Select Page

પ્રમુખ વર્ષાબેન પટેલ આયોજીત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષની ઉપસ્થિતિમાંઅનુસુચિત બહેનો સાથે જમીને મંત્રીશ્રીનો સમરસતાનો સંદેશો

પ્રમુખ વર્ષાબેન પટેલ આયોજીત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષની ઉપસ્થિતિમાંઅનુસુચિત બહેનો સાથે જમીને મંત્રીશ્રીનો સમરસતાનો સંદેશો

પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલના આયોજન તળે મન કી બાત સામુહિક રીતે સાંભળવાનો તેમજ સમરસતાના સંદેશો આપવા અનુસુચિત બહેનો સાથે જમવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. મંત્રી ઋષિભાઈ પટેલ બહેનો સાથે જમીને સમરસતામાં એકતાનો સંદેશો આપ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ દિપીકાબેન સરવડાએ હાજરી આપી મહિલા કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.
મન કી બાતના કાર્યક્રમ સાથે સમાજમાં સમરસતાના સંદેશો પહોચાડવાનુ વિસનગર પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ દ્વારા આયોજન કરાયુ હતુ. જેમાં પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ દિપીકાબેન સરવડા વિશેષ ઉપસ્થિતિમાં તેમજ જીલ્લા મહિલા મોરચાના પ્રમુખ મટીબેનની ખાસ ઉપસ્થિતિમાં ગાયત્રી મંદિરના હૉલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાતનો ૧૦૦ મા એપીસોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહીને મન કી બાતનો કાર્યક્રમ શાંતીથી સાંભળ્યો હતો.
મન કી બાતના કાર્યક્રમ બાદ સમાજમાં સમરસતાનો સંદેશો આપવા માટે પ્રમુખ વર્ષાબેન પટેલે તેમના નિવાસ્થાને અનુસુચિત જાતિની મહિલાઓની ઉપસ્થિતિમાં જમણવારનુ આયોજન કર્યુ હતુ. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ કાર્યક્રમોમાં સતત વ્યસ્ત હોવા છતા સમરસતાના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહીને અનુસુચિત જાતિની બહેનોને પ્રથમ પીરસીને ત્યારબાદ આ બહેનો વચ્ચે બેસીને જમ્યા હતા. જમણવારના સથવારે સમરસતાના આ કાર્યક્રમમાં પ્રમુખ વર્ષાબેન પટેલ, પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ દિપીકાબેન સરવડા, જીલ્લા પ્રમુખ મટીબેન, શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ પટેલ, રોગી કલ્યાણ સમિતિના જે.કે.ચૌધરી વિગેરેએ હાજરી આપી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts