Select Page

એક તરફ સરકારની કિન્નાખોરી અને બીજી તરફ સોશિયલ મિડીયાના ફેક ન્યુઝ વચ્ચે ગુજરાતના નિવૃત એસ.ટી.કર્મચારી પેન્શનના લાભો મેળવવા પિસાય છે

એક તરફ સરકારની કિન્નાખોરી અને બીજી તરફ સોશિયલ મિડીયાના ફેક ન્યુઝ વચ્ચે ગુજરાતના નિવૃત એસ.ટી.કર્મચારી પેન્શનના લાભો મેળવવા પિસાય છે

એક તરફ સરકારની કિન્નાખોરી અને બીજી તરફ સોશિયલ મિડીયાના ફેક ન્યુઝ વચ્ચે
ગુજરાતના નિવૃત એસ.ટી.કર્મચારી પેન્શનના લાભો મેળવવા પિસાય છે
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ગુજરાત સરકાર ગમે તેટલી વિકાસની વાતો કરતી હોય પણ જમીન લેવલે કામગીરી કરવામાં નિષ્ફળજ રહી છે. ગુજરાતમાં જયારે હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારના રોડ રસ્તા અને વિકાસ કામો અને હાલના રોડ-રસ્તા અને વિકાસ કામોમાં આસમાન જમીનનો ફેર છે. ર૦૧૪ પછી ગુજરાતમાં જે રીતે જ્ઞાતિવાદ અને ભ્રષ્ટાચાર વધ્યો છે તે દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીની પરાકાષ્ટાએ પહોચ્યો છે. ગુજરાત સરકાર દ્વારા લોલીપોપ આપી માત્ર મતબેંકની રાજનિતી કરતી હોય તેવું લાગે છે. ગુજરાતના અર્ધ સરકારી એકમોના કર્મચારીઓ પેન્શન મેળવવા હૈરાન પરેશાન છે. કોઈપણ નવો કાયદો દેશમાં આવે તો તેના અમલ સૌથી પહેલા ગુજરાતમાં થાય છે તો પછી દેશના તમામ અર્ધસરકારી એકમોના પેશનરોને પુરતુ પેન્શન આપવામા ગુજરાત સરકાર કેમ પાછીપાની કરે છે ? આ બનાવ બતાવે છે કે ગુજરાત સરકાર પાસે કેન્દ્ર અને રાજ્ય સરકારની વાહવાઈ બતાવવા કરોડો વેડફવા માટે પૈસા છે પણ ગુજરાતના અર્ધ સરકારી એકમોના પેન્શનર્સને પુરતુ પેન્શન આપવા નાણા નથી. આવો જ એક બનાવ ગુજરાત એસ.ટી.નિગમના કર્મચારીઓ સાથે બન્યો છે. એક તરફ પુરતુ પેન્શન મળશે તેવા ફેક ન્યુઝ સોશિયલ મિડીયામાં વાયરલ કરાય છે. મિટીંગોના સરનામા સાથેના ફેક ન્યુઝમાં મોબાઈલ નંબરો પણ લખેલા હોય છે. ફોન કરી પેન્શનરો પુછે તો કહે છે કે મિટીંગની તારીખ નક્કી થશે તે પછી ફોન કરીશું. નિવૃત કર્મચારીઓની લાગણી સાથે ચેડા કરનારા લોકો વિરૂધ્ધ સરકાર કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી. જે સરકારની નિષ્ક્રીયતા કહેવાય.
એસ.ટી.નિગમ કર્મચારીઓ માટે કૌટુંબિક પેન્શન યોજના ૧૯૭૧ના સભ્યો તથા જે તે સમયે વિકલ્પ સ્વિકાર્યો હોય તેમના પગારમાંથી દર મહીને કર્મચારી કુટુંબ પેન્શન યોજનાનો ફાળો કાપવામા આવતો હતો. તે નાણા એમ્પલોઈઝ પ્રોવીદંડ ફંડ ઓરગેનાઈજેશન (ઈ.પી.એફ.ઓ) માં જમા થતો હતો. તેમજ તે સિવાય બેઝીક પગારના ૧ર ટકા રકમ કાપીને ઈ.પી.એફ.ઓમાં જમા થતા નિગમ દ્વારા ૧ર ટકા રકમ પણ ઉમેરતી હતી. જેની સામે હાલ કર્મચારીઓને ૧૦૦૦/- રૂાથી ર૦૦૦/- રૂા. દર માસે પેન્શન માટે મળે તે કેટલુ યોગ્ય કહેવાય.
કેરાલા રાજ્યની હાઈકોર્ટ તથા અન્ય રાજ્યોની હાઈકોર્ટએ પણ પેન્શન રીવાઇઝ કરી આપવા હુકમ કર્યો હતો. તેની સા મે ઈ.પી.એફ.ઓ.સુપ્રિમકોર્ટમાં પિટીશન દાખલ કરી હતી. છેલ્લા કેટલાય વર્ષોથી મુદતો પડે જાય છે. છેલ્લી મુદત ૧૭-૩-ર૦ર૦ ના રોજ રાખેલ છે. ગુજરાત સરકારના નાણા વિભાગના ઠરાવો ૭-૧૦-ર૦૦૬, ર૦-૪-ર૦૦૭, ૪-૧૦-ર૦૦૭, ૧પ-૪-ર૦૦૯ અન્વયે અનુક્રમે તેના પેન્શનરોને ૭૧ ટકા, ૭૭ ટકા, ૮૭ ટકા, અને ૮૯ ટકા પ્રમાણે હંગામી વધારો આપવાનું મંજુર કરેલ છે. જે પ્રમાણેના સરક્યુલરો પણ થયા છે. કર્મચારી પેન્શન યોજના-૯પની પેરા ૭ (ર) માં સ્પષ્ટ જણાવે છે કે પેન્શન મેળવવા હકદાર છે. ઈ.પી.એફ.ઓ. કહે છે કે ભંડોળ નથી જયારે સાંભળવા મળ્યુ છે કે ત્રણ લાખ કરોડનું ભંડોળ છે. આ તમામ બાબતો વચ્ચે ફેક ન્યુઝ ફેલાવાય છે. જેમા યુ ટયુબ, વોટસ એપના માધ્યમથી રાષ્ટ્રપતિ કા તોહફા, સરકારે નોટીફીકેશન (ગેજેટ) રજુ કર્યુ. ૭પ૦૦/-રૂા. + ડી.એ. મળશે જેવા ફેકન્યુઝ ફેલાવનારાઓ ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ. સરકાર પોતેતો કાંઈ આપતી નથી પણ જે ટીખળીખોર લોકો નિવૃત પેન્શનરો સાથે મજાક કરે છે. તેની ઉપર પણ કાર્યવાહી કરતી નથી. ખરેખર આ બાબતે ભાજપના કોઈ નેતાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમક્ષ ગુજરાત સરકારની ફરીયાદ કરવી જોઈએ. તેવુ નિવૃત ટી.આઈ.જસુભાઈ બારોટ ખેરાલુવાળા જણાવે છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us