Select Page

૫૦ વર્ષ બાદ અખાત્રીજના દિવસે વિશેષ યોગોનો સંયોગ

૫૦ વર્ષ બાદ અખાત્રીજના દિવસે વિશેષ યોગોનો સંયોગ

પુણ્યદાન, શુભકાર્યો, ખરીદી કરવાનો શુભ દિવસ

તંત્રી સ્થાનેથી…

ચૈત્રી અમોવાસ્યા બાદ અજવાળી એકમથી લગ્નગાળાનો મહિનો શરૂ થઈ જાય છે. વૈશાખ એટલે ખેતીની તૈયારીઓ સમય આકાશી ખેતી કરતા ખેડૂતો અખાત્રીજથી હળ કે ટ્રેક્ટર લઈ કે બળદ લઈ ખેતરે પહોંચી જાય છે. ખેતરમાં પડેલો ઉનાળુ પાક તાત્કાલિક લઈ લેવામાં આવે છે. ગુજરાતમાં અખાત્રીજથી સરકાર દ્વારા કિસાન રથનુ આયોજન કરવામાં આવે છે. ગામેગામ કિસાન રથ ફરી ખેડૂતને ખેતી સંબંધી માહિતી, જમીનના પ્રકારની ચકાસણી બીજ કીટ વિતરણ, બીજને કેટલું પાણી આપવું તેની માહિતી આપતા હોય છે. કોરોના કાળમાં બે વર્ષ આ કાર્યક્રમ બંધ હતો હવે આ વર્ષે શરૂ થઈ શકે છે. વૈશાખ માસની અજવાળી ત્રીજ અખાત્રીજ તરીકે પ્રચલિત છે. તેને અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે. આ વર્ષે પણ અખાત્રીજ ૩ મેના દિવસે મંગળવારે મનાવવામાં આવશે. આ દિવસે આખા દિવસનું મુહુર્ત હોય છે. આ દિવસે કોઈપણ કાર્ય મુહુર્ત જોયા વિના કરી શકાય છે. આ વર્ષે અખાત્રીજના દિવસે મંગળ રોહીણી નક્ષત્રનો શોભન યોગ થાય છે. આ વર્ષમાં મંગળવાર અને રોહીણી નક્ષત્રના કારણે મંગળ રોહીણી યોગ બની રહ્યો છે. આ દિવસે શોભન યોગ અખાત્રીજને શુભ બનાવી રહ્યો છે. ૫૦ વર્ષ બાદ ગ્રહોના વિશેષ યોગથી અખાત્રીજના દિવસે અદ્‌ભૂત સંજોગો બની રહ્યા છે. ૩૦ વર્ષ પછી અખાત્રીજના દિવસે બની રહેલા શુભયોગો પણ દિવસનું મહત્વ વધારી રહ્યા છે. શ્રી કલ્લાજી વૈદિક વિદ્યાલયના આચાર્ય ર્ડા.મૃત્યુંજય તિવારીએ અખાત્રીજના દિવસે બની રહેલા રાજયોગ અને તેના મહત્વ વિષે માહિતી આપી હતી. આ દિવસે જુદા જુદા રાજયોગ બની રહ્યા છે. આ દિવસે સૂર્ય અને ચંદ્ર તેની ઉચ્ચ રાશીમાં રહેશે. આશરે ૫૦ વર્ષ બાદ એવો સંયોગ આવી રહ્યો છેકે બે ગ્રહ ઉચ્ચ રાશીમાં અને બે પ્રમુખ ગ્રહ સ્વરાશિમાં હશે. અખાત્રીજના દિવસે આ બનેલા શુભ સંજોગોના દિવસે દાન કરવું, મુંગા પ્રાણીઓને ઘાસ ખવરાવવું, ગરીબોને ભોજન કરાવવું, ગરીબોને વસ્ત્રદાન કરવુ તે પૂર્ણકારી થશે. આ દિવસે ચાર ગ્રહોનું અનુકુળ સ્થિતિમાં રહેવાનું હોવાથી અખાત્રીજ વધુ ખાસ બની જાય છે. આ દિવસે કોઈપણ શુભ કાર્ય કરવાથી ઉત્તમ ફળ મળે છે. આ આખા દિવસમાં શુભ કાર્ય માટે મુહુર્ત જોવાની જરૂર નથી. અખાત્રીજના દિવસે બદ્રીનારાયણના દ્વાર ખુલે છે અને પૂજા અર્ચના શરૂ થાય છે. અખાત્રીજના દિવસે વૃંદાવનના શ્રી બાંકેબિહારી મંદિરમાં શ્રીજીના ચરણના દર્શન કરી શકાય છે. આખા વર્ષમાં આ એકજ અવસર હોય છે. જેમાં તમે શ્રીજીના ચરણના દર્શન કરી શકો છો. અખાત્રીજના દિવસે વિષ્ણુ ભગવાને પરશુરામનો અવતાર ધારણ કર્યો હતો. અખાત્રીજ ખુબજ શુભ માનવામાં આવે છે. તેથી આ દિવસે લગ્ન, સગાઈ કરવા ઉપરાંત્ત મકાન, કપડાં, વાહન, ઘરેણાંની ખરીદી કરવા માટે પણ શુભ માનવામાં આવે છે. અખાત્રીજના દિવસે દાન કરવાથી સુખસંપત્તિ વધે છે પૂર્ણ લાભ થાય છે. આ તંત્રી લેખમાં આપેલ માહિતી જુદા જુદા જ્યોતિષિઓની દૃષ્ટિની ધારણા આધારિત છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts