શ્રધ્ધાની સનસનીખેજ હત્યામાં હિન્દુઓને ભાંડનાર મંડળી કયા ખોવાઈ ગઈ
આ દેશમાં હિન્દુ હોવુ તે સૌથી મોટો ગુનો
તંત્રી સ્થાનેથી…
વર્ષ ૨૦૧૪ થી નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય જનતા પાર્ટી તેમજ સહયોગી દળો દ્વારા ભારત દેશના વડાપ્રધાન પદે જ્યારથી જવાબદારી સંભાળી છે ત્યારથી હિન્દુઓ ઉપર કટ્ટરવાદનુ લાંછન લાગી ગયુ છે. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘ વિગેરે સંસ્થાઓ વર્ષોથી કામ કરી રહી છે. અગાઉ આજ સંગઠનો દ્વારા થતા કામ કટ્ટરવાદી નહોતા. પરંતુ જ્યારથી કેન્દ્રમાં ભાજપ સરકારે સત્તા સંભાળી છે ત્યારથી મુસ્લીમોના તૃષ્ટીકરણ માટે દેશમાજ રહેલા કેટલાક રાષ્ટ્ર વિરોધી તત્વો દ્વારા હિન્દુ સંગઠનોને આતંકવાદી સંગઠનો કરતા પણ વધારે ખરાબ ચિતરવામાં આવી રહ્યા છે. હિન્દુ સંગઠનો બહેન દિકરીઓની રક્ષા માટે સક્રીય થાય કે કતલખાને જતી ગૌ માતાને રોકવા પ્રયત્નશીલ થાય તો ભગવો આતંકવાદ ગણવામાં આવે છે. મોબલીંચીંગ જેવી દેશના કોઈ ખુણામાં ઘટના બની ગઈ હોત તો સેક્યુલારિઝમની વાતો કરનાર ઢંઢોરે પીટતા થાકતા નથી. ભારત દેશમાં અફઘાનિસ્તાન કે તાલીબાન જેવો અત્યાચાર હોય તેમ હિન્દુ વિરોધી મેનેજ કરેલ આંત્તરરાષ્ટ્રીય મિડીયા પણ કુદી પડે છે. જ્યારે શ્રધ્ધા મર્ડર કેસમાં શુ થયુ, આફતાબે લવજેહાદમાં યુવતીને ફસાવી, શ્રધ્ધાને તેના પરિવારથી દુર કર્યા બાદ અત્યાચાર શરૂ થયા. શ્રધ્ધાની હત્યા બાદ તેના ૩૫ ટુકડા કરી પુરાવાનો નાશ કરવા શરીરના અંગો અલગ અલગ જગ્યાએ ફેકી દીધા. વહેશી દરિંદા જેવુ આફતાબે કૃત્ય કર્યુ છે. કોઈ હિન્દુ સંગઠન દ્વારા હુમલો થયો હોય અને હોબાળો થયો હોત તો નાટકબાજો ગુજરાતની ચુંટણી હોવાથી જુમલો ગણાવી દીધો હોત. પરંતુ દરિંદગી કરનાર લઘુમતિ સમાજનો યુવાન છે. જેથી બીનસાંપ્રદાયિકતાના ગાણા ગાનાર અત્યારે ચુપ છે. કમનસીબે ૩૫ ટુકડા કરી જેની હત્યા થઈ તે શ્રધ્ધા હિન્દુ યુવતી છે. જ્યારે હત્યારો આફતાબ છે. કોઈ હિન્દુ આવી નિર્મમતા ક્યારેય ન દાખવે. છતા શ્રધ્ધાની જગ્યાએ કોઈ લઘુમતિ યુવતી હોય તો રાહુલગાંધી, સોનીયા ગાંધી, પ્રિયંકા વાઢેરા, અખીલેશ યાદવ, અસરૂદ્દીન ઔવેશી, અરવિંદ કેજરીવાલ, લાલુપ્રસાદ યાદવ, નિતિશકુમાર, મમતા બેનર્જી, માયાવતી અત્યારે શ્રધ્ધા મર્ડર કેસમાં જેમ ચુપ છે તેમ શુ ચુપ બેસી રહ્યા હોત ખરા? આવા અનેક તૃષ્ટીકરણના ચેમ્પીયન ચુપ અને ખામોશ છે. ક્યા છે અત્યારે મીણબત્તીવાળી ગેંગ, ક્યા છે ઈન્ડીયા ગેટ ઉપર પ્રદર્શન કરવાવાળા, ક્યા ગઈ નકલી ભાઈચારાની ગેંગ, ભારતમાં લઘુમતિને ખતરો છે, લઘુમતિ માટે ભારત દેશ રહેવા લાયક નથી તેવુ કહેવાવાળા ફિલ્મ સ્ટારો કેમ ચુપ છે? વિદેશી દલાલોને ભારતમાં ભય હતો તે આફતાબની કરતુતો ઉપર કેમ ચુપ છે? ભારતમાં ભાજપની સત્તાને અને હિન્દુઓને વગોવવામાં કંઈ બાકી રાખ્યુ નથી તે દેશી અને વિદેશી મીડીયા શ્રધ્ધા મર્ડર કેસમાં કેમ ચુપ બેઠુ છે? આવુ ઘાતકીપણુ તો જાનવર પણ કરતુ નથી. દેશના લોકોને આવા તૃષ્ટીકરણવાદીનો ઓળખવાની જરૂર છે. શ્રધ્ધાની જગ્યાએ કોઈ લઘુમતી સમાજની યુવતી હોત અને આફતાબની જગ્યાએ કોઈ હિન્દુ યુવાન હોત તો તેના તાર હિન્દુ સંગઠનો અને ભાજપ સુધી જોડીને મુક્યા હોત. સમગ્ર વિપક્ષ તુટી પડ્યુ હોત. દેશનુ સંવિધાન ખતરામાં આવી ગયુ હોત. દેશ કસાઈવાડા કરતા પણ કૃર બની ગયો હોત. હિન્દુ વિરોધી દલ્લાઓ અને તેમના સંતાનોને ડર લાગવા લાગ્યો હોત. વિદેશી મીડીયામાં ભારતની ઘોર નિંદા થઈ હોત. પરંતુ કમનસીબે શ્રધ્ધા હિન્દુ યુવતી હતી અને આ દેશમાં હિન્દુ હોવુ તે સૌથી મોટો ગુનો છે. કેટલી પાર્ટીઓ અને કેટલા નેતા શ્રધ્ધા માટે લડશે, આંદોલન કરશે અને સડકો ઉપર ઉતરશે? સમાજવાદી અને ડાબેરીઓ બધા ચુપ છે. અત્યારે કેમ કોઈ શ્રધ્ધા મર્ડર કેસને વખોડતુ નથી? આવા કૃર હત્યારાઓને સંરક્ષણ આપતા દલાલોને યાદ રાખજો અને જવાબ આપજો.