ખેરાલુમાં ૨૫ સેવાકેન્દ્રો દ્વારા દિવસ રાત પદયાત્રિકોની સેવા કરાઈ
ખેરાલુ શહેરમાં સુંઢિયા રોડ ઉપર આવેલ મયુર પેટ્રોલ પંપથી સાંઈ મંદિર પાસેના ઠાકોર સમાજ ભવન સુધીમાં ૨૫ સેવા કેન્દ્રો દ્વારા અંબાજી જતા લાખો પદયાત્રિકોની સેવા દિવસ-રાત ચાર-પાંચ દિવસ સુધી કરી હતી. જેમાં તમામ પ્રકારની સેવા મળતા પદયાત્રિકોમાં આનંદ જોવા મળ્યો હતો.
(૧) સેવા કેન્દ્રોની સેવા જોઈએ તો, આંબાવાડી ફળીયુ (સુંઢિયા)નો જય અંબે સેવા કેન્દ્ર અમદાવાદ શાહપુર આયોજીત ભવાનપુરાની પોળ દ્વારા ગાંઠીયા-મરચા, ઠંડુપાણીનો સેવા કેમ્પ છેલ્લા ૨૨ વર્ષથી સતત ચાલુ છે. (૨) માઁ જગદંબા સેવા કેન્દ્ર (આણંદવાળા) ખમણ સેવા કેમ્પ, મેડીકલ કેમ્પમાં પટેલ જતિનભાઈ તથા પટેલ જીગ્નેશભાઈ આણંદવાળા ૨૧ વર્ષથી સેવા કરે છે. (૩) કેશરીનંદન યુવક મંડલ, ગાંધીનગર મસાલા- ઈડલી છેલ્લા ૧૨ વર્ષથી સેવા આપે છે. જેના આયોજક પ્રજાપતિ યુવક મંડળ (૪) જમિયતપુરા સેવા કેન્દ્ર ઠંડાપાણીની સેવા ૨૩ વર્ષથી આપે છે. જમિયતપુરા- ગાંધીનગર (૫) માં શ્રી જય અંબે મિત્ર મંડળ મહાપ્રસાદ, ઠંડા પાણી, વિસામો નારણપુરા અમદાવાદ ૨૫ વર્ષથી સેવા આપે છે. (૬) જય અંબે સેવા કેમ્પ વઘારેલી ખીચડી- કઢી, ઠંડુ પાણી, મસાલા છાસ, વિસામો પ્રમુખ કોમ્પલેક્ષ પાસે સ્વ. બચુભાઈ જી.પટેલ પરિવારના જીગર સિંગચણા ગૃહ ઉદ્યોગ, ગં.સ્વ. કોકીલાબેન પટેલ, ચિરાગભાઈ પટેલ, જીગરભાઈ પટેલ, સુરજભાઈ પટેલ દ્વારા આયોજન થાય છે. (૭) તાલુકા ઓરોગ્ય કચેરી ખેરાલુ સિવિલ સ્ટાફ દ્વારા ખેરાલુનો સૌથી મોટો મેડીકલ કેમ્પ (૮) પ્રદેશ ભાજપ અગ્રણી પવનભાઈ ચૌધરીનો જય અંબે મિત્ર મંડળ સેવા કેમ્પમાં ઈદડા, મેડીકલ સેવા, વિસામો, ચા-કોફી, પાણીની સેવા અપાય છે. (૯) જય અર્બુદા સેવા કેમ્પ ખેરાલુ તાલુકા ચૌધરી સમાજ તથા જય અંબે મિત્ર મંડળ, ચાંદખેડા મેડીકલ કેમ્પ, ઠંડુપાણી, બટાકા પૌઆ, સિધ્ધપુર ચોકડી ઉપરનો કેમ્પ (૧૦) શ્રી માં જગદંબા સેવા કેન્દ્ર આણંદ ખમણ કેમ્પ, માં ખમણ – ચા, ઠંડુપાણી, વિસામો જય મહાકાલી ગૃપ રણછોડ ગૃપ આયોજીત કેમ્પ (૧૧) હિંગળાજ સેવા કેમ્પ સિધ્ધપુર ભુંગળા બટાકા કેમ્પ, આયોજક મહાકાલી બચત મંડળ સ્થાપક બારોટ રજનીભાઈ ગોપાલભાઈ તથા ફત્તેસિંહ ચૌહાણ કલોલ વિધાનસભા (૧૨) લિસ્ટ રેટ ગ્રૃપ અમદાવાદ બટાકા પૌઆ, ઠંડુપાણી, છાસ કોદરામ ચૌધરી ગૃપ (૧૩) વિક્રમભાઈ ચૌધરી (જે.સી.બી.)ના આણંદના મિત્રો દ્વારા ખેરાલુ શહેરનો સૌથી મોટો કેમ્પ ગૌરી ગજાનંદ સેવા કેન્દ્રમાં ભજીયા, ચા-પાણી,વિસામો ૧૨ વર્ષથી સેવા આપે છે. (૧૪) ગોવિંદભાઈ રાવળ વૃંદાવન ચોકડી પાસે ઠંડુ પાણી, વિસામો, (૧૫) લાયન્સ ક્લબ કડી મેડીકલ કેમ્પ ગાયત્રી પેટ્રોલ પંપ પાસે (૧૬) ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી ખેરાલુ તાલુકા બ્રાન્ચ મેડીકલ કેમ્પ (૧૭) દોતોર ભુદેવ યુવા સંગઠન શ્રી દોતોર સત્યાવીસી ઔદીચ્ય બ્રહ્મ સમાજ ચા-નાસ્તો, પીવાનુ ઠંડુ પાણી, આરામ, પારલે બિસ્કીટ બ્રહ્મ સમાજ દ્વારા પારંપરાગત પિતામ્બરી અને ઝભ્ભા પહેરી સેવા આપી હતી. (૧૮) ખેરાલુ શહેરના ૪૨ વર્ષ જુના જય અંબે મિત્ર મંડળ સેવા કેન્દ્ર દ્વારા ચા-કોફીનો સેવા કેમ્પ (૧૯) ખેરાલુ શહેરમાં સૌથી ચર્ચાસ્પદ ચા, કોફી, લસ્સીનો કેમ્પ શ્રી બજરંગ મિત્ર મંડળ, અમદાવાદ આયોજીત કેમ્પ, (૨૦) જય અંબે મિત્ર મંડળનો થમ્સઅપ, કોકાકોલાનો સેવા કેમ્પ નયન પટેલ ભાડજ તથા ગૌત્તમ પટેલ વડસર તેમજ પટેલ સમાજનો કેમ્પ (૨૧) ખેરાલુ શહેરના તમામ સમાજના યુવા મિત્રો દ્વારા સનાતન ફાઉન્ડેશન પરિવાર દ્વારા મમરા સેવનો કેમ્પ તથા આ કેમ્પમાં અલકા હોસ્પિટલ દ્વારા મેડિકલ સહયોગ અપાયો હતો જેમાં ખેરાલુ શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ શુભમ પટેલના સહયોગી મિત્રો દ્વારા કેમ્પ કરાયો હતો.(૨૨) જય અંબે મિત્ર મંડળ ચાંદખેડા અમદાવાદ દ્વારા બટાકા વડા, મેથીના ગોટા, શરબત, મહાપ્રસાદ, ઠંડુ પાણી, ચા-બિસ્કીટ તથા વિસામાની સગવડ સાંઈ મંદિરે કરાઈ હતી. (૨૩) જય અંબે પગપાળા સેવા કેમ્પ કાન્તિભાઈ હિરાભાઈ પટેલ પરિવાર સોંખડા તા.વિજાપુર કેળા, સફરજન છેલ્લા પાંચ વર્ષથી સેવા કેમ્પ કરે છે. (૨૪) ખેરાલુ શહેર ભાજપ મહામંત્રી ચેતનજી ઠાકોર દ્વારા સંચાલિત શારદા ફાઉન્ડેેશનના સહયોગથી જય અંબે સેવા કેમ્પ પૌઆ, ગાંઠીયા, મરચા, ચા-પાણી, વિસામાનો કેમ્પ (૨૫) જય અંબે મિત્ર મંડળ લીંબુ શરબત કેમ્પ ૧૯૯૭ થી કાર્યરત છે. અમદાવાદ સુભાષબ્રિજ સર્કલ દ્વારા કેમ્પનુ આયોજન થાય છે.