Select Page

ઉમેદપુરી બાપુના ભક્તોને દુર્ગંધમાંથી મુક્તી ક્યારે?

ઉમેદપુરી બાપુના ભક્તોને દુર્ગંધમાંથી મુક્તી ક્યારે?

અક્ષરક્ષામ ટાઉનશીપથી ગણપતિ ઓઈલમીલ સામેના તળાવ સુધી પાઈપલાઈન ક્યારે

ગુજરાતની ભાજપ સરકાર કરોડોની ગ્રાન્ટ ફાળવી યાત્રિકોની સુવિધા માટે યાત્રાધામોનો વિકાસ કરી રહી છે. જ્યારે ભાજપ શાસીત વિસનગર પાલિકા સદુથલા ઉમેદપુરી બાપુના દર્શને જતા પદયાત્રીઓને લક્ષમાં રાખી ગટરની દુર્ગંધમાંથી મુક્તિ મળે તેવુ વિકાસ કામ કરતી નથી. ધર્મના નામે મત લેવાની આવડત છે પરંતુ ધર્મમાં માનનાર લોકોને સુવિધા આપવાનુ પાલિકાને કોણ શીખવશે.
વિસનગરમાં આદર્શથી કમાણા રોડ ઉપરની મોટાભાગની સોસાયટીઓના ગટરના પાણીનો નિકાલ સદુથલા રોડ ઉપર થાય છે. એસ.કે.કોલેજના ગેટની બાજુથી નૂતન હોસ્પિટલના ગેટ સુધી કેનાલ બનાવવામાં આવી છે. પરંતુ અક્ષરધામ ટાઉનશીપથી રોડની સાઈડમાં ખુલ્લામાં ગટરના પાણીનો નિકાલ થાય છે. આ રોડ ઉપર આવેલા સદુથલા ગામમાં કૈલાસ ટેકરી ઉમેદપુરી બાપુનુ સમાધી સ્થળ મંદિર આવેલુ છે. જ્યા દર ગુરૂવારે વિસનગરથી અસંખ્ય લોકો પદયાત્રાએ જાય છે. આ સીવાય રોડ ઉપર સદુથલા, કમાણા, દઢિયાળ, મગરોડા, ઉદલપુર ગ્રામજનોની પણ રોજીંદી અવરજવર હોય છે. રોડ ઉપરથી પસાર થતા તમામ લોકોને ગટરની દુર્ગંધનો સામનો કરવો પડે છે. આ ભાગ વિસનગર હદની બહાર ગ્રામ્ય વિસ્તારમાં આવતો હોવાથી દુર્ગંધ મારતા પાણીનો તળાવ સુધી નિકાલ થાય તે માટે પાલિકા દ્વારા પાઈપલાઈન નાખવામાં આવતી નથી.
વિસનગર પાલિકા હદ વિસ્તારની ગટરના પાણીના નિકાલથી મુશ્કેલી ઉભી થતી હોય તો તેનો નિવેડો લાવવાની પણ પાલિકાની જવાબદારી છે. જી.યુ.ડી.સી. દ્વારા નાખવામાં આવેલી ગટરલાઈનના પાણીનો નિકાલ કરવા છેક રૂપેણ નદી સુધી લાઈન નાખવામાં આવી. કાંસા એન.એ.વિસ્તારના પાણીનો નિકાલ કરવા કરોડોના ખર્ચે કેનાલ એટલા માટે બનાવવામાં આવી કે આગળના લોકો હેરાન થાય નહી. તો પાલિકાની ગટરલાઈનના ગંદા પાણીથી જો આગળના લોકો હેરાન થતા હોય તો પાઈપ લાઈન નહી નાખવાનું કારણ શું? સદુથલા કમાણા રોડ ધીમે ધીમે ડેવલપ થઈ રહ્યો છે. આ રોડ ઉપરથી પસાર થતા ઉમેદપુરી બાપુના ભક્તો ગટરના પાણીની દુર્ગંધથી પરેશાન થઈ રહ્યા છે. ત્યારે ગણપતિ ઓઈલ મીલ સામેના તળાવ સુધી પાલિકા પાઈપલાઈન નાખે તેવી લોકોની લાગણી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us