નૂતન હોસ્પિટલમાં બ્લડ ફેરેસીસ સારવાર મળશે
લાખ્ખો રૂપિયાના ખર્ચે પ્લાઝમા ફેરેસીસ મશીન વસાવવામાં આવતા
સમગ્ર ઉત્તર ગુજરાતમાં સર્વ પ્રથમવાર નૂતન હોસ્પિટલ ખાતે લાખોના ખર્ચે અદ્યતન પ્લાઝમા ફેરેસીસ મશીન વસાવતા દર્દીઓને અમદાવાદ જવું નહીં પડે, ઘર આંગણે ખૂબ જ રાહત દરે સારવાર મળશે.
વિસનગરની નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલના યુવા પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણ જાહેર જનતાની આરોગ્યલક્ષી સુવિધા માટે સતત ચીંચીત છે અને અદ્યતન આરોગ્યલક્ષી સેવા ખૂબ જ રાહત દરે ઘરઆંગણે મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. જેના ફળ સ્વરૂપે હોસ્પિટલ ખાતે લેટેસ્ટ ઇન્ટરનેશનલ લેવલે ખ્યાતિ ધરાવતી કંપનીઓના સાધનો દરેક વિભાગમાં વસાવવામાં આવી રહ્યા છે. જેથી ખૂબ જ રાહત દરે દર્દી ના રોગ નું સચોટ નિદાન થઈ શકે છે અને શ્રેષ્ઠ સારવાર થઇ શકે છે.
વિસનગરની જનતાની આરોગ્ય સેવામાં હર હંમેશા અગ્રેસર રહેનારી નૂતન જનરલ હોસ્પિટલ ખાતે લાખો રૂપિયાના ખર્ચે ર્મ્ઙ્મર્ઙ્ઘ છરટ્ઠીિીજૈજ (બ્લડફેરેસીસ)ની સવિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે.ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં નૂતન જનરલ હોસ્પિટલ બ્લડબેંક ને વિવિધ છરટ્ઠીિીજૈજ પ્રોસીજર જેવી કે પ્લાઝમા ફેરેસીસ, પ્લેટલેટ ફેરેસીસ,ઇરીથ્રોસાઇટ ફેરેસીસ,થેરાપ્યુટીક પ્લાઝમાં ફેરેસીસ અને થેરાપ્યુટીક સાઇટોફેરેસીસનું લાઇસન્સ ઇસ્યું કરવામાં આવ્યું છે. જે વિસનગરની જનતા માટે સવિશેષ ગૌરવની બાબત છે. જીવલેણ રોગોમાં રામબાણ ઈલાજ થાય તેવી સુવિધા- નૂતન જનરલ હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા નૂતન હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ કરવામાં આવતા પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણને અભિનંદન આપીએ એટલા ઓછા છે.
આ પદ્ધતિમાં પેશન્ટમાંથી નુકશાનદાયક બિનજરૂરી બ્લડ કમ્પોનન્ટ છરટ્ઠીિીજૈજ મશીન દ્વારા છુટા પાડી ડીસ્કાર્ડ કરવામાં આવે છે. અને બાકીનું બ્લડ દર્દીને પાછું ચઢાવી દેવામાં આવે છે જેથી વધારાનો બ્લડ લોસ થતો નથી. આજ રીતે બ્લડ ડોનર માંથી પ્લેટલેટ કે પ્લાઝમાં જેવા જરૂરી ઘટકો અલગ તારવવામાં આવે છે અને બ્લડડોનરને તેનું બાકીનું બ્લડ પાછું ચઢાવી દેવામાં આવે છે. આ અલગ તારવવામાં આવેલ ઘટક્રોમાંથી જે તે દર્દીને જેની જરૂર હોય તે ઘટક ચઢાવવામાં આવે છે. આ સુવિધા ઉપલબ્ધ થવાથી ડેન્ગ્યુ ફિવર, ઓટો ઇમ્યુન કારણોથી થતા ગિલૈન-બેરે સીંડ્રોમ (લકવો) બ્લડ કેન્સર જેવા રોગોના નોર્થ ગુજરાત ના દર્દીઓને અમદાવાદ જેવા મોટા સેન્ટરમાં સારવાર લેવાની જરૂર પડશે નહી. આમ દર્દીનો ખર્ચ તથા સમય બચશે, સારવાર ઝડપી મળશે અને ગંભીર પરિસ્થિતિ ના દર્દીને ખૂબ જ લાભ થશે- નવજીવન મળશે. દિન પ્રતિદિન અદ્યતન આરોગ્યલક્ષી સેવાઓ ખૂબ જ ઝડપથી નૂતન હોસ્પિટલ ખાતે વિકસી રહી છે. અને જાહેર જનતાને ખૂબ જ રાહત દરે લાભ મળી રહ્યા છે જેનો યશ સંસ્થાના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણને જાય છે. જેઓની સતત પ્રયત્નશીલતા અંગત માર્ગદર્શન અને દેખરેખ હેઠળ અધતન આરોગ્યલક્ષી સુવિધાઓ શક્ય બની છે. પૂજ્ય સ્વ.સાંકળચંદકાકાની એક ભાવના હતી કે વિસનગરના લોકોને ઘર આંગણેજ રાહતદરની ઉત્તમ તબીબી સારવાર મળી રહે. દાદા સાંકળચંદકાકાની આ તબીબી સેવા ભાવનાને પ્રકાશભાઈ પટેલ સાચા અર્થમાં ચરીતાર્થ કરી રહ્યા છે.