ચુંટણીઓનો સમય જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ રાજકીય પરીબળો કોમવાદી વલણ અપનાવી એક કોમને બીજી કોમથી જુદી પાડવા માટે પ્રયત્ન કરે છે. થોડા સમય પહેલા ધંધુકામાં હિન્દુ કિશોર દ્વારા ધર્મ વિરુદ્ધ મોબાઈલ પોસ્ટ મુકવાનો બનાવ બન્યો હતો. હિન્દુ યુવાન ઉપર પ્રાણઘાતક હુમલો થયો હતો. તેની ઊંડાણથી તપાસ કરવામાં આવે તો બન્નેમાંથી એકપણ જ્ઞાતિ ગુનેનાર નથી. કોઈક રાજકીય પરીબળની જ રાજરમત હોય તેવું બની શકે છે. પ્રવર્તમાન સંજોગોમાં ૧૮ થી ૨૨ વર્ષની ઉંમરે પહોંચેલા યુવાનોને એ ખબરજ નહિ હોય કે નરેન્દ્રભાઈ મોદીની ભાજપ સરકારે પદગ્રહણ કર્યુ તે પહેલા ગુજરાતમાં વર્ષમાં બે થી ત્રણ વખત કોમી રમખાણો થતા હતા. તે કોમી રમખાણોને વધારવા માટે સ્ટેબીંગના બનાવો બનતા હતા. સ્ટેબીંગના બનાવો બનતાં એક કોમ બીજી કોમ ઉપર અને બીજી કોમ એક કોમ ઉપર ઘાતક બની જતી હતી અને રમખાણોમાં ભારે ભડકો થતો હતો. સ્ટેબીંગ એટલે ધારદાર હથિયાર ઉપર કેમીકલ લગાવી પેટના ભાગમાં કે બરડાના પાછળના ભાગે ઘસરકો કરવામાં આવતો હતો. હથિયાર ઉપર લગાવેલ કેમીકલને લઈને જે વ્યક્તિ ઘાયલ થાય તેને એક બે મીનીટ સુધી ખબરજ પડતી નહતી. બીજો કોઈ વ્યક્તિ કહે કે ભાઈ તમને લોહી નીકળે છે ત્યારે ખબર પડતી હતી કે સ્ટેબીંગ થયું છે. સ્ટેબીંગના ચુનંદા વ્યક્તિઓ બોમ્બેથી બોલાવવામાં આવતા હતા. તેમને કોઈપણ કોમની ખબર ન હોઈ જ્યાં ત્યાં ગમે તેને સ્ટેબીંગો કરી દેતા હતા. જેમાં બે કોમોના લોકો ભોગ બનતા હતા. જેથી બે કોમો સામસામે વધારે જોશથી આવી જતી હતી. સ્ટેબીંગ કરનારા બોમ્બેથી આવતા હતા તેની જાણકારી નરેન્દ્રભાઈ મોદીની ભાજપ સરકાર આવ્યા પછી બિન સત્તાવાર લોકચર્ચામાં જાહેર થઈ હતી કે સ્ટેબીંગ ફક્ત બે કોમોને લડાવવાનો રાજકીય સ્ટન્ટ જ હતો. આવુંજ કંઈક અત્યારે બની રહ્યું છે. પણ તેની પધ્ધતિ જુદી છે. મોબાઈલ ઉપર ધર્મ વિરુદ્ધની પોષ્ટો મુકી તે ધર્મના લોકોને ભડકાવી બીજા ધર્મના લોકો સાથે ઝગડા કરાવવામાં આવી રહ્યા છે. જોકે પોલીસતંત્રની સતર્કતાને લઈ આવા સ્ટન્ટ બંધ થઈ ગયા છે. કોઈપણ વ્યક્તિ જે ધર્મનો ઊંડાણથી જાણકાર હોય તે ધર્મ વિરુદ્ધ લખી શકે. જે વ્યક્તિ ધર્મનો જાણકાર ન હોય તે ધર્મ માટે ધર્મ વિરુદ્ધ લખી શકે નહિ. કિશન ભરવાડ ૨૦ વર્ષ કરતાં નાની ઉંમરનો કિશોર હતો તેના લગ્ન પણ નાની ઉંમરમાં થયા હતા. તે ઉપરથી કહી શકાય કે તે ઓછું ભણેલો હોય. ખેરાલુનો યુવાન પણ આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરે છે એટલે ૧૭ થી ૧૮ વર્ષનો હોઈ શકે આવા કિશોરોને તેમના ધર્મ સિવાય બીજા ધર્મનું જ્ઞાન જ કઈ રીતે હોય? પોતાના ધર્મને સંપૂર્ણ ન જાણનાર કિશોર બીજા ધર્મની પોસ્ટ મોબાઈલમાં કઈ રીતે મૂકી શકે? એટલે એવું કહી શકાય કે જે તે ધર્મના જાણકારેજ પોસ્ટ બનાવી કિશન ભરવાડ જેવા યુવાનોને આપી તેમાં કિશન ભરવાડે પોસ્ટ મુકવાની ભૂલ કરી હોય. પોલીસ આ બાબતે તપાસ કરે કે કિશન ભરવાડના મોબાઈલમાં બીજા ધર્મ વિરુદ્ધની પોસ્ટ આવી ક્યાંથી? જેને કિશને વાયરલ કરી. ખેરાલુના યુવાન માટે માની શકાય કે કિશન ભરવાડ જેવી પોસ્ટ તેની પાસે આવી હોય અને તેણે છોકરમતમાં આ મુકી હોય. પણ કિશન ભરવાડની પોસ્ટ કોણે બનાવી, ક્યાંથી આવી, તેની તપાસ થાય તો દેશની શાંતિ હણનારુ મોટુ ષડયત્ર પકડી શકાય. પોલીસ તંત્રએ અત્યારે સતર્ક રહેવાની જરૂર એટલે છેકે થોડા મહિના પછી ધારાસભાની ચુંટણીઓ આવી રહી છે. આ ચુંટણીઓમાં કોમ કોમ વચ્ચે વિવાદ ઊભા ન થાય. છેલ્લા કેટલાક સમયથી જે શાંતિ જળવાઈ રહી છે તેવો કોમી એખલાસ જળવાઈ રહે.