Select Page

દુકાન બંધ થવાથી નવરા પડેલા ચૌધરી સમાજની ચિંતા કરવા નિકળ્યા

દુકાન બંધ થવાથી નવરા પડેલા ચૌધરી સમાજની ચિંતા કરવા નિકળ્યા

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના ખોટા વિરોધથી દઢિયાળના પૂર્વ સરપંચ તથા માર્કેટયાર્ડના ડીરેક્ટરની હૈયાવરાળ

છેલ્લા કેટલાક સમયથી કેટલાક ચોક્કસ સ્થાપીત હીત ધરાવતા લોકો દ્વારા વિસનગરના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશભાઈ પટેલને નિશાન બનાવીને અપપ્રચાર કરવામા આવી રહ્યો છે. વિસનગર વિધાનસભા મત વિસ્તારના વિકાસ માટે રાત-દિન એક કરનાર અને પ્રજાના પ્રશ્નોના ઉકેલ માટે સતત કાર્યરત રહેનારા ઋષિકેશભાઈ પટેલની સામે કેટલાક મુઠ્ઠીભર લોકો પોતાનો રાજકીય રોટલો શેકવા માટે અવનવા ગતકડા કરતા રહે છે. વિસનગર વિધાનસભા મત વિસ્તારના તમામ સમાજના મતદારો ધારાસભ્યની કામગીરીથી ખુશ છે અને એટલે જ સતત ત્રણ ટર્મથી તેમની વિજયી બનાવે છે. વિધાનસભાની ચુંટણીઓ ના પડઘમ વાગી રહ્યા છે તેવા સમયે ઋષિકેશભાઈના સમર્થક ગણાતા ચૌધરી સમાજના નામે ખોટા ખોટા નિવેદનો આપવાવાળી એક ગેંગ સક્રિય થઈ છે. ચૌધરી સમાજના હૃદયમાં પોતીકુ સ્થાન ધરાવતા ધારાસભ્ય સાથે ચૌધરી સમાજે કાયમ માટે ગમે તેવા સમયમાં અડીખમ રહીને સાથ સહકાર આપ્યો છે. પોતાનો રાજકીય રોટલો શેકવા માટે ચૌધરી સમાજનું નામ ખરાબ કરવાવાળા આવા તત્વો સામે હવે ચૌધરી સમાજના આગેવાનોએ બાંયો ચડાવી છે.
દઢિયાળ ગ્રામ પંચાયતના પુર્વ સરપંચ દિલીપભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે અમારો સમાજ કાયમ ભાજપની સાથે રહે છે. ભાજપ સરકારમાં ઋષિકેશભાઈના સમર્થ નેતૃત્વમાં જનતાના કામ થાય છે. અમારા વિસ્તારમાં વર્ષોથી સિંચાઈની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ખેડુતો તથા પશુપાલકોની હાલત કફોડી હતી. અમે ઋષિકેશભાઈને રજુઆત કરતા તેમને અથાગ પ્રયત્નો કરી રૂપિયા ૧૦૯ કરોડના ખર્ચે ખેરવાથી વિસનગર અને રૂપિયા ર૪૭ કરોડના ખર્ચે ધાધુસણથી રેડ લક્ષ્મીપુરા માટેની નર્મદા આધારીત પાઈપલાઈન મંજુર કરાવી રર ગામના ૬પ જેટલા તળાવો ભરવાની વ્યવસ્થા કરી. જે વિસનગરના ખેડુતો અને પશુપાલકો માટે ખુબ જ ઉપયોગી અને જીવાદોરી સમાન બની છે. આવા ધારાસભ્યને વિસ્તારની જનતા આજીવન આશીર્વાદ અને સાથ સહકાર આપે જ તેમાં કોઈ બેમત નથી. પોતાની દુકાન બંધ થઈ જવાથી નવરા પડેલા તત્વો હવે ચૌધરી સમાજની ચિંતા કરવા નિકળ્યા છે. વર્ષો સધી સત્તા ભોગવીને ભ્રષ્ટાચારના નવા નવા રેકોર્ડ બનાવનારાઓને હવે ચૌધરી સમાજ યાદ આવ્યો છે. અત્યાર સુધી આ લોકો કયાં હતા? તમે અત્યાર સુધીમાં વિસનગરનું કે ચૌધરી સમાજનું શુ ભલુ કર્યુ છે ? હવે તમારી ડુબતી નૈયા બચાવવા માટે સમાજનો સહારો લેવા નીકળ્યા છો ? પણ એક વાત યાદ રાખજો કે વિસનગરનો ચૌધરી સમાજ તમારી કોઈ પણ ખોટી વાતોથી ભરમાવાનો નથી.
ગુંજાના વિસનગર માર્કેટયાર્ડના ડીરેક્ટર જશુભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે વિસનગરના એકે એક ગામને પાકા રોડથી જોડવાનું ભગીરથ કાર્ય ઋષિભાઈએ કર્યુ છે. ભાજપની સરકારમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કાચા નાળીયામાં પણ ગામે ગામ પાકા રસ્તા બનવા લાગ્યા છે. સમગ્ર ગુજરાતની સાથે વિસનગરમાં આરોગ્ય ક્ષેત્રે ખુબ સારુ કામ થયુ છે. હોસ્પિટલો આધુનિક બની છે. કોરોના સમયે રાત દિવસ સિવિલ હોસ્પિટલમાં હાજર રહી દર્દીઓની ખડે પગે સેવા કરનાર, એપીએમસી અને દાતાઓના માધ્યમથી ઓક્સીજનની સેન્ટ્રલાઈઝ લાઈનની વ્યવસ્થા કરવાવાળા, ઓક્સીજન પ્લાન્ટની વિસનગરને ભેટ આપવાવાળા, વિસનગર સિવિલ હોસ્પિટલને અત્યાધુનિક સાધનોથી સજ્જ કરનારા ધારાસભ્યને પ્રજા હંમેશા સાથ સહકાર આપતી રહી છે. વિસનગરના જન જન ભાજપ સરકારના કામોંથી સંતુષ્ટ છે અને ભાજપની સરકારની સાથે છે. એવા સમયે અમારો ચૌધરી સમાજ પણ ભાજપ અને ઋષિભાઈને ફરીથી વિજયી બનાવવા થનગની રહ્યો છે. કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને સમાજની જીવાદોરી સમાન સંસ્થાને ખોટના ખાડામાં ધકેલી દઈ હજારો કરોડ રૂપિયાના દેવાનો બોજો કરી દૂધ ઉત્પાદકોના પરસેવાની કમાણી લુંટી લેનારા અને દૂધ ઉત્પાદકોના પૈસે તાગડધિન્ના કરનારા તત્વોની ખોટે ખોટી વાતોથી દોરવાઈ જાય એવો અમારો ચૌધરી સમાજ નથી. ચૌધરી સમાજ હંમેશા ભાજપની સાથે રહે છે અને ભાજપની સાથેજ રહેશે. સમાજની એક્તા અને અખંડિતતા તોડવાનો પ્રયત્ન કરનારા અને સમાજના નામે બેફામ વાણી વિલાસ કરનારાઓને સમય આવે સમાજ પરચો બતાવશે. આ સાથે અમે જણાવતા માંગીએ છીએ કે ચૌધરી સમાજનાનામે ચરી ખાવા વાળા લોકો સ્પષ્ટ રીતે સમજી લે કે ચૌધરી સમાજ કોઈ ના ઘરે ગીરો નથી કે સમાજનો ઠેકો કોઈ એક વ્યક્તિ પાસે નથી. ચૌધરી સમાજ પોતાના હિતને સારી રીતે સમજે છે અને લાખ ધમપછાડા કરે તો પણ હવે ફરીથી બિલાડીને દૂધની રખેવાળી સોપવાની નથી.
ભાજપની સરકાર અને નરેન્દ્રભાઈ મોદીની સુચનાથી દૂધસાગર ડેરી ઋષિકેશભાઈએ ખાડામાંથી ઉગારી નહોત તો અત્યારે પશુપાલકો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હોત. દૂધસાગર ડેરીને તાળા વાગી ગયા હોત. અમુક હિત ધરાવતા લોકો આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ વિશે બેફામ વાણી વિલાસ કરી ને કહે છે પાણી વગરના મંત્રી ગણાવે છે. સાચી વાત છે લોક લાડીલા મંત્રીશ્રી આપની જેમ વાણી વિલાસ, ભ્રષ્ટાચાર કરીને દોહનારીઓને પાયમાલ કરવા માટે પાણી વગરના છે. જે સનાતન સત્ય છે. પોતાના રોટલા શેકવા માટે સમાજને બદનામ કરશો નહી. દૂધસાગર ડેરીમાં પણ ૧૪% જેટલો નફો પશુપાલકોને આપ્યો છે. એટલે ભ્રષ્ટાચારીઓ પોતાના પાપ છુપાવવા માટે સારા વહીવટકર્તા પ્રામાણિક વ્યક્તિઓ ઉપર ખોટા આક્ષેપો કરી રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us