Select Page

સ્વ.મંગુબેન કાનજીભાઈ પટેલની છઠ્ઠી પુણ્યતિથિએ
૨૮૪ રક્તદાતાઓએ રાજુભાઈ પટેલના કેમ્પને આવકાર્યો

વિસનગર શહેરમાં કોપર સીટી મર્ચન્ટ એસોસિએશન અને તેમની વિવિધ શાખાઓ દ્વારા અવારનવાર સમાજ સેવાના કાર્ય થઈ રહ્યા છે. જે બાબત વિસનગર માટે ફળદાયી છે. આ ગ્રુપના અગ્રણી એવા રાજુભાઈ કે.પટેલ આર.કે.જ્વેલર્સવાળા વિવિધ સંસ્થાઓ પૈકી એક કોપર સીટી ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાં ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે. રાજુભાઈ પટેલના માતૃશ્રી મંગુબેન કાનજીભાઈ પટેલની તા.૨૭-૭ ના રોજ છઠ્ઠી પુણ્યતિથિ હતી. રાજુભાઈ પટેલ તેમના માતૃશ્રીની દરેક પુણ્યતિથિએ સમાજ સેવાના કાર્યો કરે છે. અને જન્મ આપનાર માતાનુ ઋણ ચુકવે છે. જેમણે સ્વ.મંગુબેનની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે એક મોટો રક્તદાન કેમ્પ કરવાનું આયોજન કર્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે વિસનગર વોલન્ટરી બ્લડ બેંકના ચેરમેન તરીકે પણ રાજુભાઈ પટેલ સેવા આપી રહ્યા છે. આ મેઘા રક્તદાન કેમ્પ કરવાની જવાબદારી પોતાના સાથી મિત્ર એવા કિર્તીભાઈ જે.પટેલ કલાનીકેતન વાળાને સોંપી હતી. કિર્તીભાઈ જે.પટેલ, કોપર સીટીના તમામ મેમ્બરો અને લાયન્સ ક્લબ ઓફ વિસનગરના તમામ મેમ્બરોના સંયુક્ત પણે આ રક્તદાન કેમ્પ કરવાનું આયોજન કર્યુ. બધા જ મેમ્બરોના સહિયારા પુરૂષાર્થથી રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો. કોપર સીટી ગ્રુપ અને લાયન્સ ગ્રુપની સારી ઈમેજ સાથે વિસનગરના ભામાશા રાજુભાઈ કે.પટેલનું નામ સાંભળતાની સાથે જ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓનું ઘોડાપૂર ઉમટ્યુ હતું. આ રક્તદાન કેમ્પ ગોવિંદ ચકલા પટેલ વાડીમાં સવારે ૭-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમિયાન યોજાયો હતો. ગોવિંદચકલા પટેલ વાડીના ટ્રસ્ટી મંડળે કેમ્પ માટે વાડી વિનામૂલ્યે સેવાથી આપી હતી.
રાજુભાઈ આર.કે. તરફથી દરેક રક્ત દાતાને મોટી ટ્રાવેલિંગ માટેની ટ્રોલી બેગ સપ્રેમ ભેટ આપવામાં આવી હતી. અને વોલન્ટરી બ્લડ બેંકના કેમ્પમાં જોડાયેલા સર્વે સ્વયંસેવકોને ભોજન દાન પણ કર્યું હતું. ચા-બિસ્કીટના દાતા તરીકે શ્રી રામ સિંગ-ચણાવાળા રાજુભાઈ હતા. જ્યારે બ્લડ બેંક તરીકે વિસનગર વોલન્ટરી બ્લડ બેંક અને તેમના સ્ટાફ ગણે સુંદર સેવા આપી હતી. આ કેમ્પમાં પોતાના માતૃશ્રીનુ ઋણ ચૂકવવા રાજુભાઈ પટેલે પણ રક્તદાતા તરીકે રક્તદાન કર્યું હતું. જ્યારે તેમના પુત્ર દીગ્નેશ પટેલે પણ દાદીમાના પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પમાં કોપર સીટી ગ્રુપના વિવિધ એસોસિએશનના પ્રમુખ મંત્રીઓ પોતાના મેમ્બર સાથે જોડાયા હતા. જ્યારે લાયન્સ ક્લબ ઓફ વિસનગર વિવિધ હોદ્દેદારો પણ પોતાના મિત્ર સાથે જોડાયા હતા. આમ કોપર સીટી ગ્રુપે સેવાની ધૂણી ધખતિ જ રાખી છે. જેનો શહેરના તમામ વેપારીઓ અને નાગરિકો લાભ લઈ રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts