Select Page

ઋષિભાઈ પટેલ બનાવેલ હાઈઝેનિક રસોડુ અને ભોજનાલય ચેરમેન પ્રિતેશભાઈ પટેલે મેઈન્ટેઈન કરી બતાવ્યુવિસનગર માર્કેટયાર્ડનું ભોજનાલય ઈટ રાઈટ કેમ્પસ

ઋષિભાઈ પટેલ બનાવેલ હાઈઝેનિક રસોડુ અને ભોજનાલય ચેરમેન પ્રિતેશભાઈ પટેલે મેઈન્ટેઈન કરી બતાવ્યુવિસનગર માર્કેટયાર્ડનું ભોજનાલય ઈટ રાઈટ કેમ્પસ

વિસનગરના ધારાસભ્ય તેમજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે તેમના માર્કેટયાર્ડના ચેરમેન કાળમાં માર્કેટયાર્ડનુ ભોજનાલય હાઈઝેનિક રસોડા સાથે સેન્ટ્રલ એસી બનાવ્યુ હતુ. જયાં રસોડામાં તમામ ભોજન હાઈઝેનિક પધ્ધતિથી બનાવવામાં આવે છે. વર્તમાન ચેરમેન પ્રિતેશભાઈ પટેલે જે જાળવી રાખતા ગુજરાતનુ જ નહી પરંતુ સમગ્ર દેશનુ પ્રથમ વિસનગરનુ એ.પી.એમ.સી. ઈટ રાઈટ કેમ્પસ બન્યુ છે. જે વિસનગર માર્કેટયાર્ડ માટે ગૌરવની બાબત છે. માર્કેટયાર્ડના સેક્રેટરી કમલેશભાઈ પટેલે વાઈસ ચેરમેન હરેશભાઈ ચૌધરી તથા સમગ્ર બોર્ડ ઓફ ડીરેક્ટર આ ગૌરવ માટે આભારી છે.
તા.પ-૮-ર૦ર૩ ના રોજ એ.પી.એમ.સી. માર્કેટ કેન્ટીન-વિસનગરને ગુજરાત રાજ્યના તમામ એ.પી.એમ.સી મા સર્વપ્રથમ એ.પી.એમ.સી. ઈટ રાઈટ કેમ્પસ કેન્ટીન તરીકે ઈટ રાઈટ ઈન્ડીયા અંતર્ગત FSSAI-New Delhi મા નોધણી કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામા આવી છે. ટુંક સમયમાં એ.પી.એમ.સી. માર્કેટ કેન્ટીન – વિસનગરને ઈટ રાઈટ કેમ્પસ તરીકે સર્ટીફાઈડ કરવામા આવશે. જે ગુજરાતનુ જ નહી પરંતુ સમગ્ર દેશનું પ્રથમ ઈટ રાઈટ કેમ્પસ ધરાવતુ એ.પી.એમ.સી. બનશે. કેબીનેટ મંત્રીના વતનમાં આવેલ આ એ.પી.એમ.સી.નુ કેન્ટીન જે મંત્રીશ્રી દ્વારા વિકસીત કરેલ છે. જે કેન્ટીનમા હાઈઝેનિક અને સેનેટરી કંડીશનનુ સંપુર્ણ પાલન થાય છે. તેનુ રસોડુ એક દમ હાઈઝેનિક અને ઓટોમેટીક મશીનરી ધરાવતુ કરેલ છે. જેમા શાક બનાવવાનુ, રોટલી બનાવવાનુ, દાળ અને ભાત બનાવવાનુ અને શાકભાજી કટીગ કરવાનુ ઓટોમેટીક મશીનો મંત્રી ઋષિકેશભાઈ પટેલ જયારે એ.પી.એમ.સી. વિસનગરના ચેરમેન હતા ત્યારે વસાવવામા આવેલ હતા. ત્યારથી એકદમ હાઈજીન કંડીશનમાં તેનુ સતત પાલન થાય છે. વિસનગર તાલુકા તેમજ સમગ્ર રાજ્યમાંથી અનાજના વેચાણ માટે એ.પી.એમ.સી.મા આવતા ખેડુતો અને વિસનગર તાલુકાનો સામાન્ય માણસ એકદમ નજીવા દરે એટલે કે ફક્ત રૂા.૪૦/-માં હાઈજીન કંડીશનમા અને સેટ્રલ એ.સી. હોલમાં ભરપેટ ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા આપવામા આવી છે. ખુદ મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ જયારે વિસનગર વતનમા આવે ત્યારે માર્કેટયાર્ડ ભોજનાલયનુ ભોજન લેવાનુ પસંદ કરે છે. ત્યારે આવા હાઈજીન રસોડાની કદર ખુદ FSSAI-New Delhi અને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મહેસાણાના ડીઝીગ્નેટેડ ઓફીસર વી.જે.ચૌધરી દ્વારા કરવામા આવેલ છે. FSSAI-New Delhi ની સર્ટીફાઈડ એજન્સી QACS International PVT LTD દ્વારા એ.પી.એમ.સી. માર્કેટ કેન્ટીન – વિસનગરને ક્રોસ ચેક કરવામા આવેલ. જેમા ખુબજ સારી હાઈજીન કંડીશન કેન્ટીન માલુમ પડતા ટુંક સમયમાં સર્ટીફાઈડ કરવાની પ્રક્રિયા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મહેસાણાના ડેઝીગ્નેટેડ ઓફીસર દ્વારા હાથ ધરવામા આવી હતી. જેમાં સમગ્ર ભારતમાં સર્વ પ્રથમ બેસ્ટ હાઈઝેનિક એપીએમસી કેમ્પસ તરીકે FSSAI-New Delhi í તથા ગુજરાત સેફ્ટી ડીપાર્ટમેન્ટ દ્વારા સર્ટીફિકેટ આપવામાં આવ્યુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us