Select Page

નાઈન માર્ટનો ખુશીઓ કા મેલા લકી ડ્રો યોજાયો

નાઈન માર્ટનો ખુશીઓ કા મેલા લકી ડ્રો યોજાયો

છેલ્લા સાત વર્ષથી ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કરનાર

  • નાઈન માર્ટ દ્વારા વર્ષના અંત સુધીમાં કડા ત્રણ રસ્તા પાસે દસ હજાર સ્ક્વૅર ફૂટનો મૉલનો શુભારંભ કરવામાં આવશે
  • નિતિમત્તા, નિષ્ઠા અને પ્રમાણિકતાના કારણે નાઈન માર્ટ ગૃપની ફક્ત સાત વર્ષના ગાળામાં ગ્રાહકોનો અભૂતપૂર્વ વિશ્વાસ સંપાદન કરી હરણફાળ ભરી

વિસનગરમાં છેલ્લા સાત વર્ષમાં નાઈન માર્ટે ગ્રાહકોનો અપ્રતિમ વિશ્વાસ કેળવ્યો છે. નાઈન માર્ટ દ્વારા ખુશીઓ કા મેલા લકી ડ્રો સ્કીમ મુકવામાં આવી હતી. જેમાં નાઈન માર્ટનો ચાહક ગ્રાહક વર્ગ મોટી સંખ્યામાં ડ્રોમાં ઉપસ્થિત રહ્યો હતો. ગ્રાહકોએ ડ્રો કાર્યક્રમમાં રાખવામાં આવેલ લાઈવ ગોટા સહિત ચા અને શરબતનો સ્વાદ માણ્યો હતો.
નિતિમત્તા, નિષ્ઠા અને પ્રમાણિકતાની મહેનત હોય ત્યા સફળતા મળ્યા વગર રહેતી નથી. નાઈન માર્ટ દ્વારા વર્ષ ૨૦૧૬ માં સૌપ્રથમ મહેસાણા ચાર રસ્તા પાસે મૉલની શરૂઆત કરી હતી. પ્રથમ મૉલનો શુભારંભ કર્યો તે સમયે ભાગીદારોનો એકજ હેતુ હતો કે ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વસ્તુઓ આપવી. આ ધ્યેય સાથે આગળ વધતા મહેસાણા ચાર રસ્તા પાસેની જગ્યા નાની પડતા વર્ષ ૨૦૨૦ માં કાંસા ચાર રસ્તા પાસે નાઈન માર્ટની બીજી શાખાનો શુભારંભ કર્યો. જ્યા ચાર રસ્તા આસપાસ વિસ્તારનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. ગ્રોસરી, પ્લાસ્ટીકવેર, ક્રોકરી, રમકડાં, સ્પોર્ટસ, લેડીઝ, જેન્ટ્‌સ અને ચિલ્ડ્રન્સ માટે રેડીમેડ વિગેરે ઉત્તમ ક્વૉલીટીની વસ્તુઓનુ વેચાણ કરવામાં આવતુ હોવાથી હાલમાં નાઈન માર્ટના બન્ને મોલમાં ગ્રાહકોનો ઘસારો જોવા મળે છે.
નાઈન માર્ટ દ્વારા ગ્રાહકો માટે ખુશીઓ કા મેલા લકી ડ્રો સ્કીમ મુકવામાં આવી હતી. જેમાં એક્ટીવા 6G સહિત ૯૯૯ મુખ્ય ઈનામો રાખવામાં આવ્યા હતા. સાત મહિનની નાઈન માર્ટની સ્કીમમાં રૂા.૯૯૯/- ની ખરીદી ઉપર ગ્રાહકને એક કુપન આપવામાં આવી હતી. આ સ્કીમનો ગ્રાહકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. તા.૧૬-૭-૨૦૨૩ ને રવિવારના રોજ સવારે કડા ચાર રસ્તા પાસે આવેલ ઉમિયા ગાર્ડન પાર્ટી પ્લોટમાં લકી ડ્રોનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ૯૯૯ મુખ્ય ઈનામોનો લકી ડ્રો યોજાયો હતો. જ્યારે બાકીના કુપન ધરાવતા દરેક ગ્રાહકોને બે ટકા એકસ્ટ્રા ડીસ્કાઉન્ટનો લાભ આપવામાં આવ્યો છે. ડ્રોના દિવસે કુપન મેળવનાર ગ્રાહકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ડ્રોમાં હાજર રહેનાર ગ્રાહકો માટે પટેલની ચા, તલોદ ઈન્સ્ટન્ટના લાઈવ ગોટા અને ક્રિમ શરબત રાખવામાં આવ્યો હતો. જેનો મોટી સંખ્યામાં ગ્રાહકોએ સ્વાદ માણ્યો હતો. ડ્રોમા નાઈન માર્ટ પરિવારે ગ્રાહકો માટે મોકળાશવાળી જગ્યા પસંદ કરી સુંદર બેઠક વ્યવસ્થા અને સુચારૂ આયોજન પૂરુ પાડ્યુ હતુ. ડ્રોમા હાજર વિજેતા ગ્રાહક મિત્રોને સ્ટેજ ઉપર બોલાવી સન્માન આપ્યુ હતુ. વરસાદી વાતાવરણ વચ્ચે પણ મોટી સંખ્યામાં ગ્રાહક મિત્રો હાજર રહીને લકી ડ્રો કાર્યક્રમને સફળ બનાવવામાં નાઈન માર્ટ પરિવારને સહયોગ આપ્યો હતો. જે બદલ નાઈન માર્ટની બન્ને શાખા પરિવારે ગ્રાહકોનો આભાર માન્યો હતો.
નોધપાત્ર બાબત છેકે નાઈન માર્ટમાં શહેરના છેવાડાના વિસ્તારમાંથી ગ્રાહકો ખરીદી કરવા માટે આવે છે. ત્યારે વર્ષના અંત સુધીમાં કડા ત્રણ રસ્તા પાસે ૧૦ હજાર ચોરસ ફૂટમાં નાઈન માર્ટ દ્વારા ત્રીજી શાખાની શરૂઆત કરવામાં આવશે. જેનો આ વિસ્તારના ગ્રાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us