Select Page

વિસનગર તાલુકાના થુમથલ ગામનો બનાવ વિજ કર્મચારીઓ ઉપર વિજ ચોરી કરનારનો હુમલો

વિસનગર તાલુકાના થુમથલ ગામનો બનાવ વિજ કર્મચારીઓ ઉપર વિજ ચોરી કરનારનો હુમલો

વિજ કંપનીની વિસનગર પેટા વિભાગ કચેરીના કર્મચારીઓ વિજ જોડાણના ચેકીંગમાં નીકળ્યા હતા. ત્યારે થુમથલ ગામમા વિજચોરી થતી હોવાનુ જણાતા કેબલ તથા એમસીબી જપ્ત કરી હતી. આ દરમ્યાન કનેક્શન ધારકનો ભત્રીજો આવી વિજ કર્મચારીઓ સાથે ગાળાગાળી કરી અન્ય બે ઈસમોને બોલાવી લાકડીથી હુમલો કર્યો હતો. આ બનાવમાં જુનીયર એન્જીનીયરની ફરિયાદ આધારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. વિજ ચેકીંગમાં કર્મચારીઓને જીવનુ જોખમ હોઈ આરોપીઓને કડકમાં કડક સજા કરવા વિજ કંપનીના કર્મચારીઓ દ્વારા મામલતદાર અને ડી.વાય.એસ.પી.ને આવેદન આપવામાં આવ્યુ હતુ.
વિજ કર્મચારીઓએ આરોપીઓને કડકમાં કડક સજા કરવા આવેદન આપ્યુ
ઉત્તર ગુજરાત વિજ કંપનીની વિસનગર પેટા વિભાગ બે ઓફીસના કર્મચારીઓ બે અલગ અલગ વાહનમા વિજ જોડાણ ચેકીંગની કામગીરીમાં નિકળ્યા હતા. જેમા જુનિયર એન્જીનીયર દર્શનકુમાર જયંતીભાઈ બબાભાઈ ચૌધરી મળુ રહે. દઢિયાળ, ઈલેક્ટ્રીક આસીસ્ટન્ટ આકાશકુમાર અરવિંદભાઈ પટેલ તથા પ્રકાશચંદ્ર કાળીદાસ પરમાર ઈકો ગાડીમા નીકળ્યા હતા. જેઓ થુમથલ ગામમા મોહનભાઈ માવજીભાઈ રબારીના ખેતીવાડી વિજ જોડાણના ચેકીંગમા જતા ત્યા ગ્રાહકનો ભત્રીજો મોહનભાઈ માવજીભાઈ રબારી હાજર હતો. ચેકીંગમા બિન અધિકૃત વિજ વપરાશ કરતા જણાઈ આવતા ફ્લેક્સીબલ વાયર તેમજ એમસીબી કાપીને જપ્ત કર્યા હતા. વિજ કર્મચારીઓ કાર્યવાહી કરતા હતા દરમ્યાન વિપુલભાઈ રબારીએ ફોન કરતા અન્ય બે ઈસમો લાકડીઓ સાથે એક્ટીવા ઉપર આવ્યા હતા. જેઓ ગાળાગાળી કરી જપાજપી કરી ઈકો ગાડીમા બેઠેલા કર્મચારીઓને કોલર પકડી નીચે ઉતાર્યા હતા અને લાકડીથી આડેધડ માર મારવા લાગ્યા હતા. જેમા ઈલેક્ટ્રીક આસીસ્ટન્ટ ચંદ્રકાન્તભાઈ પરમારને શરીરે ઈજાઓ થતા બુમાબુમ કરતા નજીકમા બોલેરો ગાડીમાં આવેલ કર્મચારીઓ દોડી આવી વધુ મારમાથી છોડાવ્યા હતા. ઈજાગ્રસ્ત ચંદ્રકાન્તભાઈ પરમારને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. વિજ કર્મચારી દર્શનકુમાર ચૌધરીની ફરિયાદ આધારે પોલીસે વિપુલભાઈ અભેરાજભાઈ રબારી વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ બનાવથી વિજ કર્મચારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. જેમણે આરોપીઓને કડકમા કડક સજા થાય તે માટે વિસનગર મામલતદાર તથા ડી.વાય. એસ.પી.ને આવેદન આપ્યુ હતુ.