Select Page

જશુભાઈ પટેલના પ્રયત્નોથી ધરોઈનો ૧૦૦ ટકા જથ્થો ઉ.ગુ.ને ફળવાયો

જશુભાઈ પટેલના પ્રયત્નોથી ધરોઈનો ૧૦૦ ટકા જથ્થો ઉ.ગુ.ને ફળવાયો

કેબીનેટમાં સંભળાવી દીધુ હતું કે ડેમનુ પાણી ફતેહવાડી માટે નથી

ધરોઈ ડેમનુ પાણી ૧૦૦ ટકા ઉત્તર ગુજરાત માટે ફળવાય છે. તેમાં વિસનગર ભાજપના અગ્રણી જશુભાઈ પટેલનુ મહત્વનુ યોગદાન રહ્યુ છે. અગાઉ ડેમનુ ૫૦ ટકા પાણી અમદાવાદ માટે રીઝર્વ રાખવામાં આવતુ હતુ. ત્યારે જશુભાઈ પટેલે કેબીનેટમાં ધારદાર રજુઆત કરતા અમદાવાદ માટે પાણી રીઝર્વ રાખવાના નિર્ણયમાંથી મુક્તી મળી હતી.
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈનુ પાણીનો લાભ ઉત્તર ગુજરાતના લોકોને તેમજ ખેડૂતોને મળે તે માટે વિસનગર ભાજપના અગ્રણી જશુભાઈ પટેલના પ્રયત્નો અત્યારે યાદ કરવા જરૂરી છે. જશુભાઈ પટેલે ઉત્તર ગુજરાત સહિત વિસનગર તાલુકા તથા મહેસાણા જીલ્લાને તેમજ આખા ગુજરાતને ફાયદો થાય તેવા કામ કર્યા છે. જેમણે મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની સરકારમાં સરદાર સરોવર નર્મદાના પાણીથી ઉત્તર ગુજરાતના તળાવો તથા ડેમો ભરવા માટે ૧૪ પાઈપલાઈન નાખવા વજુભાઈ વાળા પાસેથી રૂા.૨૫૦૦ કરોડની મંજુરી મેળવી હતી. આ નિર્ણય લેતી વખતે કેબીનેટમાં જશુભાઈ પટેલે રજુઆત કરી હતી કે ખેતી કનેક્શનમાં સબસીડી આપવામાં જે ખર્ચ કરો છો એના કરતા નર્મદા પાઈપલાઈનમાં ખર્ચ કરો તો ખેડૂતોને પાણી મળતુ થશે અને ટ્યુબવેલોનો વપરાશ ઘટી જશે.
અગાઉ ધરોઈ ડેમના પાણીના કુલ જથ્થામાંથી ૫૦ ટકા જથ્થો અમદાવાદ માટે રીઝર્વ રાખવામાં આવતો હતો. પુરતો વરસાદ ન પડે ત્યારે સાણંદ વિરમગામ સાઈડ સીંચાઈ માટે ફતેહવાડી કેનાલમાં ધરોઈનુ પાણી આપવામાં આવતુ હતુ. ત્યારે જશુભાઈ પટેલ સહિતના ઉત્તર ગુજરાતના ભાજપના આગેવાનોએ સરકાર સમક્ષ રજુઆત કરી હતી કે, ધરોઈના પાણીનો જથ્થો ઉત્તર ગુજરાત માટે રીઝર્વ રાખવો જોઈએ. ફતેહવાડીમાં શું કરવા માટે ધરોઈનુ પાણી આપો છો? જશુભાઈ પટેલે તો કેબીનેટમાં ઉત્તર ગુજરાતના ખેડૂતોના હિત માટે નિડરતાથી રજુઆત કરી હતી કે ધરોઈ ડેમ ફતેહવાડી કેનાલ માટે નહી પરંતુ ઉત્તર ગુજરાત માટે બન્યો છે. જે રજુઆત બાદ ધરોઈનુ ૫૦ ટકા રીઝર્વ પાણી અમદાવાદ ફતેહવાડી કેનાલ વિસ્તારના ખેડૂતોનુ અહિત ન થાય તે માટે ૧૯૯૮ માં કેબીનેટમાં અમદાવાદને રાસ્કા વિયર પાણી મળે તે માટે રૂા.૧૧૦ કરોડની યોજના મંજુર કરી. જેમાં પણ જશુભાઈ પટેલનુ મહત્વનુ યોગદાન રહ્યુ હતુ. જશુભાઈ પટેલ પાણી પુરવઠા બોર્ડના ડાયરેક્ટર હતા ત્યારે વિસનગર સહિત ઉત્તર ગુજરાતના ૭ શહેર તેમજ ૫૧૨ ગામડાને ફ્લોરાઈડ મુક્ત પીવાનુ પાણી મળે તે માટે રૂા.૩૧૧ કરોડના ખર્ચે ધરોઈ જુથ પાણી પુરવઠા યોજના મંજુર કરાવી હતી. જેનુ વર્ષ ૨૦૦૨ માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે યોજનાનુ લોકાર્પણ કરાવ્યુ હતુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts