી અને કારોબારી સમિતિએ ત્રણ વર્ષ સુધી પોતાના ધંધા રોજગાર બંધ રાખી એક સ્વપ્ન પુરુ કર્યુ છે. આ જમીનની કિંમત હાલમાં દોઢ કરોડ કરતા વધુ છે. જો વિધ્ન સંતોષિઓ પણ સમાજ માટે જમીન ખરીદે તો સારૂ કહેવાશે. વિવાદ કર્યા વગર સલાહ નહી સાથ આપો. દાન આપનાર દાતાઓને હિસાબ આપવાનો હોય છે. વિવાદ કરનાર લોકોને નહી. ઠાકોર સમાજ ભવનના પ્રશ્નો હોય કે પ્રમુક-મંત્રી અને કારોબારીનો પ્રોબ્લેમ હોય તો રૂબરૂ મળો ચર્ચા કરો. તમારી વાત યોગ્ય હશે તો સાંભળીશુ. ઉપરોક્ત પ્રમુખ મંત્રીના જવાબનુ કારોબારી સભ્યો દશરથજી (ખેરાલુ), પ્રહેલાદજી (કુડા), દશરથજી (અંબાવાડા), કાન્તીજી (અંબાવાડા), લલિતસિંહ (સંતોકપુરા), મંગાજી (મંડાલી), બદાજી (ખેરાલુ), દિનેશજી (ખેરાલુ), લક્ષ્મણજી વી. (મલારપુરા), વરસંગજી (ખેરાલુ), રામાજી (મિયાસણા)નુ પુરુ સમર્થન છે.