Select Page

ત્રણ વર્ષ સુધી છોડ ઉછેરી હરિયાળુ શહેર બનાવાશે

ત્રણ વર્ષ સુધી છોડ ઉછેરી હરિયાળુ શહેર બનાવાશે

વિસનગરમાં ડિવાઈડરમાં ટ્રીગાર્ડ સાથે ૫૫૦ વૃક્ષ વાવવામાં આવ્યા

  • છોડ અને ટ્રીગાર્ડની દેખરેખ રાખવા પર્યાવરણ પ્રેમીઓની અપીલ

હિલ સ્ટેશનમાં ફરવા માટે જતા લોકોને હરિયાળી પ્રકૃતિ પસંદ છે. આવા પર્યાવરણવાદી સેવકો તથા દાતાઓના સહકારથી વિસનગર હરિયાળી ક્રાન્તિ સર્જવા તરફ થઈ રહ્યુ છે. હાઈવે ઉપરના ડિવાઈડરમાં ટ્રી ગાર્ડના રક્ષા કવચ સાથે ૧૦ થી ૧૨ ફૂટના છોડનુ વૃક્ષારોપણ કરવામાં આવ્યુ છે. ત્રણ વર્ષ સુધી છોડ ઉછેરીને મોટા કરવાના મહાયજ્ઞનો પ્રારંભ થઈ ચુક્યો છે. શહેરના અન્ય દાતાઓ પણ આ કાર્યમાં સહયોગ આપી પર્યાવરણ પ્રેમીઓને પ્રોત્સાહન આપી રહ્યા છે.
વિસનગરમાં તા.૨૫-૮-૨૦૨૩ ને શુક્રવારના રોજ સહજાનંદ સ્કુલમાં પર્યાવરણ પ્રેમીઓ દ્વારા શહેરને વૃક્ષાદીત બનાવવાના ત્રણ વર્ષના મહાયજ્ઞનો પ્રારંભ કરતો કાર્યક્રમ યોજાયો હતો. ર્ડા.વિતાનભાઈ જોષીએ કાર્યક્રમનુ સંચાલન કરી ઉપસ્થિત દાતાઓનુ સ્વાગત કર્યુ હતુ. શહેરને હરિયાળુ દેખવાની મહેચ્છા રાખનાર દાતાઓનુ લકી બાંબુ તથા સર્ટીફીકેટ આપી સન્માન કરવામાં આવ્યુ હતુ. અભિયાનમાં સહયોગ આપનાર દાતાઓમાં એસ.કે.યુનિવર્સિટી ચંદ્રકાન્તભાઈ પટેલ, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, ર્ડા.મીહીરભાઈ જોષી, રમણકાકા, સમર્થ ડાયમંડ પરિવારના કામીનીબેન પટેલ, ર્ડા.અરૂણભાઈ રાજપૂત, ર્ડા.સંજયભાઈ પટેલ, ર્ડા.નીખીલભાઈ અને ર્ડા.પ્રીતીબેન ઠક્કર, અશોકભાઈ તથા શીતલબેન ગણાત્રા, નિમેષભાઈ શાહ, એચ.પી.ગેસ ઝૈનબબેન અબ્દુલકાદીર વ્હોરા, શાકાર ડાયમંડ જેઠાભાઈ તથા જતિનભાઈ પ્રજાપતિ, ફિઝીયોથેરાપીસ્ટ પલકબેન પટેલ તથા અશોકભાઈ પટેલ, શિશુનિકેતનના આચાર્ય અંબારામભાઈ પ્રજાપતિ, દિપ ફિઝીયોથેરાપીસ્ટ દિપ પટેલ, રોયલ જીમ, જતિનભાઈ પટેલ, યોગીનભાઈ તથા બીંદુબેન પટેલ, ર્ડા.સમીરભાઈ પટેલ, જલદીપભાઈ સોની વિગેરેએ હાજરી આપી હતી. હરિયાળુ શહેર બનાવવાના અભિયાનમાં અબ્દુલકાદીર અબ્બાસભાઈ વ્હોરા એચ.પી.ગેસ રૂા.૫૩,૦૦૦/-, વિપુલભાઈ પટેલ(પટેલ જ્વેલર્સ) રૂા.૫૧,૦૦૦/-, કમલેશભાઈ પટેલ રૂા.૧૨,૦૦૦/-, ર્ડા.નીખીલભાઈ ઠક્કર રૂા.૧૧,૦૦૦/-, બંસીધરભાઈ પટેલ રૂા.૧૦,૦૦૦/- તથા રોયલ જીમવાળા જતિનભાઈ પટેલે રૂા.૫૦૦૦/- નુ દાન આપ્યુ હતુ. આ અભિયાનમાં દાન આપવા માટે ર્ડા.તુષારભાઈ જોષીનો મો.નં.૬૩૫૪૯ ૦૧૦૩૫ તથા ર્ડા.વિતાનભાઈ જોષીનો મો.નં.૯૪૨૯૭૩૦૩૦૪ ઉપર સંપર્ક કરી શકાશે.
આપણુ વિસનગર હરિયાળુ વિસનગરના અભિયાનના કાર્યક્રમમાં ર્ડા.મીહીરભાઈ જોષીએ તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં થયેલા ભુસ્ખલનથી થયેલી તારાજીને યાદ કરતા જણાવ્યુ હતું કે, આપણે કુદરતનુ અપમાન કરીએ છીએ જે અપમાનનો કુદરત બદલો આપે છે. સ્વાર્થ હાવી થઈ ગયો હોવાથી કશુ દેખાતુ નથી ફક્ત સુખ, સગવડ અને પૈસા દેખાય છે. જ્યા રહીએ છીએ ત્યા પણ એજ પરિસ્થિતિ થવા જઈ રહી છે. સમજપૂર્વક જીવીશુ તો કુદરતને માણી પણ શકીશુ. વૃક્ષારોપણ અભિયાનની ટીમને અભિનંદન આપ્યા હતા.
શહેરને હરિયાળુ બનાવવાના અભિયાનના પ્રણેતા ર્ડા.તુષારભાઈ જોષીએ જણાવ્યુ હતું કે, કોરોના લોકડાઉનમાં હું તથા મારા પત્ની સેજલબેન બન્ને ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને છાસ વેચવા નિકળતા હતા. તે વખતે શુષ્ક રોડ જોઈ મગજમાં ગડમથલ ચાલી હતી કે શહેરમાં લિલોતરી કરવા કંઈક કરવુ જોઈએ. વિચારને સંકલ્પમાં બદલી ઓક્સીજન સેના બનાવી. જેમાં વિતાનભાઈ, કામીનીબેન, સેજલબેન, જલદીપભાઈ સોની, ર્ડા.સમીરભાઈ પટેલ, શૈલેષભાઈ, જીતુભાઈ, રાજુભાઈ મોદી, દિનેશભાઈ ઠાકોર તથા પર્યાવરણ પ્રેમી દાતાઓનો સહયોગ મળ્યો. વૃક્ષ ક્યા અને કેવા વાવવા તેમા કામીનીબેન પટેલ અને સેજલબેન જોષીએ સિલેક્શન કર્યુ અને ગાંધીનગરથી ૮ થી ૧૦ ફૂટ ઉંચા છોડ લાવ્યા. છોડમાંથી ઝડપથી મોટા વૃક્ષ થાય તે માટે મોટા છોડ લાવવામાં આવ્યા. ડિવાઈડર વચ્ચે છોડ રોપવાના હતા અને એકજ સમયે ૧૦ થી ૧૨ ફૂટ ઉંચાઈના છોડ રોપવાનુ, ૮ ફૂટ ઉંચાઈના ટ્રી ગાર્ડ લગાવવા, ખાડામાં નીચેના ભાગમાં ૨૦૦ ગ્રામ કાર્બન કમ્પોસ ખાતર નાખવાનુ, નવી માટી નાખવાની, વર્મિ કમ્પોસ્ટ ખાતર નાખવાનુ અને છેલ્લે પાણી નાખવાનુ એમ છ કામ એક સાથે કરવાના હતા. જેમાં ૫૫૦ છોડ પ્રથમ ચરણમાં રોપવામાં આવ્યા છે. જેને ત્રણ વર્ષ બાળકની જેમ માવજત કરીને ઉછેરવામાં આવશે. નિયમિત પાણી આપી પાલનપોષણ કરવામાં આવશે. તેમ છતાં છોડને કે ટ્રી ગાર્ડને નુકશાન ન થાય તેની તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. અભિયાનમાં સહયોગ આપનાર સહજાનંદ સ્કુલના ટ્રસ્ટી રમેશભાઈ મોદી, ચંદ્રકાન્તભાઈ પટેલ અને ઉમેશભાઈ મોદીનો પણ આભાર માનવામાં આવ્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us