વિસનગર ર્ડાક્ટર એસોસીએશન આયોજીત APMC મેરેથોનમાં ૩૦૦૦ સ્વાસ્થ્યપ્રેમીઓ દોડ્યા
વિસનગર ર્ડાક્ટર એસોસીએશન આયોજીત
APMC મેરેથોનમાં ૩૦૦૦ સ્વાસ્થ્યપ્રેમીઓ દોડ્યા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
તબીબી સેવાઓ ઉપરાંત્ત સામાજીક, શૈક્ષણીક, સાંસ્કૃતિક, સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમો કરતા વિસનગર ર્ડાક્ટર એસોસીએશન દ્વારા એપીએમસી મેરેથોન ૨૦૨૦ નુ આયોજન કરાયુ હતુ. જેમાં ૩૦૦૦ ઉપરાંત્ત દોડવીરોએ ભાગ લીધો હતો. રન ફોર ગુજરાત પોલીસ કાર્યક્રમ અંતર્ગત ર્ડાક્ટર એસોસીએશન દ્વારા પોલીસ વેલ્ફેર માટે રૂા.૫૦,૦૦૦/- નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
વિસનગર ર્ડાક્ટર એસોસીએશન તબીબી સેવાઓ સાથે સામાજીક, શૈક્ષણીક, સાંસ્કૃતિક, સ્વાસ્થ્યલક્ષી વિગેરે કાર્યક્રમો કરતુ આવ્યુ છે. આઈ.એમ.એ.વિસનગર બ્રાન્ચના પ્રમુખ ર્ડા.અરૂણભાઈ રાજપૂત તથા પ્રોજેક્ટ ચેરમેન ર્ડા.વિષ્ણુભાઈ પટેલના માર્ગદર્શનમાં એપીએમસી મેરેથોન રન ફોર ગુજરાત પોલીસનુ આયોજન કરાયુ હતુ. છેલ્લા એક માસની મહેનતના કારણે એમ.એન.કોલેજના ગ્રાઉન્ડમાં તા.૧-૩-૨૦૨૦ ને રવિવારના રોજ યોજાયેલ કાર્યક્રમમાં ૩૦૦૦ ઉપરાંત્ત દોડવીરોએ ભાગ લીધો હતો. વિસનગર જેવા નાના શહેરમાં આટલી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો એ ર્ડાક્ટર એસોસીએશન દ્વારા લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે આવેલી જાગૃતિનુ પરિણામ હતુ. મેરેથોન પહેલા એરેબીક અને જુમ્બા ડાન્સ લોકોએ મન મુકીને માણ્યો હતો. જીલ્લા પોલીસ વડા મનીષ સીંગ, ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ જે.વી.ચૌહાણ, ર્ડા.અરૂણભાઈ રાજપૂત, ર્ડા.વિષ્ણુભાઈ પટેલ, એમ.એન.કોલેજના પ્રીન્સીપાલ રાજેષભાઈ મોઢ, પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી, પટેલ જ્વેલર્સવાળા લાલભાઈ પટેલ, દલાલ સ્ટોકવાળા હિમાંશુભાઈ ભાવસાર, કમલેશભાઈ જીવાભાઈ પટેલ, મહેશભાઈ ગેટ-વે, એપીએમસીના સેક્રેટરી કમલેશભાઈ પટેલ વિગેરેએ ફ્લેગ આપી ૫ કી.મી. મેરેથોન દોડનુ પ્રસ્થાન કરાવ્યુ હતુ. એમ.એન.કોલેજથી સવાલા દરવાજા, મહેસાણા રોડ, સ્વાગત હોટલથી રાજપૂત બોર્ડીંગથી આઈ.ટી.આઈ. ચાર રસ્તાથી એમ.એન.કોલેજ સુધી ૫ કી.મી. મેરેથોન ફીનીસ કરનાર સ્પર્ધકને મેડલ તથા રીફ્રેશમેન્ટ આપવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં વિસનગર ર્ડાક્ટર્સ એસોસીએશન દ્વારા પોલીસ વેલફેર માટે જીલ્લા પોલીસ વડાને રૂા.૫૦,૦૦૦/- નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
રનર્સગ્રુપના સ્થાપક તથા આઈ.એમ.એ.વિસનગર બ્રાન્ચના પ્રેસીડન્ટ ર્ડા.અરૂણભાઈ રાજપૂતે જણાવ્યુ હતું કે, આઈ.એમ.એ.વિસનગર દ્વારા સમાજના લોકોના સ્વાસ્થ્યમાં અને સેવામાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. લોકો પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત થાય તે માટે આઈ.એમ.એ. વિસનગર દ્વારા સતત બીજી વખત મેરેથોન દોડનુ આયોજન કરવામાં આવ્યુ છે. ર્ડાક્ટરની ટીમની છેલ્લા એક મહિનાની મહેનતથી કાર્યક્રમ સફળ રહ્યો છે. આઈ.એમ.એ.વિસનગર પ્રેસીડન્ટ ર્ડા.અરૂણભાઈ રાજપૂત, મંત્રી ર્ડા.સંજયભાઈ પટેલ, પ્રોજેક્ટ ચેરમેન ર્ડા.વિષ્ણુભાઈ પટેલ, કો.પ્રોજેક્ટ ચેરમેન ર્ડા.ચીરાગભાઈ મણીયાર, ર્ડા.બીપીનભાઈ પટેલ, ર્ડા.કેયુરભાઈ મહેતા, ડેન્ટલ એસો.ના માર્ટીન પટેલ તથા તેમની ટીમ, રનર્સ ગૃપના વાઘેશ પટેલ, સંજયભાઈ પટેલ દાળીયા, ભદ્રેશભાઈ પટેલ, નિલેશભાઈ પટેલ વિગેરેની છેલ્લા એક માસની મહેનતના પ્રતાપે સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો. કાર્યક્રમની સફળતા માટે એપીએમસી વિસનગર, એસ.કે.યુનિવર્સિટી, ગેટ વે, મરચન્ટ કોલેજ, આર.કે.જ્વેલર્સ, પટેલ જ્વેલર્સ, દલાલ સ્ટોક, દૅશ ટેકનોલોજીસ, એમ.એન.કોલેજ તથા રનર્સ ગૃપનો સહયોગ પ્રાપ્ત થયો હતો.