Select Page

સુદાસણા પંથકના ર૪ ગામના ખેડૂતોના પ્રતિક ઉપવાસ

સુદાસણા પંથકના ર૪ ગામના ખેડૂતોના પ્રતિક ઉપવાસ

સિંચાઈના પાણી માટે ૧પ-પ થી મતદાનના બહિષ્કાર સાથે

સતલાસણા તાલુકાના સુદાસણાની પુર્વે ૧૪ કી.મી. દુર ધરોઈ ડેમ છે તથા પશ્વિમે ૧૦કી.મી. દુર મુક્તેશ્વર ડેમ છે. પરંતુ બન્ને જળાશયો વચ્ચે આવેલા સુદસણા, જશપુર, પિરોજપુરા, ડાવોલ, ડભાડ, કેસરપુરા, સરદાપૂર (ચી), દુલાણા, જસપુરીયા, તાલેગઢ, ઉંમરી, ઓરડા, ખારી, ઉમરેચા, મોટીભાલુ, નાનીભાલુ, સેમોર, કુબડા, વાંસડા, ભાલુસણા, શેષપુર, ભાટવાસ,, રીંછડા, પિરોજપુરા, ખિલોડ સહીતના ગામો માટે સિંચાઈની કોઈ વ્યવસ્થા નથી. તેમજ તાજેતરમાં માર્ચ-ર૦રરમાં શેષપુર, કોઠાસણ, સરતાનપુર, નવાવાસ, રાજપુર અને ભીમપુર, ગામ તળાવો પાઈપ લાઈનથી ભરવા રૂા. ૧૩૧ કરોડની યોજનાને સૈધ્ધાંતિક મંજુરી અપાઈ છે. જેમા સુદાસણા સહિતના ર૪ ગામોનો સમાવેશ કરાયેલ નથી. અગાઉ સુદાસણા આજુબાજુના ગામોમાં શેરડીનો પાક થતો હતો. અને પુર્વ ધારાસભ્ય સ્વ.મોહનભાઈ દેસાઈ, ખાંડનું કારખાનું નાંખવાનું વિચારતા હતા. ગોળના કોલ્હા તો ખેતરે ખેતરે જોવા મળતા હતા હાલ આ તમામ ગામો સુકા ભઠ્ઠ બન્યા છે. જમીનમાં ૧પ૦થી ર૦૦ ફુટે પત્થર આવતો હોવાથી બોર ઉંડા બનતા નથી. હજારો હેક્ટર જમીન હાલ ખેતી વગર બનજર પડી રહી છે. પશુપાલન માટે પણ ટેન્કરોથી પાણી લાવી ખેડુતો પાયમાલ થઈ ગયા છે. જેથી સરકાર ર૪ ગામોમાં ખેડુતોને સિંચાઈના પાણીની વ્યવસ્થા કરે તે માટે ૧પ્‌-પ-ર૦રરથી પ્રતિક ઉપવાસ શરૂ કરવા તૈયારીઓ શરૂ કરી છે. તેમજ મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રીને સંબોધી સતલાસણા મામલતદારને આવેદન પત્ર ૧પ૭ ખેડુતોની સહી સાથે આપવામાં આવ્યુ હતુ.
આવેદનપત્ર બાબતે ગુજરાતના પાણી પુરવઠા વિભાગના નિવૃત અધિકારી વિષ્ણુભાઈ મેવાડાએ જણાવ્યુ હતુ કે સરકાર દ્વારા નર્મદાના પાણી કચ્છના લખપત તાલુકો, સમગ્ર સૌરાષ્ટ્ર, બનાસકાંઠાના પાકિસ્તાની સરહદે આવેલ સુઈગામ, થરાદ તથા રાજસ્થાન સુધી પહોચાડી ભગીરથ કામ કર્યુ છે. જે ખરેખર અશક્ય લાગતું હતુ. સુદાસણા આજુબાજુના વિસ્તારોને પાણી આપવું એ સરકાર માટે મુશ્કેલ કામ નથી. સુદાસણા પંથકના ગામોને ધરોઈ ડેમથી રીવર્સ કેનાલ દ્વારા લીફટ કેનાલથી અથવા નર્મદાનું પાણી ખેરાલુ તાલુકાના રસુલપુર અથવા વરસંગ તળાવ ખાતે પંપીગ સ્ટેશન બનાવી ભાટવાસ ખાતે કરેડી ડુંગર પાછળના મુંજાવાળા વહેળામાં, ભાલુસણા અને ઉમરેચા વચ્ચે આવેલા લંબોળા ખાતેથી કાંપણી નદીમાં અને ભાલુસણા તરફ તથા આગળ બાકરાઈ ખાતેથી ખારી અને વાંસડા કુબડા વચ્ચે નદી આવે તેમાં પાણી નાંખી સમગ્ર વિસ્તારનો સિંચાઈનો પ્રશ્ન ઉકેલી શકાય તેમ છે. આ રજુઆતો સરકારમાં વારંવાર રજુ કરી છતા પ્રશ્નનો ઉકેલ આવતો નથી જેથી ર૪-૪-ર૦રરના રોજ મળેલી ગ્રામસભામાં સુદાસણા ગામના ગ્રામજનો સાથે સિંચાઈના પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો ના છુટકે ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા ૧પ-પ-ર૦રર ના નવા સુદાસણા ગામના અગ્રણી ભુપતસિંહ પરમાર, સિંચાઈ અને વિજળીના પ્રશ્ને ગ્રામ પંચાયત સુદાસણા આગળ પ્રતિક ઉપવાસ પર બેસવાના છે. તેમની સાથે સુદાસણા, નવા સુદાસણા, વિરપુર, બાપુનગર સહિત આજુબાજુના ર૪ ગામના લોકો સહયોગ આપશે.

મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યુ હતુ કે “પાર્થને કહો ચડાવે બાણ હવે તો યુધ્ધ એ જ કલ્યાણ” તે રીતે સિંચાઈ માટે ગામ ગામના લોકો ચુંટણી બહિષ્કાર કરવા તૈયાર થયા

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts