Select Page

પ્રમુખ ઉત્તમભાઈ પટેલ ચારધામ યાત્રાની રજા ઉપર

પ્રમુખ ઉત્તમભાઈ પટેલ ચારધામ યાત્રાની રજા ઉપર

ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોરે પ્રમુખનો ચાર્જ સંભાળ્યો

પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલે ચાર્જ સંભાળ્યો તેના અઠવાડીયા બાદ ચારધામ યાત્રા પ્રવાસ માટે લાંબી રજા ઉપર ઉતરી ગયા છે. ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોર હાલ પ્રમુખના ચાર્જમા છે. પાલિકા વહિવટ અને વિકાસ માટે અઢી વર્ષનો સમય આમ જોઈએ તો ખુબ ટુંકો છે. ત્યારે આવો મહત્વનો હોદ્દો અને એ પણ શરૂઆતના સમયમાં છોડી પ્રમુખ રજા ઉપર ઉતરી જતા આવનાર સમયમાં પ્રમુખ પાલિકા વહિવટને લઈને કેટલા ગંભીર રહેશે તેની ચર્ચાઓ શરૂ થઈ છે.
પાલિકા પ્રમુખની જવાબદારી ખુબજ મહત્વની છે. વર્ષાબેન પટેલ તેમના સમયકાળમાં એક પણ દિવસ રજા મુકી નથી. ત્યારે ઉત્તમભાઈ પટેલે પ્રમુખનો ચાર્જ સંભાળ્યો તેના સાત દિવસ બાદજ ૧૩ દિવસની લાબી રજા મુકી છે. પ્રમુખે ચારધામ યાત્રા પ્રવાસ માટે તા.૨૫-૯ થી ૭-૧૦ સુધી રજાનો રીપોર્ટ મુક્યો છે. પ્રમુખ રજાનો રીપોર્ટ મુકતાહાલમાં ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોરને પ્રમુખનો ચાર્જ મળતા પાલિકા પ્રમુખની ખુરશીમાં બેસવાનો લ્હાવો મળ્યો છે.
પાલિકા પ્રમુખની ચુંટણીમાં એક નહી પરંતુ દાવેદારી કરનાર દશ સભ્યોની આશા ઉપર પાણી ફરી વળ્યુ છે. એટલે પ્રમુખની પસંદગીમાંથી પડતા મુકાયેલા કેટલાક અઢી વર્ષ ચુપ બેસી રહેવાના નથી. પ્રમુખ ઉત્તમભાઈ પટેલ ચાર્જ સંભાળતાજ ૧૩ દિવસની લાબી રજા ઉપર ઉતરી જતા તેની ભારે ટીકા થઈ રહી છે. પ્રમુખની દાવેદારી કરનાર એક સભ્યએ જણાવ્યુ છેકે, જેમને પ્રમુખપદ જેવા મહત્વના હોદ્દાની ગંભીરતા નથી તેમને પ્રમુખ બનાવી દીધા છે તો અઢી વર્ષનુ શાસન કંઈ રીતે પાર પાડશે. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી એક દિવસ પણ રજા ભોગવ્યા વગર દેશની સેવામાં નિષ્ઠાપૂર્વક રચ્યા પચ્યા રહે છે. ત્યારે આટલો વિકાસ થયો અને વિશ્વમાં ભારતની નામના થઈ છે. વર્ષાબેન પટેલ એક મહિલા છે અને મોટો પરિવાર ધરાવતા હોવા છતા ઘરના વ્યવહારો પણ સાચવ્યા અને પાલિકાનો વહિવટ પણ સાચવ્યો.
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના મન અને મગજને કોઈ પામી શક્યુ નથી. એટલે કદાચ ઉત્તમભાઈ પટેલને ખ્યાલ પણ નહી હોય કે તે પ્રમુખ બનશે. જેથી ચાર ધામ યાત્રાનું બુકીંગ કરાવ્યુ હશે. પરંતુ પ્રમુખ જેવા હોદ્દાની મહત્વની જવાબદારી મળી ત્યારે શહેરના વિકાસની અને પાલિકાના વહિવટની પુરી નિષ્ઠા હોત તો પ્રમુખ યાત્રા પ્રવાસનો ભોગ આપી શક્યા હોત. ઉત્તમભાઈ પટેલ રજા ઉપર ઉતરતા વિષ્ણુજી ઠાકોરને ૧૩ દિવસનો પ્રમુખ પદનો લ્હાવો મળતા ઈતર સમાજના બે સભ્યએ તો એવી પણ ટીખળ કરી હતી કે સારુ થયુ ઉત્તમભાઈ પટેલના કારણે ઈતર સમાજને અઢી વર્ષનો નહી તો ૧૩ દિવસનો પણ પ્રમુખપદનો લ્હાવો તો મળ્યો. બાકી કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ ઈતર સમાજને પ્રમુખપદનો ક્યાં લાભ આપવાના હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us