Select Page

ચેરમેન પદે મુકેશભાઈ ચૌધરી-વાઈસ ચેરમેન પદે જતીનભાઈ પટેલની વરણી

વિસનગર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં…..

વિસનગર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચુંટણીમાં ભાજપ સમર્થિત પેનલના તમામ ૧૩ ઉમેદવારોનો વિજય થયા બાદ ગત બુધવારે ચુંટણી અધિકારી એવમ્‌ મામલતદારની અધ્યક્ષતામાં સંઘના ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી માટે ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ચેરમેન પદે મુકેશભાઈ વી.ચૌધરી (મગરોડા) અને વાઈસ ચેરમેન પદે જતીનભાઈ બી. પટેલ (કંસારાકુઈ)ની સર્વાનુમત્તે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જોકે તાલુકા ખરીદ વેચાણ સંઘમાં ચૌધરી સમાજના યુવા સભ્યને ચેરમેન બનાવતા ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ચૌધરી સમાજના વિરોધી હોવાની ચર્ચા કરતા લોકોનું મોં સિવાઈ ગયુ છે.
વિસનગર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની વ્યવસ્થાપક કમિટીની ૧૩ બેઠકો માટે ચુંટણી યોજાઈ હતી. જેમાં ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલના આશિર્વાદથી ભાજપ સમર્થિત પેનલના તમામ ૧૩ ઉમેદવારોનો વિજય થયો છે. સંઘમાં ભાજપ સમર્થિત પેનલના તમામ ઉમેદવારોનો વિજય થયા બાદ ગત બુધવારે ચુંટણી અધિકારી અવમ્‌ મામલતદાર એન.બી. મોદીની અધ્યક્ષતામાં સંઘના ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી માટે ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સંઘના ચેરમેન પદે મુકેશભાઈ વી. ચૌધરી (મગરોડા) અને વાઈસ ચેરમેન પદે જતીનભાઈ બી.પટેલ (કંસારાકુઈ) ની સર્વાનુમત્તે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. સંઘના ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી થયા બાદ તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ પટેલ (ગળીયા), તાલુકા ભાજપ મહામંત્રી મહેશભાઈ પટેલ (સુંશી), પુર્વ કોર્પોરેટર નાગજીભાઈ રબારી, તાલુકા ભાજપ ઉપપ્રમુખ ઈશુભાઈ રબારી (છોગાળા), દિલીપભાઈ ચૌધરી(કિયાદર), એ.પી.એમ.સી.ના ડીરેક્ટર જશુભાઈ ચૌધરી (ગુંજા) સહિત સંઘની વ્યવસ્થાપક કમિટીના સભ્યોએ ચેરમેન મુકેશભાઈ ચૌધરી અને વાઈસ ચેરમેન જતીનભાઈ પટેલનુ મોં મીઠુ કરાવી ફુલહાર તથા સાલથી બહુમાન કરી શુભકામનાઓ પાઠવી હતી. જોકે તાલુકા સહકારી વેચાણ સંઘમાં ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના આશિર્વાદથી ચૌધરી સમાજના સભ્ય સંઘના ચેરમેન બનતા ઋષિભાઈ પટેલ ચૌધરી સમાજના વિરોધી હોવાની ચર્ચા કરતા લોકોનું મોં સિવાઈ ગયુ છે.
નોધપાત્ર બાબત છેકે, મુકેશભાઈ ચૌધરી વર્ષોથી ભાજપ અને ધારાસભ્ય ઋષિભાઈ પટેલ સાથે પુરી વફાદારી અને નિષ્ઠાથી સેવા આપી છે. મુકેશભાઈ ચૌધરીએ કોઈપણ નાત-જાતના ભેદભાવ વગર વિકાસ કામોમાં સહભાગી બન્યા છે. વર્ષ-૨૦૧૭ ની વિધાનસભાની ચુંટણી વખતે અનામત આંદોલનનો વંટોળ હતો ત્યારે પણ તન, મન અને ધનથી ઋષિભાઈ પટેલ સાથે રહી પરિણામ મેળવ્યુ હતુ. ત્યારે ભાજપ અને કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે મુકેશભાઈ ચૌધરીના કાર્યોની કદરરૂપે તાલુકા સંઘના ચેરમેન પદે નિમણુંક કરી છે. મુકેશભાઈ ચૌધરી યુવાન વયે વહિવટીય કાર્યકુશળ વ્યક્તિત્વ ધરાવે છે. જેમની આવડત અને અનુભવથી તાલુકા સંઘ થકી ખેડૂતોને પૂરેપૂરો લાભ મળશે તેમાં કોઈ બે મત નથી.

મુકેશભાઈ ચૌધરીને ભાજપ પ્રત્યેની વર્ષોની નિષ્ઠા અને વફાદારીનુ ફળ મળ્યુ

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts