વિસનગર સિવિલ હોસ્પિટલ દૈનિક ૮૫૦ની OPDથી ધમધમ્યુ
કેબિનેટ આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલની સતત દેખરેખનુ પરિણામ
- જુલાઈ માસમાં આંખ વિભાગમા ૩૫૫૦, હાંડકા વિભાગમાં ૨૦૨૫, ગાયનેક વિભાગમાં ૧૧૮૦, બાળરોગ વિભાગમાં ૧૮૦૦ દર્દીઓએ લાભ લીધો
વિસનગરના ધારાસભ્ય તથા કેબિનેટ આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલની દેખરેખમા સમગ્ર ગુજરાતમા સરકાર હસ્તકની આરોગ્ય સેવાઓમાં સુધારો થયો છે. ત્યારે મંત્રીના હોમ ટાઉનમાં સરકારી આરોગ્ય સેવાઓમાં ક્યાંથી કચાસ રહે છે તેનુ ધ્યાન રાખી કેબિનેટમંત્રીની સતત દેખરેખના કારણે ડાક્ટરોની નિયમિત સેવા મળતા તેમજ દવાઓનો પુરતો સ્ટોક હોવાથી સિવિલ હોસ્પિટલમા દર્દિઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જેમાં હોસ્પિટલમા અગાઉના રેકોર્ડ બ્રેક થઈ રહ્યા છે. વિનામુલ્યે સારી સારવાર, સુવિધા તથા દવાઓ મળતી હોવાથી દૈનિક ઓપીડી ૮૫૦ ઉપરાંત નોંધાઈ છે. જેમાં સિવિલ અધિક્ષક ર્ડા.પારૂલબેન પટેલ અને તમામ સ્ટાફનો પણ મહત્વનો ફાળો છે.
કેબિનેટ કક્ષાના આરોગ્યમંત્રી અને વિસનગરના લોકલાડીલા ધારાસભ્ય ઋષિભાઈ પટેલના સતત માર્ગદર્શન, સીધી દેખરેખ મુજબ હાલ સિવિલ હોસ્પિટલ ખાતે અદ્યતન સાધનો તથા ફેકલ્ટીના ડાક્ટરોની સેવા ઉપલબ્ધ થઈ રહી છે. જેથી વિસનગર તથા તાલુકાની જરૂરીયાતમંદ જનતાને વધુમાં વધુ અદ્યતન સુવિધાઓ, સારવાર, દવાઓનો લાભ મળી રહ્યો છે.
હાલ સારી ઉત્કૃષ્ટ સેવાઓ મળવાના લીધે દર્દીઓની સંખ્યામાં સેવા લેવામાં વધારો થયોે છે. હાલ સિવિલની ઓપીડી ૮૫૦ પ્રતિદિન ને પાર પહોંચી છે.
વધુમાં હાલ કન્ઝક્ટીવાઈટીસ (આંખનો અખિયા મિલાકે રોગ) માં અત્રે ઉત્તમ સેવા, ટીપા, સારવાર મળતી હોવાને લીધે આંખ વિભાગમા ૨૫૦ દર્દી/ પ્રિતદિનની નોંધપાત્ર ઓપીડી નોંધવા પામી છે. જુલાઈ માસમાં ૩૫૫૦ દર્દિઓએ આંખ વિભાગનો લાભ લીધો છે.
હાડકાના ડાક્ટર દ્વારા હોસ્પિટલમા હાડકાના ઓપરેશન કરવામાં આવે છે, પ્લાસ્ટરની સુવિધા ઉપલબ્ધ હોવાથી અને હાડકાના દર્દીઓની ઓપીડી પ્રતિદીન ૬૦ થી વધુની થવા પામી છે. જુલાઈ માસમાં ૨૦૨૫થી વધુ દર્દિઓએ હાડકા વિભાગનો લાભ લીધો છે.
હોસ્પિટલના પ્રસૃતિ વિભાગમા પ્રસૃતા બહેનોને સારી સેવા મળતી હોવાને કારણે પ્રસૃતિની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળેલ છે. સીઝેરીયન, સોનોગ્રાફી સહીત નોર્મલ ડીલીવરીના કેસમાં પણ વધારો જોવા મળેલ છે. દર મહીને આશરે ૫૦ થી ૬૦ તો નોર્મલ ડીલીવરી કરવામાં આવી છે. જુલાઈ માસમાં ૧૧૮૦ થી વધારે દર્દીઓએ સ્ત્રીરોગ વિભાગનો લાભ લીધો છે.
બાળકોના ડાક્ટરની નિષ્ઠાપુર્વકની સેવાના કારણે બાળકોમાં પણ સારી અને ઉત્તમ સેવા મળી રહે છે. જેના કારણે બાળરોગ ઓપીડી ૧૦૦/ પ્રતિદિન નોંધાવા પામી છે. જુલાઈ મહિનામાં ૧૮૦૦ બાળ દર્દિઓએ બાળરોગ વિભાગનો લાભ લીધો છે. મેડીકલ ઓફીસર દ્વારા 24 x 7 ઈમરજન્સી સારવાર તથા ડેન્ગ્યુ, મેલેરીયા, ટાઈફોઈડ જેવા વાઈરલ રોગોની સારવાર દર્દીઓને દાખલ કરીને આપવામાં આવે છે. આ સિવાય ડાયાલીસીસી, દાંત વિભાગ, ટી.બી.ના રોગો, કીમોથેરાપી તથા ટેલી આઈ.સી.યુ.ની અદ્યતન સેવાનો લાભ પણ દર્દીઓ બહોળા પ્રમાણમાં મેળવી રહ્યા છે. જ્યારે લેબોરેટરી વિભાગમાં ૨૪૮૦૦ દર્દિઓએ લાભ લીધોે છે. વિસનગર સિવિલ હોસ્પિટલની સુવિધાઓનો બહોળા પ્રમાણમાં લાભ લેવા અધિક્ષક ડા. પારૂલબેન પટેલે વિસનગર તથા આજુબાજુના તાલુકાની જનતાને નમ્ર અરજ કરી છે.