Select Page

ધરોઈ કોલોની રોડની ગટરલાઈન કામ શરૂ

ધરોઈ કોલોની રોડની ગટરલાઈન કામ શરૂ

વિસનગર પાલિકા સદસ્યાની ચીમકીની અસર

વિસનગરમાં ધરોઈ કોલોની રોડ ઉપર ગટર લાઈન અને સી.સી. રોડનો વર્ક ઓર્ડર આપવા છતાં કામ શરૂ થતુ ન હોતુ. ત્યારે પાલિકાના મહિલા સદસ્યાએ કામ શરૂ નહી થાય તો રાજીનામાની ચીમકી આપતા તાત્કાલીક ગટર લાઈન માટે ખોદકામ કરવામા આવ્યુ છે. વિકાસમાં ગંદી રાજનીતી કરતા એક ચેરમેનના કારણે ભાજપ સાશીત પાલિકાનુ વાતાવરણ ડહોળાયુ છે. ત્યારે આવા ચેરમેને અઢી વર્ષ બાદ કેટલુ મહત્વ આપવુ તે હવે ભાજપે વિચારવાનુ છે.
ધરોઈ કોલોની રોડ ઉપર વરસાદી પાણી ભરાતા તેમજ ખાડા પડવાથી રોડ બીસ્માર થતા લોકો ઘણા સમયથી હાલાકી ભોગવતા હતા. ત્યારે વરસાદી પાણીનો નિકાલ કરતી ગટર લાઈન નાખવા તેમજ સી.સી.રોડ બનાવવા છેલ્લા ઘણા સમયની માગણી હતી. પાલિકામાં ભાજપનુ શાસન આવતા દોઢ વર્ષના પ્રયત્નના અંતે ગટર લાઈન તેમજ રોડનુ ટેન્ડરીંગ કરવામાં આવ્યુ હતુ. રૂા.૨૦.૨૫ લાખના ખર્ચે ગટર લાઈન નાખવા અને રૂા.૪૯.૭૨ લાખના ખર્ચે સી.સી.રોડ બનાવવા કોન્ટ્રાક્ટરને તા.૨-૧૧-૨૦૨૨ ના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. વર્ક ઓર્ડર આપ્યા બાદ ગટર લાઈનનુ કામ શરૂ કરવામાં નહી આવતા રોડનુ કામ થઈ શક્યુ ન હોતુ. ધરોઈ કોલોની રોડની સોસાયટીના લોકો હેરાન થતા હતા અને વારંવાર રજુઆત કરવા છતાં કામ શરૂ નહી થતા છેવટે પાલિકાના સદસ્યા સેજલબેન પટેલે રાજીનામાની ચિમકી આપી હતી.રાજીનામાની ચિમકી બાદ પાલિકા ચિફ ઓફિસર પાર્થ ત્રિવેદીએ કોન્ટ્રાક્ટરને તતડાવ્યા હતા અને તાત્કાલીક કામ શરૂ કરવા અલ્ટીમેટમ આપ્યો હતો. વિકાસ કામ નહી થતા ભાજપના શાસનમાં ભાજપના સદસ્યાએ રાજીનામીની ચીમકી આપતા અહેવાલ પ્રકાશિત થતાની સાથે જ તા.૧૨-૬-૨૦૨૩ને સોમવારની સવારથી કોન્ટ્રાક્ટરે ગટર લાઈનનુ કામ શરૂ કર્યુ હતુ. પાલિકાના એક ચેરમેનની રાજકીય કિન્નાખોરીના કારણે ઘણા વિકાસ કામ અટકાવ્યા છે ત્યારે અન્ય વોર્ડના સભ્યોમા પણ ચર્ચાઓ થઈ રહી છે કે, કામ શરૂ કરવા માટે અમારે પણ ચિમકી આપવાની?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts