Select Page

વિસનગર માર્કેટયાર્ડમાં પ્રજાપતિ સમાજનુ મહાસંમેલન યોજાયુ

ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા આયોજીત

ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા આયોજીત ઉત્તર ઝોનના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર એમ છ જીલ્લાનુ વિસનગર માર્કેટયાર્ડમાં મહાસંમેલન યોજાયુ હતુ. આ સંમેલનમાં વિશેષતા એ હતી કે પ્રજાપતિ સમાજના લોકો સ્વયંભૂ ઉમટી પોતાની સામાજીક એકતા દર્શાવી હતી. વિસનગર ઉપરાંત્ત નજીકના તાલુકાના વડનગર, ખેરાલુ, સતલાસણા, મહેસાણા, વિજાપુર, બેચરાજી, કડીમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમાજનુ શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. ગુજરાતની ૧૮૨ વિધાનસભા સીટમાંથી પ્રજાપતિ ભાઈઓ તથા બહેનો સ્વખર્ચે વાહનો લઈને ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારાના કોર કમિટીના કન્વીનર વિરચંદભાઈ પ્રજાપતિ મહેસાણા, અનિલભાઈ પ્રજાપતિ અમદાવાદ, ફુલચંદભાઈ(ધર્મેશભાઈ) પ્રજાપતિ વિસનગર, ધારાસભ્યના પૂર્વ ઉમેદવાર લાલજીભાઈ પ્રજાપતિ પાલનપુર, વાઘજીભાઈ પ્રજાપતિ કચ્છ, દલસુખભાઈ જાગણી રાજકોટ પૂર્વ મેયર, અલકાબેન પ્રજાપતિ રાધનપુર, રમેશભાઈ પ્રજાપતિ જામનગર, ડેપ્યુટી મેયર મુકેશભાઈ પ્રજાપતિ સુરત, નાથાલાલ પ્રજાપતિ હિંમતનગર, દિનેશભાઈ પ્રજાપતિ વિસનગર, સી.કે.પ્રજાપતિ ઉમતા, મુકુંદભાઈ પ્રજાપતિ વિસનગર, કનુભાઈ પ્રજાપતિ મહેસાણા, રાજુભાઈ પ્રજાપતિ વડનગર, હરેશભાઈ પ્રજાપતિ વિસનગર, કિર્તિભાઈ પ્રજાપતિ મહામંત્રી ઉત્તર ગુજરાત સંગઠન, કુબેરભાઈ પ્રજાપતિ સતલાસણા, ઉત્તર ઝોન તથા ગુજરાતના વિવિધ વિસ્તારના જવાબદાર આગેવાનોની તનતોડ મહેનતથી સંમેલનમાં મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ મહાસંમેલનમાં અધ્યક્ષ પદે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, વિશિષ્ટ મુખ્ય મહેમાન પદે વિસનગરના લોકલાડીલા ધારાસભ્ય તથા કેબીનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, અતિથિ વિશેષમાં વિસનગર માર્કેટયાર્ડના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, રાજ્ય સભાના સાંસદ દિનેશભાઈ અનાવાડીયાનુ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત્ત મુખ્ય મહેમાનમાં શારદાબેન પટેલ સાંસદ, રજનીભાઈ પટેલ મહામંત્રી પ્રદેશ ભાજપ, પ્રદિપસિંહ વાઘેલા મહામંત્રી પ્રદેશ ભાજપ, વિનોદભાઈ ચાવડા સાંસદ સભ્ય કચ્છ, જી.કે.પ્રજાપતિ પૂર્વ ઉપાધ્યક્ષ બક્ષીપંચ મોરચો, બીપીનભાઈ પ્રજાપતિ, સોમાભાઈ જેઠાભાઈ પ્રજાપતિ તિરૂપતી બીલ્ડકોન, જશુભાઈ પટેલ જીલ્લા ભાજપ પ્રમુખ, વિણાબેન પ્રજાપતિ મહામંત્રી પ્રદેશ ભાજપ મહિલા મોરચો, દેવેન્દ્રભાઈ પ્રજાપતિ ઉપપ્રમુખ પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચો, ગોવિંદભાઈ એમ.પ્રજાપતિ પૂર્વ ધારાસભ્ય, ડાહ્યાભાઈ પ્રજાપતિ પ્રમુખ ઉત્તર ઝોન, નિરંજનભાઈ ઝોઝમેરા પ્રમુખ સુરત શહેર ભાજપ-પૂર્વ મેયર, ભુવાજી સતિષભાઈ પ્રજાપતિ ચેહરધામ અડાલજ, મહંત વાસુદેવબાપુ પીપળીધામ પાટડી, મહંત દલસુખરામ બાપુ નકલંકધામ હળવદ, મુખી મહારાજ, મુખ્ય કન્વીનર ઈશ્વરભાઈ પ્રજાપતિ, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ ગળીયા, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, પ્રકાશભાઈ પટેલ ચેરમેન એસ.કે.યુનિવર્સિટી, રાજુભાઈ પટેલ ઉપપ્રમુખ જીલ્લા ભાજપ વિગેરે મહાનુભાવોનુ ફુલહાર, શાલ, માટીકલાની ઠંડાપાણીની બોટલ, ચાકડો, મોમેન્ટ વિગેરેથી પ્રજાપતિ સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ.
મહાસંમેલનમાં કેબીનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે પ્રજાપતિ સમાજ આજ સુધી ભાજપ સાથે જોડાયેલો છે અને સંગઠીત થઈને ભાજપ સાથે ઉભો રહે છે તેમ જણાવ્યુ હતુ. સાંસદ દિનેશભાઈ અનાવાડીયાએ જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાંથી સૌપ્રથમ વખત પ્રજાપતિ સમાજને રાજ્ય સભામાં પ્રતિનિધિત્વ આવ્યુ છે જે માટે પ્રજાપતિ સમાજ ગૌરવ અનુભવે છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે તેમના પ્રવચનમાં જણાવ્યુ હતું કે, આટલા ધોમધખતા તાપની ગરમીમાં પ્રજાપતિ સમાજની વિશાળ જનમેદની રાહ જોઈને બેસી રહી છે તેજ મારૂ સન્માન છે. આજ ગુજરાત રાજ્ય તેમજ દેશનો પ્રજાપતિ સમાજ ભાજપ વિચારધારા જોડે સંકળાયેલો છે. જે ગૌરવની બાબત છે. ભાજપ સાથે સંકળાયેલ હોવાથી પંચાયત સભ્ય, સરપંચ, તાલુકા, જીલ્લા ડેલીગેટ, કોર્પોરેટર, મેયર, ડેપ્યુટી મેયર તેમજ ભાજપ સંગઠનના વિવિધ હોદ્દાઓમાં પ્રજાપતિ સમાજને સ્થાન આપવામાં આવ્યુ છે. જે સમાજ માટે ગૌરવ લેવાની બાબત છે.
પ્રજાપતિ ભાજપ વિચારધારાના કન્વીનર વિરચંદભાઈ પ્રજાપતિએ સંગઠન મજબુત કરવાની વિસ્તૃત માહિતી આપી હતી. અનિલભાઈ પ્રજાપતિએ સંગઠનનુ માર્ગદર્શન આપ્યુ હતુ. સ્વાગત પ્રવચન વિસનગર પ્રજાપતિ સમાજના પ્રમુખ તથા વિચારધારા મહેસાણા જીલ્લાના પ્રમુખ દિનેશભાઈ પ્રજાપતિએ કર્યુ હતુ. આભારવિધિ સી.કે. પ્રજાપતિ ઉમતાએ કરી હતી. મહાસંમેલનને સફળ બનાવવા વિસનગર બ્રહ્માણી પ્રજાપતિ મંડળના પ્રમુખ મુકુંદભાઈ પ્રજાપતિ, યુવા સંગઠનના પ્રમુખ વિષ્ણુભાઈ પ્રજાપતિ વિગેરેના સહયોગથી સંમેલનના આગળના દિવસે બાઈક રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. વિસનગર પ્રજાપતિ સમાજના ગાયક કલાકાર, ધીરજ પ્રજાપતિએ પ્રજાપતિ સમાજને લગતા ગીતો ગાઈને ઉત્સાહ વધાર્યો હતો. બાવીસી સમાજના પ્રમુખ મોહનલાલ પ્રજાપતિ, ગઢવાડા પ્રજાપતિ સમાજના પ્રમુખ કુબેરભાઈ સી.પ્રજાપતિ, વિસનગર પ્રજાપતિ સમાજના પ્રમુખ દિનેશભાઈ પ્રજાપતિ, પાંચ શહેર પ્રજાપતિ સમાજ તથા વડનગર સમાજના પ્રમુખ રાજુભાઈ પ્રજાપતિ, દરેક સમાજના હોદ્દેદારો, કારોબારી સભ્યો વિગેરેના સાથ સહકારથી સંમેલન સફળ બન્યુ હતુ.

• પ્રજાપતિ સમાજ સંગઠીત થઈને ભાજપ સાથે ઉભો રહે છે-કેબીનેટ મંત્રી ઋષિભાઈ
• ધોમધમતા તાપમાં પ્રજાપતિ સમાજની વિશાળ જનમેદની મારી રાહ જોઈને બેસી રહી તે મારૂ સન્માન છે-સી.આર.પાટીલ

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us